અમદાવાદ : આજે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં લેબમાં બનેલા હીરાના ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ માટે IITને ગ્રાન્ટ આપવામાં આવશે અને કસ્ટમ ડ્યુટીમાં ધટાડો કરવામાં આવ્યો છે. પરંતુ તમને ખબર છે કે આ હિરાઓ લેબમાં કઇ રીતે તૈયાર થાય છે? તમને સવાલ પણ થતો હશે કે આ હિરાઓ કેવી રીતે બનતા હશે અને કુદરતી ડાયમંડની સરખામણીએ તેની માંગ વધારે છે કે ઓછી. જાણો કેવી રીતે લેબમાં હીરા બને છે.
લેબમાં કેવી રીતે બને છે હીરા: લેબમાં જે રીતે હિરા બનાવામાં આવે છે તેને લેબ મેડ હીરાનો ઉદ્યોગ કહેવાય છે. એટલે કે લેબ ગ્રોન ડાયમંડ કહેવાય છે, આને કૃત્રિમ હીરા પણ કહેવામાં આવે છે. જ્યારે ઘણા કાર્બન પરમાણુઓ ભેળવીને તેમાં ઉમેરવામાં આવે છે અને તેને તૈયાર કરવામાં આવે છે, જેને આપણે લેબ ગ્રોન ડાયમંડ કહેવામાં આવે છે. ધણા હિરાઓ કોલસામાંથી પણ બનાવામાં આવે છે. તમને જાણીને નવાઇ લાગશે પણ પ્રાણીઓની પેશીઓમાંથી હીરા પણ બનાવી શકાય છે અને માણસની પેશીમાંથી પણ હીરા બનાવી શકાય છે.
પ્રાણીની પેશીમાંથી હીરા: વિશ્વના તમામ જીવો કાર્બનથી બનેલા છે. કાર્બન આપણા શરીરમાં મોટી માત્રામાં જોવા મળે છે. મૃત પ્રાણીઓના શરીરમાંથી કાર્બન એકત્ર કરીને અને ઉચ્ચ તાપમાન અને દબાણ હેઠળ લેબમાં લાવીને હીરા બનાવી શકાય છે. હીરા અનેક રંગોના હોય છે હીરાને માત્ર સફેદ રંગ નથી. આ રંગોમાં કાળો, લીલો, નાંરગી, પીળો, વાદળી, લાલ પણ આવી શકે છે. હીરાને ભઠ્ઠીમાં 763 ડિગ્રી સેલ્સિયસ પર ગરમ કરવામાં આવે છે. જે પરિણામ મળશે તેને હીરા કાર્બનનું શુદ્ધ સ્વરૂપ કહેવું ખોટું નથી. ડાયમંડ માણસો પણ બનાવી શકાય છે. જો મૃત માનવ અથવા પ્રાણીના શરીરમાંથી તમામ હાઇડ્રોજન અને ઓક્સિજન દૂર કરવામાં આવે તો તેના પેશીઓમાં માત્ર કાર્બન જ રહેશે. તે પેશીઓ પછી ખૂબ ઊંચા તાપમાન અને દબાણનો ઉપયોગ કરીને હીરામાં રૂપાંતરિત થઈ શકે છે. ધણી બધી કંપનીઓ આવા હિરાઓ બનાવે છે અને જેમાં માણસના અને પ્રાણીઓના અવશેષોને હીરામાં ફેરવામાં આવે છે, પરંતુ તેમાં બહુ જ ખર્ચ થાય છે.
આ પણ વાંચો Cheaper and Costlier in Budget 2023: મોબાઈલ સસ્તા, જ્વેલરી મોંઘી
કુદરતી હીરા અમૂલ્ય: હીરા એક ખનિજ છે, જે જમીનની નીચે હાજર કાર્બનિક પદાર્થ છે. આ ડાયમંડ સંપૂર્ણપણે ઓર્ગેનિક છે. એટલે કે, જો તમે તેને બાળી નાખો, તો અંતે તમને રાખ પણ નહીં મળે, તે કાર્બનમાં ફેરવાઈ જશે. જ્યારે કાર્બનના કણો જમીનની અંદર જબરદસ્ત દબાણ અને તાપમાનમાં મળે છે, ત્યારે તેઓ હીરા બનાવે છે.
નાણાપ્રધાને કરી આ વાત : બજેટમાં નાણાપ્રધાને આઈઆઈટીને ગ્રાન્ટ આપવાની વાત કરી હતી. કારણ કે દેશની બીજી કઈ સંસ્થા આઈઆઈટી કરતા પણ સારી લેબ બનાવી શકે છે. હીરાના વેપારીઓએ નાણાપ્રધાને લેબ-મેઇડ હીરા બનાવવા માટે વપરાતા સાધનો પરની આયાત જકાત ઘટાડવા અથવા નાબૂદ કરવા અપીલ કરી હતી. જો IIT સ્વદેશી લેબ બનાવે તો હીરા ઉદ્યોગને તેનો ફાયદો થશે. સાધનોની આયાત કરવાની જરૂર રહેશે નહીં. જેના કારણે આજે જે જાહેરાત કરવામાં આવી તેમાં કસ્ટમ ડ્યુટીમાં ધટાડો કરવામાં આવ્યો છે અને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
લેબોરેટરીમાં તૈયાર થનાર ડાયમંડ : લેબગ્રોન ડાયમંડ સંપૂર્ણ રીતે લેબોરેટરીમાં તૈયાર થનાર ડાયમંડ છે. તે સંપૂર્ણ રીતે ઇકોફ્રેન્ડલી તૈયાર કરી શકાય છે. 2020-2021 વર્ષના આંકડા સુધીની વાત કરવામાં આવે તો છેલ્લા 5 વર્ષમાં લેબગ્રોન ડાયમંડનું એક્સપોર્ટ 1500 કરોડથી વધી 8500 કરોડ પર પહોંચ્યું છે. આંકડો ચોંકાવનારો છે. હાલ જે રીતે વૈશ્વિક સ્તરે ગ્રીન ડાયમંડ એટલે લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ વધી છે. તેના કારણે છેલ્લા પાંચ વર્ષમાં એક્સપોર્ટના આંકડા ચોંકાવનારા છે. આ કારણોસર સુરતના વેપારીઓને પણ ફાયદો થયો છે. હીરા નેચરલ હીરાન સરખામણીમાં 65થી 70 ટકા સસ્તા હોય છે.
યુક્રેન રશિયાના યુદ્ધની અસર : યુક્રેન યુદ્ધના કારણે અનેક દેશોને અસર પડી હતી અને ખાસ કરીને હિરાના સાથે જોડાયેલ તમામ ધંધાને ભારે અસર જોવા મળી હતી. યુક્રેન રશિયાના યુદ્ધની અસર સુરતના હીરા બજાર સુધી થઇ હતી. જેમાં લેબગ્રોન ડાયમંડની માંગમાં સતત વધારો થતા કુદરતી ડાયમંડની સરખામણીએ તેની માંગ વધી છે. તમને જાણીને નવાઇ લાગશે પરંતુ લોકો અસ્સલ હીરા કરતા લેબમાં તૈયાર ગ્રીન ડાયમંડની ડિમાન્ડ કરી રહ્યા છે. જેના કારણે આ હિરાઓ એટલે કે લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં 6 ગણો વધારો છે.