ETV Bharat / bharat

કોવેક્સિન કેવીરીતે કરશે કોરોનાથી રક્ષણ

રસી દર વર્ષે લાખો લોકોના જીવ બચાવે છે. રસી એ જીવાણુનો એક ભાગ હોય છે, જેને આપણું શરીર પારખી શકે છે અને રોગપ્રતિકારક પ્રતિસાદ વિકસાવે છે. આથી, જ્યારે તેમનો સામનો વાસ્તવિક જીવાણુ સાથે થાય છે, ત્યારે આપણા શરીરમાં તે સંક્રમણ સામે આપણું રક્ષણ કરવા માટે લડવૈયાઓ અગાઉથી સજ્જ હોય છે. આ વિષય પર વધુ જાણકારી મેળવવા માટે ETV ભારત સુખીભવની ટીમે ફાર્મા સ્ટ્રેટેજિક કન્સલ્ટન્ટ સ્વરૂપ પાન્ડા સાથે વાતચીત કરી હતી.

કોવેક્સિન
કોવેક્સિન
author img

By

Published : Feb 12, 2021, 10:56 PM IST

વર્તમાન સમયમાં કોરોનાની 50 કરતાં વધુ રસીઓની ટ્રાયલ ચાલી રહી છે. કોરોનાવાઇરસના કિસ્સામાં, જો આપણા શરીરમાં સ્પાઇક પ્રોટીન વિરૂદ્ધ એન્ટિબોડીઝ તરીકે ઓળખાતા લડવૈયા મોજૂદ હોય, તો આ બિમારી આપણને લાગુ પડવાની શક્યતા ઘણી જ ઓછી થઇ જાય છે. એન્ટિબોડીઝ બે રીતે ઉત્પન્ન કરી શકાય છે. એક તો, રસી આપીને, જે સ્પાઇક પ્રોટીનનો ભાગ હોય છે અથવા તો તે સ્વયં સ્પાઇક પ્રોટીન હોય છે અને બીજો ઉપાય છે સ્પાઇક પ્રોટીન કેવી રીતે તૈયાર કરવું તે અંગેની સૂચના આપવી અને પછી શરીરમાં સ્પાઇક પ્રોટીન ઉત્પન્ન થવા દેવું. રસીમાં મોજૂદ સ્પાઇક પ્રોટીન એટલું નબળું હોય છે કે, તેનાથી કોઇ બિમારી થઇ શકતી નથી. આમ, વ્યક્તિને જે રસી આપવામાં આવે, તેનાથી તેને બિમારી થતી નથી.

કોરોનાની રસી મેળવવાથી વ્યક્તિને કોરોનાની બિમારી લાગુ પડ્યા વિના તેના શરીરમાં એન્ટિબોડી રિસ્પોન્સ (પ્રતિસાદ) ઉત્પન્ન થાય છે અને આ રીતે રસીની મદદથી તેનું રક્ષણ થઇ શકે છે. સાથે જ તેના કારણે વ્યક્તિની આસપાસનાં લોકો અને ખાસ કરીને કોરોનાના કારણે ગંભીર બિમારીનું જોખમ ધરાવતા લોકોનું પણ રક્ષણ થઇ શકે છે.

દેશભરમાં હાથ ધરાયેલા અભ્યાસો સૂચવે છે કે, રસી લેવી સલામત છે અને તે શરીરમાં ચોક્કસ પ્રકારના એન્ટિબોડી ઉત્પન્ન કરીને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. રસીના ફાયદાની તુલનામાં તેની વિપરિત અસરો અત્યંત ઓછી અને ખાળી શકાય તેવી છે. વધુમાં, WHOના જણાવ્યા પ્રમાણે, તેઓ સલામતી વ્યવસ્થા ધરાવે છે, જે રસીના વપરાશની અધિકૃતતા આપવામાં આવે, તે પહેલાં સલામતી સંબંધિત વિવિધ માહિતી પર નજર રાખે છે. કોવેક્સિનનું 30,000 કરતાં વધુ વોલન્ટીયર્સ પર પરીક્ષણ કરવામાં આવ્યું છે, જે દેશમાં સૌથી ઊંચો આંકડો છે. આટલા વિશાળ ડેટાનું વિશ્લેષણ કરવામાં સમય લાગે છે. જોકે, ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાને આ રસીની અસરકારકતાની ખાતરી થઇ, ત્યાર બાદ જ તેણે તેના ઇમર્જન્સી ઉપયોગની પરવાનગી આપી છે. કોરોનાવાઇરસના પ્રસરણની કડીને તોડવા માટે રસીકરણ હાથ ધરવું અત્યંત જરૂરી છે.

