ન્યુઝ ડેસ્ક : ચરક સંહિતામાં એવું માનવામાં આવ્યું છે કે, શુદ્ધ દેશી ઘી અને મધ શરીરમાં ઊર્જા તથા યાદશક્તિ વધારે(Benefits of Ghee) છે. એટલું જ નહીં કફ અને એમ્યુનિટી વધારે છે. આ સાથે ગેસ, પિત, તાવ અને શરીરમાં પેદા થતા ઝેરી પદાર્થોનો પણ નાશ કરે છે. આ માટે જ આયુર્વેદમાં શુદ્ધ ઘીને એક ઔષધી માનવામાં આવે છે.
શરીરની તમામ બીમારીઓ દૂર થાય - આયુર્વેદમાં એક ઔષધી તરીકે નહીં પણ દેશી ઘી અનેક રીતે શરીર માટે ઉપયોગી છે. મુંબઈના આયુર્વેદાચાર્ય ડૉ. મનીષા કાલે કહે છે કે,આયુર્વેદમાં એવું માનવામાં આવે છે કે, ઘી એક એવું ઔષધ છે જેના કારણે પિત અને ગેસ થતો નથી. આ ઉપરાંત કફ ઉપર પણ કંટ્રોલ રહે છે. તેથી ઘીને સર્વરોગ નીવારણ ગણવામાં આવે છે. એક આદર્શ ઔષધી માનવામાં આવે છે. માત્ર ખાય શકાય એવો પદાર્થ નહીં પણ દેશી ઘીનો ઉપયોગ પણ ઉપચાર હેતું કરી શકાય છે.
'ઘી' નું મહત્વ - આયુર્વેદમાં પંચકર્મ સહિત જુદા જુદા રસાયણ તરીકે પણ ઘીનો ઉપયોગ કરી શકાય છે. આયુર્વેદમાં સવારે ખાલી પેટ શુદ્ધ દેશી ગાયના ઘીનું સેવન કરવાની સલાહ આપવામાં આવી છે. જેના કારણે શરીરની તમામ બીમારીઓ દૂર થાય છે. પાંચનતંત્ર, હાડકા મજબુત તેમજ ચામડીઓને પણ સ્વસ્થ રાખવામાં મદદ મળી રહે છે. ઘીમાં એક પ્રકારના હિલીંગ તત્વો પણ હોય છે. આયુર્વેદમાં ઘીને બ્રેઈન ટોનિક માનવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે, ઘીનું નિયમીત રીતે સેવન કરવાથી યાદશક્તિ વધે છે. માસપેશીઓ સાથે સંબંધીત બીમારીઓમાં પણ રાહત મળે છે. માથામાં ઘસવાથી ગુસ્સો, ચિંતા, તણાવ તથા બૈચેની જેવી માનસિક બીમારીથી થોડી રાહત મળે છે. હિલિંગ જેવું તત્વ હોવાથી ઈજા સહિતની બીમારીમાં પણ તે રાહત આપે છે.
વધારે પડતી માત્રા વિપરીત અસર કરે - ઈન્દૌરના ફુડ તેમજ ન્યુટ્રિશિયસ સંબંધીત નિષ્ણાંત ડૉ.સંગીતા માલુ એવું કહે છે કે, યોગ્ય માત્રામાં નિયમીત રીતે શુદ્ધ દેશી ઘીનું સેવન કરવામાં આવે તો શરીરને ફાયદો થાય છે. દરરોજ બેથી ત્રણ ચમચી ઘીનું સેવન કરવું આપણા આરોગ્ય માટે સારૂ છે. પણ એનાથી વધારે ઘી કોઈ મુશ્કેલી, રોગ કે અસરગ્રસ્ત હોય તો એ દર્દી પર વિપરીત અસર કરી શકે છે. દેશી ઘીમાં કેલ્શિયમ, ફાસ્ફોરસ, મિનરલ્સ, પોટેશિયમ, મિલ્ક પ્રોટીન, વિટામીન A, E, D સહિત આમેગા 9 આમેગા 3 જેવા પોષકતત્ત્વો હોય છે. જે શરીરને ફીટ રાખવાની સાથો સાથ અનેક પ્રકારના ઈન્ફેક્શનથી પણ બચાવે છે.
