ETV Bharat / bharat

શ્રદ્ધા મર્ડરકેસ જેવો કિસ્સોઃ પતિએ પત્નીના કટકા કરીને ફેંક્યા - Sitapur Woman murder case

ઉત્તર પ્રદેશના સીતાપુરમાં પોલીસે એક હચમચાવી દે એવા મર્ડરકેસનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પોલીસે આરોપી પતિ અને તેના સાગરિત મિત્રની પણ ધરપકડ કરી કાયદેસરના પગલાં (Sitapur Woman murder case) લીધા છે. આ બન્ને આરોપીઓએ સાડીથી મહિલાને ગળે ટૂંપો દઈને મહિલાના મૃતદેહના કટકા કરી નાંખ્યા હતા. પછી જુદી જુદી જગ્યાએ ફેંકી દીધા હતા.

શ્રદ્ધા મર્ડરકેસ જેવો કિસ્સોઃ પતિએ પત્નીના કટકા કરીને ફેંક્યા

author img

By

Published : Nov 23, 2022, 2:42 PM IST

સીતાપુર- ઉત્તર પ્રદેશઃ તારીખ 8 નવેમ્બર 2022 ના રોજ, રામપુર કલાન પોલીસ સ્ટેશનના (Uttar Pradesh police) વિસ્તારમાં આવતા ચાહરપુરમાં શેરડીના ખેતરમાં એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. તે મહિલાના મૃતદેહમાંથી તેનો એક હાથ, એક પગ અને માથું ગાયબ હતું. આ પછી તે મહિલાની ઓળખ કરવી પોલીસ માટે મોટો પડકાર હતો. સીતાપુરના એસપી ઘુલે સુશીલ ચંદ્રભાન, એએસપી નરેન્દ્ર પ્રતાપ સિંહ અને પોલીસ સ્ટેશન રામપુર કલાન સહિત ડોગ સ્કવોડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ પોલીસે હવે મહિલાની ઓળખ કરી લીધી છે.

પતિએ જ કરી હત્યાઃ આ કેસમાં મહિલાનું નામ જ્યોતિ ઉર્ફે સ્નેહા હતું. આ મહિલાની હત્યા (Sitapur Woman murder case) તેના પતિ પંકજ મૌર્ય દ્વારા કરવામાં આવી હતી. પંકજે પોલીસને પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેની પત્ની નશાની ગોળીઓ અને દવાઓ લેતી હતી. અનેકવખત સમજાવવા છતાં કોઈ સુધારો થયો ન હતો અને જેના કારણે બંને વચ્ચેના સંબંધો બગડતા હતા. પંકજે તેના મિત્ર દુર્જન સાથે મળીને તેની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. તારીખ 7મી નવેમ્બરે જ તેની પત્નીની હત્યા કરી હતી. આરોપીના કહેવાથી જ્યોતિના પગનું હાડકું, હત્યામાં વપરાયેલ હથિયાર અને મહિલાની સાડીનો ટુકડો સહિત અન્ય પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે.

શું કહે છે પોલીસ અધિકારીઃ સીતાપુરના પોલીસ અધિક્ષક ઘુલે સુશીલ ચંદ્રભાને જણાવ્યું કે જ્યારે આરોપી પંકજની પૂછપરછ કરવામાં આવી છે. એ સમયે જાણવા મળ્યું કે જ્યોતિ 8-10 વર્ષ પહેલા બીમાર પડી હતી, ત્યારથી તેણે કેટલીક દવાઓ લેવાનું શરૂ કર્યું હતું. દવા લીધા બાદ તે નશામાં રહેતી હતી. જ્યારે પતિએ તેને દવા આપવાનું બંધ કરી દીધું ત્યારે તે જે પણ મળતી તેની પાસેથી તે દવાઓ લેવાનો પ્રયત્ન કરતી. પત્ની અગાઉ પણ ઘણી વખત ઘર છોડીને જતી રહી હતી. આ વાતની પુષ્ટિ કરતા મહિલાની બહેનો અને બાળકોએ કહ્યું કે પંકજને લાગ્યું કે તેની પત્નીની આ હરકત તેને બદનામ કરી રહી છે. પંકજે બે સાથીદારોની મદદથી સાડી વડે મહિલાનું ગળું દબાવી હત્યા કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.