ETV Bharat / bharat

તૌકતે પછી હવે યાસ વાવાઝોડું તબાહી મચાવે તેવી શક્યતા, પૂર્વીય રેલવેએ 29 મે સુધીની 25 ટ્રેન રદ કરી

પશ્ચિમ બંગાળ અને ઓડિશા પર યાસ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે.... ત્યારે પૂર્વીય રેલવેએ 24મેથી 29 મે વચ્ચેની 25 ટ્રેનને રદ કરી દીધી છે. રેલવેએ પ્રેસ વિજ્ઞાપન જાહેર કરીને આ નિર્ણયની જાણકારી આપી હતી અને રદ કરવામાં આવેલી ટ્રેનની યાદી પણ જાહેર કરી હતી.

તૌકતે પછી હવે યાસ વાવાઝોડું તબાહી મચાવે તેવી શક્યતા, પૂર્વીય રેલવેએ 29 મે સુધીની 25 ટ્રેન રદ કરી
તૌકતે પછી હવે યાસ વાવાઝોડું તબાહી મચાવે તેવી શક્યતા, પૂર્વીય રેલવેએ 29 મે સુધીની 25 ટ્રેન રદ કરી
author img

By

Published : May 24, 2021, 8:46 AM IST

  • યાસ વાવાઝોડાના આગમનની તૈયારી પૂરજોશમાં
  • બચાવ અને રાહત ટીમને વાયુ માર્ગથી એકથી બીજા સ્થળે મોકલાઈ
  • રક્ષાના વિમાનો અને સૈન્યના જવાનોને સતર્ક રહેવા જણાવાયું છે

કોલકાતા/ભૂવનેશ્વર/નવી દિલ્હીઃ ભારતમાં યાસ વાવાઝોડાના આગમનની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. બચાવ અને રાહત ટીમને વાયુ માર્ગથી એક સ્થળથી બીજા સ્થળે મોકલવામાં આવી રહી છે. આ સાથે જ રક્ષાના વિમાનો અને સૈન્યના જવાનોને સતર્ક રહેવા જણાવાયું છે.

આ પણ વાંચો- PM મોદીએ ચક્રવાત યાસનો સામનો કરવાની તૈયારીની સમીક્ષા કરી

વાવાઝોડું 26મેએ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના તટને પાર કરશે

ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યું હતું કે, બંગાળની ખાડીમાં બનેલું ઓછા દબાણનો વિસ્તાર હવે દબાણવાળા વિસ્તારમાં બદલાઈ ગયો છે. આ સાથે જ તે ખૂબ જ ગંભીર વાવાઝોડાના રૂપમાં 26મેએ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના તટને પાર કરશે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ વધુમાં કહ્યું હતું કે, દબાણવાળા વિસ્તારથી સોમવાર સુધી તોફાન યાસમાં ફેરફાર થવાની સંભાવના છે. યાસ બુધવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળના પૂર્વીય તટીય વિસ્તારોમાં આવે તેવી સંભાવના છે.

આ પણ વાંચો- યાસ વાવાઝોડા અંગે PM મોદીએ બેઠક યોજી પૂર્વતૈયારીઓની કરી સમીક્ષા

વડાપ્રધાને બેઠકમાં સમયસર લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા નિર્દેશ કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યાસ વાવાઝોડાનો સામનો કરવા માટે રવિવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં રાજ્યો અને કેન્દ્ર સરકારની એજન્સીઓની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે જ દરિયાઈ ગતિવિધિઓમાં શામેલ લોકોને સમયસર સુરક્ષિત સ્થળ પર પહોંચાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. વડાપ્રધાને અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા કે, તેઓ એ સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારોની સાથે યોગ્ય સંપર્કમાં રહે અને યોજના બનાવે કે હોસ્પિટલમાં કોવિડ-19 સારવાર અને રસીકરણના કોઈ તકલીફ ન થાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.