- આજે કારગીલ વિજય દિવસ
- ભરતપૂરના સુબેદાર સરદાર સિંહે ETV Bharat સાથે વાતચીત કરી
- આ યુદ્ધમાં 21 જવાન થયા હતા શહિદ
ભરતપૂર : પાકિસ્તાની દુશ્મને બજરંગ પોસ્ટ પર કબ્જો મેળવી લીધો હતો અને લેફ્ટિનેંટ સૌરભ કાલિયા અને તેમના 4 સાથીઓને દુશ્મને બંધી બનાવી લીધા હતા. આ પછી લેફ્ટિનેંટ અમિત ભારદ્વાજ પોતાના સાથી સૈનિકોની સાથે બજરંગ પોસ્ટ તરફ આગળ વધ્યા અને દુશ્મન સાથે લડતા શહિદ થઈ ગયા. આ દરમિયાન એક કંપનીને કેપ્ટન તેજવીર સિંહના નેતૃત્વ હેઠળ બજરંગ પોસ્ટ પર આવેલા 99 ટોપ પર મોકલવામાં આવ્યા બીજી તરફ ભારતીય સેનાએ દુશ્મન પર હુમલો કર્યો હતો, દુશ્મન મજબૂત સ્થિતિ પર હતો તે માટે કેટલાય દિવસોના સંઘર્ષ બાદ બજરંગ પોસ્ટ જીતી ના શક્યા.
બજરંગ પોસ્ટ ફતેહ કરવાનો આદેશ
ભરતપૂર નિવાસી 4 જાટ રેજિમેંન્ટના વીર યોદ્ધા હવલદાર સરદાર સિંહે જણાવ્યું કે લેફ્ટિનેંટ અમિત ભારદ્વાજ અને તેમના સાથી જવાનોના શહિદ થવાની સૂચના બાદ આખિર કાકસર ક્ષેત્રમાં તૈનાત બધી કંપનીઓ માંથી કેટલાક જવાનો ભેગા કરવામાં આવ્યા હતા. સુબેદાર સરદાર સિંહે જણાવ્યું કે તે સમયે જાટ રેજીમેન્ટના બ્રાવો કંપનીમાં પાપા પોસ્ટ પર હવલદારના રૂપમાં તૈનાત કરવામાં આવ્યા હતા. તેમને અન્ય કંપનીના જવાનોની સાથે બજરંગ પોસ્ટ ફતેહ કરવાનો આદેશ મળ્યો હતો. સમગ્ર રણનિતી સાથે બજરંગ પોસ્ટ પર આક્રમણ કરવામાં આવ્યું હતું. પણ ઉંચાઈ પર બેઠેલા દુશ્મનને હુમલાની જાણકારી મળી ગઈ હતી અને અમારો પહેલો દિવસ વિફળ ગયો હતો. બીજી તરફ તેજવીર સિંહના નેતૃત્વમાં 99 પોસ્ટ પર તૈનાત ભારતીય સેનાએ દુશ્મનના ગોળા-બારૂદની સપ્લાય પર રોક લગાવી દિધી હતી.
આ પણ વાંચો : Kargil Vijay Diwas 2021 : "મારી માં આહિરાણીને કેજો, મે સામી છાતીયે ગોળી ખાદ્યી છે પીઠ પર નહીં"...
ખાવાનું છોડીને ભાગી ગયો હતો દુશ્મન
સુબેદાર સરદાર સિંહે જણાવ્યું કે પહેલા હુમલામાં વિફળ થયા બાદ બીજા દિવસની રણનિતી બનાવવામાં આવી હતી. રણનિતીના અનુસાર બજરંગ પોસ્ટ પર કબ્જો મેળવી બેઠેલા પાકિસ્તાની દુશ્મન પર રાતે 11 વાગે હુમલો કરવામાં આવ્યો હતો, તે સમય દુશ્મન જમવામાં મશગૂલ હતો અચાનક હુમલાને કારણે દુશ્મનના કેટલાય સિપાહીઓ માર્યા ગયા હતા અને તેઓ જમવાનું અને પોસ્ટ છોડીને ભાગી ગયા હતા. આ હુમલામાં આપણે આપણા કેટલાક જવાનોને પણ ગુમાવ્યા અને લાંબા સઘર્ષ બાદ ભારતીય સેનાએ બજરંગ પોસ્ટ પર ત્રિરંગો લહેરાવ્યો હતો.
આ પણ વાંચો : Kargil Vijay Diwas 2021: યુદ્ધમાં પંચમહાલના વીર સપૂત ભલા બારિયાના સંભારણા
દુશ્મન પર નજર રાખવા માટે બનવવામાં આવી હતી અનિતા પોસ્ટ
સુબેદાર સરદાર સિંહે જણાવ્યું કે બજરંગ પોસ્ટ પાછી મેળવ્યા બાદ ભારતીય સેનાએ એક ઉંચી પોસ્ટ પર અનિતા પોસ્ટ સ્થાપિત કરવામાં આવી હતી આ એવી પોસ્ટ હતી જ્યાથી દુશ્મન પર નજર રાખી શકાય , કારગીલ યુદ્ધમાં બજરંગ પોસ્ટની લડાઈમાં જાટ રેજિમેન્ટના 2 સૈનિકો સૌરભ કાલિયા અને લેફ્ટિનેંટ અમિત ભારદ્વાજ અને અન્ય 21 જવાન વીરગતિને પામ્યા હતા.