ETV Bharat / bharat

સૌથી ખખડી ગયેલી સિસ્ટમને કેવી રીતે સૌથી મજબૂત બનાવવામાં આવી

author img

By

Published : Jan 11, 2021, 10:34 PM IST

1995 પહેલાં કેરળની સરકારી શાળાના હજારો શિક્ષકો એવા હતા, જેમના માથે નોકરી ગુમાવવાની તલવાર લટકતી હતી. સરકારી શાળામાંથી વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી ના થાય તે માટે શિક્ષકો મથતા રહ્યા, પણ તેમની મહેનત વિફળ થતી રહી. વાલીઓમાં વધારે ફેશનબેલ ગણાતી, વધારે સારી સ્થિતિમાં રહેલી ખાનગી શાળાઓમાં સંતાનોને મૂકવાનો ચાલ ચાલ્યો હતો.

ખખડી ગયેલી સિસ્ટમ
ખખડી ગયેલી સિસ્ટમ

ન્યૂઝ ડેસ્ક: 1995 પહેલાં કેરળની સરકારી શાળાના હજારો શિક્ષકો એવા હતા, જેમના માથે નોકરી ગુમાવવાની તલવાર લટકતી હતી. સરકારી શાળામાંથી વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી ના થાય તે માટે શિક્ષકો મથતા રહ્યા, પણ તેમની મહેનત વિફળ થતી રહી. વાલીઓમાં વધારે ફેશનબેલ ગણાતી, વધારે સારી સ્થિતિમાં રહેલી ખાનગી શાળાઓમાં સંતાનોને મૂકવાનો ચાલ ચાલ્યો હતો. મધ્યમ વર્ગીય પરિવારો કરકસર કરીને પણ આ ખાનગી શાળાઓની તગડી કેપિટેશન અને વર્ગ ફી ભરતા રહ્યા.

તેના કારણે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા લાગી અને વર્ગ ખંડો બંધ થવા લાગ્યા અને શિક્ષકોને છુટ્ટા કરવાની નોબત આવી. શિક્ષકો આસપાસના પડોશ અને વિસ્તારોમાં ભરીને વાલીઓને વિનવણી કરતા રહ્યા કે તમારા બાળકોને સરકારી શાળામાં જ રાખો. સારું પરિણામ લાવવા માટે શિક્ષકોએ કોશિશ કરી અને સરકારી શાળાનું પરિણામ સુધરવા લાગ્યું, પરંતુ ખાનગી શાળા તરફનો પ્રવાહ અટકાવી શકાયો નહિ.

કેરળમાં સરકારી શાળાઓની સ્થિતિ આ રીતે કથળવા લાગી અને એવું લાગ્યું કે સમગ્ર શિક્ષણ તંત્ર ભાંગી પડશે. તે જ વખતે 2016માં પ્રવાહ પલટાયો અને સાડા વર્ષમાં જ ઉજળી બાજુ બહાર આવી. નીતી આયોગે 2019માં જાહેર કરેલા રાજ્યોની શિક્ષણ અંગેની સ્થિતિના અહેવાલમાં કેરળની સરકારી શિક્ષણ વ્યવસ્થાને દેશની સર્વશ્રૈષ્ઠ જાહેર કરવામાં આવી.

કેરળ સરકારે કેવી રીતે શિક્ષણને સુધાર્યું

કેરળના શિક્ષણ પ્રધાન પ્રોફેસર સી. રવિન્દ્રનાથે 2016માં 'જાહેર શિક્ષણ પુનઃચેતના મિશન'ની શરૂઆત કરી. મિશનનો હેતુ કેરળની સરકારી શાળાના શિક્ષણને સૌથી ઉત્તમ બનાવવાનો અને કેરળમાં કોઈ પછાત ના રહી જાય તે જોવાનો હતો. છેલ્લા સાડા વર્ષમાં તેના જોરદાર પરિણામો પણ જોવા મળ્યા છે.

શિક્ષણ સુધારણાના મિશનની શરૂઆત સાથે સરકારે અનેક કાર્યક્રમો આરંભ્યા. IT@School પ્રોજેક્ટ 2001-02થી ચાલી રહ્યો હતો, તેને નવેસરથી સુધારીને લોન્ચ કરવામાં આવ્યો. તેનું નામ હવે કેરળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ટેક્નોલૉજી ફૉર એજ્યુકેશન (KITE) રાખવામાં આવ્યું. કેરળના શિક્ષણ મંત્રાલયે વિશેષ હેતુઓ સાથેની કંપની તરીકે KITEની રચના કરી હતી અને તેના માથે મોટી જવાબદારી નાખી હતી. સમગ્ર કેરળની 15,000થી વધુ સરકારી શાળાઓમાં ICT સાથેની શૈક્ષણિક પ્રવૃત્તિઓ કઈ રીતે કરી શકાય તેનો સમગ્ર કાર્યક્રમ ઘડી કાઢીને તેનો અમલ કરવાની જવાબદારી તેના પર નાખવામાં આવી હતી.