ઘી નું સેવન આટલા પ્રમાણમાં કરવું - ઘીનું મર્યાદિત માત્રામાં સેવન કરવાથી અનેક ગણો ફાયદો થાય છે. જેમ કે, ઘી કુદરતી રીતે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. દેશી ઘી સરળ પાચક છે. આંતરડાંને પણ સ્વસ્થ રાખે છે. શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરવામાં મદદરૂપ થાય છે. હ્દય રોગ સંબંધીત રોગ થવાની આશંકા ઘટાડે છે. નિયમિત રીતે અને મર્યાદિત માત્રામાં ઘીનું સેવન શરીરની ફેટ ઘટાડે છે. દેશી ઘી સાંઘા અને હાડકા વચ્ચે ઓઈલ જેવું કામ કરે છે. શરીરમાં ચિકાસ જાળવી રાખવા મદદરૂપ થાય છે. આ સાથે હાડકાઓ કેલિશ્યમ લેવાની ક્ષમતા પણ વધારે છે.
ચામડી અને વાળ માટે પણ ઉપયોગી - ચામડી અને વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ઘીના ફાયદાને લઈને રાષ્ટ્રીય ડેરી અનુસંઘાન સંસ્થાના એક રીસર્ચમાંથી એ વાત સામે આવે છે, ગાયના દૂધમાંથી દહીં જમાવી એમાંથી ઘી બનાવતા ઘણો ફાયદો થાય છે. આ ઉપરાંત કેન્સરના વકરાવતા વાયરસને નિષ્ક્રિય કરવામાં તે મદદરૂપ સાબિત થાય છે. જે કેન્સરને આગળ વધારતા કે નિષ્ક્રિય કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત ઘીમાંથી મળતા લીનોલિક એસિડ, કોલન કેન્સરને રોકવામાં મદદ કરે છે. શોધમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ઘીમાંથી મળતા એન્ટીઓક્સિડેન્ટથી ન માત્ર હાનિકારક કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા પણ મેટાબોલિઝમને સુધારવા પણ, પાચનતંત્રને સક્રિય રાખવા, કફ અને ઊલ્ટી જેવી સમસ્યાઓ ઓછી કરે દે છે.
ઘી થી થતા ફાયદાઓ - બ્રેન ટોનિક તરીકે પણ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ઘીમાં ફેટ સોલ્યુબલ વિટામીન હોય છે. જે થાઈરોડ ગ્રંથીને રેગ્યુલેટ કરે છે. જે ગર્ભાવસ્થા દરમિયાન જરૂરૂ હોય છે. આ સિવાય તેમાં રહેલા ઔષધીય ગુણો ગર્ભવતી મહિલા અને તેના ગર્ભમાં રહેલ બાળક બંન્ને ફાયદો કરે છે. ડૉ. સંગીતા એવું કહે છે કે, શુદ્ધ ઘીનો ઉપયોગ વિના સંકોચે શરીરને ફાયદો કરાવે છે, પણ જરૂરી કે શરીરનું પૂરતું ધ્યાન રાખવામાં આવે. બસ એટલું ધ્યાન રાખવામાં આવે કે, એની માત્રા મર્યાદિત હોવી જોઈએ. માત્ર કેટલી લેવામાં આવે છે એ પણ ખૂબ જરૂરી છે. ખાસ કરીને જે લોક કોઈ રોગગ્રસ્ત છે. તબીબોને પૂછીને પીડિત વ્યક્તિઓએ ઘીનું સેવન કરવાનું હોય છે.