કોવિડ-19ની રસી આપવાનો કાર્યક્રમ તબક્કાવાર અમલમાં મૂકાશે અને પ્રથમ તબક્કામાં નીચેની વ્યક્તિઓ પર ધ્યાન આપવામાં આવશેઃ

હેલ્થ કેર વર્કર્સ (HCWs): ICDS વર્કર્સ સહિત જાહેર અને ખાનગી હેલ્થ કેર સંસ્થાઓમાં કામ કરતા હેલ્થ કેર પ્રોવાઇડર્સ અને વર્કર્સ

ફ્રન્ટલાઇન વર્કર્સ (FLWs): રાજ્ય અને કેન્દ્રીય પોલીસ વિભાગનો સ્ટાફ, સશસ્ત્ર દળો, હોમ ગાર્ડ, જેલનો સ્ટાફ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના વોલન્ટીયર્સ અને સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન, મ્યુનિસિપલ કાર્યકરો અને કોવિડ-19 કન્ટેઇનમેન્ટ, સર્વિલન્સ અને સંબંધિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલા મહેસૂલ અધિકારીઓ.

સામાન્ય જનતાઃ પચાસ વર્ષ કરતાં મોટી વયની વ્યક્તિઓ અને પચાસ વર્ષ કરતાં નાની વયની હોય અને ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કેન્સર, ફેફસાંની બિમારી વગેરેથી પીડાતી હોય, તેવી વ્યક્તિઓ.

આ તબક્કામાં અંદાજે 30 કરોડ લોકોને આવરી લેવામાં આવશે, તેવી અપેક્ષા છે.

મુખ્યત્વે આ નિર્ણય હંમેશા જોખમ લાભ (રિસ્ક બેનિફિટ)ના મૂલ્યાંકન પર આધારિત હોય છે. ઉદાહરણ તરીકે, એરિયનગોન યુનિવર્સિટી સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લિનિકલ માઇક્રોબાયોલોજી, ઇમ્યુનોલોજી એન્ડ હાઇજીનના ડિરેક્ટરે (જેઓ રસીકરણ પરની સ્ટેન્ડિંગ કમિટિની સભ્ય પણ છે) જર્મન પ્રેસ એજન્સીને કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે, જો કોઇ વૃદ્ધ વ્યક્તિના કોરોનાવાઇરસના સંક્રમણને કારણે મૃત્યુ પામવાની 20 ટકા શક્યતા હોય અને તેની સાથે જ રસીકરણની ગંભીર આડઅસર થવાનું જોખમ દોઢ લાખે એક કે તેના કરતાં પણ ઓછું હોય, તો તેઓ આ જોખમ ઊઠાવશે.

નીચેની સ્થિતિમાં તમારે કોરોનાની રસી ન લેવી જોઇએઃ

જો તમે કોઇ પણ પ્રકારની એલર્જીની હિસ્ટ્રી ધરાવતા હોવ

તમને તાવ આવતો હોય

તમે બ્લીડિંગ ડિસોર્ડર ધરાવતા હોવ અથવા તો બ્લડ થિનર લઇ રહ્યા હોવ

તમે એવી દવા લઇ રહ્યા હોવ, જે તમારી રોગપ્રતિકારક વ્યવસ્થા પર અસર કરતી હોય

ગર્ભવતી મહિલા

સ્તનપાન કરાવતી મહિલા.

તમે કોરોનાની અન્ય રસી લીધી હોય.

રસીકરણ પર દેખરેખ રાખી રહેલા અધિકારી અથવા તો રસી મૂકનાર દ્વારા નક્કી કર્યા પ્રમાણે આરોગ્ય સંબંધિત અન્ય કોઇ ગંભીર બિમારી

રસી, તેની અસરકારકતા અને તેની સલામતી અંગે કોઇપણ પ્રકારની શંકા કે મૂંઝવણ હોય, તો તેવી સ્થિતિમાં હમેશા તમારા ફેમિલી ફિઝિશિયનની સલાહ લેવી જોઇએ.

સ્વરૂપ હાલમાં ડિફરન્શિએટેડ કસ્ટમર કરીયર જર્ની મોડેલ થકી ચાવીરૂપ ગ્રાહકો માટે મૂલ્યનું સર્જન કરવાના પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે, જેનો જાપાન અને APEC દેશોમાં અમલ થઇ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.