બાલાસોર: ઓડિસાના બાલાસોર જિલ્લાના એક નાનકડા ગામમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ઓડિશાના બાલાસોર જિલ્લાના એક આદિવાસી ગામમાં દુષ્ટ આત્માઓથી મુક્તિ મેળવવા માટે અંધશ્રદ્ધાના આધારે આવા બે લગ્ન થયા. મછુઆ સિંહે તેમના 11 વર્ષના પુત્ર તપન સિંહ માટે કન્યા તરીકે માદા કૂતરાની વ્યવસ્થા કરવી પડી હતી. જ્યારે માનસ સિંહે તેમની 7 વર્ષની પુત્રી લક્ષ્મીના લગ્ન એક કૂતરા સાથે કરાવ્યા હતા.
સામાજિક પરંપરાના નામે થઇ વિધિ: સૂત્રોએ જણાવ્યું હતું કે તે દિવસે સાત ઘરોમાંથી સરસવનું તેલ, હળદર અને પવિત્ર જળ લાવવામાં આવ્યું હતું અને લગ્નની તમામ પરંપરાગત વિધિઓ કરવામાં આવી હતી. આખા ગામ માટે એક સામુદાયિક મિજબાનીનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સહભાગીઓએ પરંપરાગત ગીતો સાથે નૃત્ય કર્યું હતું. સૂર્યદેવ અને ગ્રામ્ય દેવતાને સિંદૂર અને આભૂષણો અર્પણ કર્યા પછી, બાળકોના લગ્ન કૂતરા સાથે કરવામાં આવ્યા હતા.
આ તે કેવી અંધશ્રદ્ધા?: મચુઆ અને માનસ સોરો બ્લોકના બંધશાહી ગામની હો જાતિના સભ્યો છે. જ્યારે તેમના બાળકોનો પહેલો દાંત ઉપલા જડબામાં ફૂટ્યો ત્યારે તેઓએ તેમના બાળકો સાથે લગ્ન કરવા માટે કૂતરાની શોધ શરૂ કરી, કારણ કે આ આદિવાસીઓ માને છે કે તેમના બાળકોના જીવન પર 'દુષ્ટ અસર' થઈ શકે છે.
આ પણ વાંચો Dakor Gomti Lake: ડાકોરમાં ગોમતી તળાવના શુદ્ધિકરણની માંગ સાથે યુવાનનો જળ સમાધિનો પ્રયાસ
સામૂહિક મિજબાની યોજાઈ: સાગર સિંહ (28)એ જણાવ્યું હતું કે સમુદાયની પરંપરા અનુસાર આ બંને લગ્ન સવારે 7 વાગ્યાથી 1 વાગ્યા સુધી થયા હતા અને સામૂહિક મિજબાની યોજાઈ હતી. તેણે વધુમાં જણાવ્યું હતું કે, 'સમુદાય માને છે કે લગ્ન પછી કુતરાઓમાં દુષ્ટ આત્મા પ્રવેશે છે. … જો કે આનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી, પરંતુ આ અંધશ્રદ્ધા પેઢી દર પેઢી ફેલાયેલી છે.'
(PTI)