ન્યૂઝ ડેસ્ક: ભારત દેશને આઝાદી (Father of the Nation Mahatma Gandhi) અપાવનાર, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને (Gandhi Jayanthi) સમગ્ર વિશ્વમાં એક મહાન વ્યક્તિત્વ તરીકે યાદ કરવામાં આવે છે. તેમના આદર્શો અને અહિંસામાં મજબૂત, મહાત્મા ગાંધીને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ વિશેષ સન્માન આપવામાં આવે છે. તમે ગાંધીજી વિશે ઘણું જાણતા જ હશો, પરંતુ તેમ છતાં કેટલીક બાબતો એવી છે જે ભાગ્યે જ કોઈ જાણતું હશે. અમે તમને 'રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી'ના જીવન સાથે જોડાયેલી કેટલીક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જે તમે ભાગ્યે જ જાણતા હશો.
બાળપણથી જ શરમાળ: ગાંધીજી બાળપણથી જ ખૂબ શરમાળ હતા. 10 વર્ષ પછી ગાંધીજીએ ઘણી શાળાઓ બદલી. આ સિવાય તે ઘણી વખત સ્કૂલમાંથી ભાગી જતા હતો. તેમનો જન્મ ગુજરાતના પોરબંદર શહેરમાં વૈષ્ણવ હિન્દુ પરિવારમાં થયો હતો. પરંતુ તેમનું બાળપણ વૈશ પરિવારમાં વિત્યું હતું. બહુ ઓછા લોકો જાણતા હશે કે, તેમની માતા પુતળીબાઈ હિંદુ ધાર્મિક મહિલા હતી, જ્યારે પિતા કરમચંદ ગાંધી વ્યવસાયે દિવાન હતા.
13 વર્ષની ઉંમરે સાથે લગ્ન: ગાંધીજી કોઈના પ્રેમમાં પડી ગયા હતા, પરંતુ આ વાતની જાણ પરિવારને થતા ગાંધીજીએ પોતાના પગ પાછા ખેંચી લીધા હતા. આ જ કારણ છે કે, 13 વર્ષની ઉંમરે ગાંધીજીના લગ્ન તેમનાથી 1 વર્ષ મોટા કસ્તુરબા ગાંધી સાથે થયા હતા. તે જ સમયે, આ દરમિયાન તે શાળામાં પણ જઈ શક્યા ન હતા.
અહિંસાનો માર્ગ કેમ પસંદ કર્યો?: દક્ષિણ આફ્રિકામાં તેમના રોકાણ દરમિયાન, ગાંધીએ આરોગ્ય કાર્યકર તરીકે 1899ના એંગ્લો બોઅર યુદ્ધમાં મદદ કરી હતી. ત્યાં રહીને તેમણે યુદ્ધની ભયાનકતા જોઈ અને અહિંસાના માર્ગે આગળ વધ્યા.
નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામ: સુભાષચંદ્ર બોઝ પાસેથી રાષ્ટ્રપિતાનું બિરુદ મેળવનાર ગાંધીજીને, 5 વખત નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. જોકે, તેને ક્યારેય આ એવોર્ડ મળ્યો નથી. એટલું જ નહીં, એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ ગાંધીજીને આદર માનીને ગોળ ચશ્મા પહેરતા હતા.
રોજ 10 કિ.મી ચાલતા હતા: ઇંગ્લેન્ડમાં વકીલાતના અભ્યાસ દરમિયાન, ગાંધીજીને દરરોજ 8 થી 10 કિલોમીટર ચાલવું પડતું હતું. આ દૃષ્ટિએ ગાંધીજી આખી દુનિયાની બે ફેરા કરી શકે છે.
સૌથી લાંબી અંતિમયાત્રા: ગાંધીજીના મૃત્યુ પછી, તેમની અંતિમયાત્રા 8 કિમી સુધી કાઢવામાં આવી હતી, જે અત્યાર સુધીની સૌથી લાંબી અંતિમયાત્રા હતી. ગાંધીજીએ તેમના સમગ્ર જીવનમાં ક્યારેય કોઈ રાજકીય હોદ્દો લીધો નથી. એટલું જ નહીં, ગાંધીજીએ જે સરકાર સામે આંદોલન કર્યું હતું એ જ સરકારે, તેમના સન્માનમાં પોસ્ટ સ્ટેમ્પ ટિકિટ બહાર પાડી હતી.
ચાલતા વાહનમાંથી જૂતું ફેંક્યું: એક વખત ગાંધીજીનું જૂતું ચાલતી ટ્રેનમાંથી નીચે પડી ગયું તો, તેમણે બીજા જૂતાને પણ ગાડીમાંથી નીચે ફેંકી દીધું. જ્યારે લોકોએ આનું કારણ પૂછ્યું તો તેઓએ કહ્યું કે, 'જૂતા હવે મારા માટે આ એક કોઈ કામનું નથી. હવે ઓછામાં ઓછું બીજાને તો કામ લાગશે.
ગાંધીજીના નામે અનેક રસ્તાઓ:ગાંધીજીએ પોતાનું સમગ્ર જીવન દેશ માટે સમર્પિત કર્યું હતું. દેશના ઘણા એવા ખૂણા છે જ્યાંથી તેમની યાદો જોડાયેલી છે. તમને જણાવી દઈએ કે, ગાંધીજીના નામે ભારતમાં 53 મુખ્ય રસ્તાઓ છે, જ્યારે વિદેશમાં 48 રસ્તાઓ છે.