KITE પ્રથમ એવી સ્પેશિયલ પરપઝ વેહિકલ કંપની હતી, જેમાં કેરળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જ ઇન્વેસ્ટમેન્ટ ફંડ બોર્ડ (KIIFB) તરફથી ફંડ રોકવામાં આવ્યું હતું. 'જાહેર શિક્ષણ પુનઃચેતના મિશન'ના સુચારી અમલ માટે KITE તરફથી સમગ્ર કન્ટેન્ટ પોર્ટલ શરૂ કરાયું. સંપૂર્ણ સ્કૂલ મેનેજમેન્ટ સોફ્ટવેર તૈયાર કરાયું અને SchoolWiki શરૂ કરવામાં આવી. રાજ્યભરની 15000 શાળાઓને તેની સાથે જોડવામાં આવી, જેથી અભ્યાસ માટેની ઉત્તમ સામગ્રી સૌ સહકારથી સર્જી શકે. KITE તરફથી 'Victers' Channel' એવા નામે ટીવી ચેનલ પણ શરૂ કરવામાં આવી. દેશની આ પ્રથમ સંપૂર્ણપણે શૈક્ષણિક ચેનલ હતી. કોવીડ લૉકડાઉન વખતે શિક્ષણને ઓનલાઇન કરવાની ફરજ પડી ત્યારે આ ચેનલ સૌથી ઉપયોગી સાબિત થઈ હતી.

લીટર કાઇટ્સ આઈટી ક્લબ એવો કાર્યક્રમ KITE તરફથી શરૂ થયો, જેમાં બાળકોને પાંચ ક્ષેત્રોની વિશેષ તાલીમ આપવામાં આવતી હતી. એનિમેશન, સાયબર સેફ્ટી, હાર્ડવેર, ઇલેક્ટ્રોનિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ અને મલયાલમમાં કમ્પ્યુટિંગ માટેની તાલીમ તેમાં આપવામાં આવતી હતી. એક લાખથી વધુ વિદ્યાર્થીઓને તેનો લાભ મળવા લાગ્યો હતો. KITE દ્વારા ICT માટે આ રીતે કરાયેલી પહેલને કારણે રાજ્યના દોઢ લાખથી વધુ શિક્ષકો અને 50 લાખથી વધુ વિદ્યાર્થીઓને ફાયદો થયો.

છોકરા છોકરીના ભેદ નાબુદ કરવા પર વિશેષ ભાર

શિક્ષણને પુનઃચેતનવંતુ કરવાના મિશનના ભાગરૂપે વિશેષ કાર્યક્રમ શરૂ કરાયો હતો, જેથી છોકરા છોકરી વચ્ચે ભેદભાવ ના રહે. બાળકોમાં આ માટેની જાગૃતિ ફેલાવવામાં આવી હતી. કન્યાઓને સહાયરૂપ થવા માટે GET-UP એવા નામે કાર્યક્રમ શરૂ થયો હતો. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કન્યાઓને સહાય માટે આ કાર્યક્રમ ઘડાયો હતો. શાળામાં અભ્યાસ કરતી કન્યાઓ જૂથ ચર્ચાઓ કરે, સાથે મળીને વિવિધ પ્રવૃત્તિઓ કરે અને છોકરા છોકરી વચ્ચેના ભેદને નાબદુ કરવા માટે શું કરી શકાય તે માટે પહેલ કરે તે માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું. છોકરા છોકરી સમાનતાના વિષય સાથે શાળાના વાર્ષિક કાર્યકમો કન્યાઓ તૈયાર કરે તે માટે પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું.

સ્થાનિક શાળાઓ સાથે સ્થાનિક સમુદાયોની ભાગીદારી

સરકારી શાળાના ભણતરમાં સુધારા માટે જાહેર જનતાને પણ તેમાં ભાગીદાર બનાવાઈ તે પગલું સૌથી ઉપયોગી સાબિત થયું હતું. તેના કારણે સ્થાનિક સમુદાયને સરકારી શાળા આપણી પોતાની છે તેવું લાગ્યું. સરકારી શાળાના શિક્ષણ સાથે જાહેર જનતા પણ જોડાઈ શકે તે માટેના વિશેષ કાર્યક્રમો કરવામાં આવ્યા. સરકારી શાળાનું સ્તર સુધરે તે માટે પ્રથમ તો KIIFB તરફથી ભંડોળ પૂરું પાડીને સુવિધાઓ સુધારવામાં આવી. તે પછીના તબક્કે જનતાને તેમાં સગભાગી બનાવીને શાળાના શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવામાં આવ્યો.

શાળાઓ માટે KIIFBના ફંડ ઉફરાંત સ્થાનિક પંચાયતો, પાલિકા અને જિલ્લા પંચાયતોમાંથી પણ ફંડની વ્યવસ્થા કરવામાં આવી. સાંસદો અને ધારાસભ્યોને વિકાસના કાર્યો માટે આપવામાં આવતી ગ્રાન્ટનો ઉપયોગ પણ શાળાની સ્થિતિ સુધારવા માટે કરવામાં આવ્યો. આ રીતે સરકારી શાળાઓની સ્થિતિ સુધારવામાં આવી.

વિદ્યાર્થીઓની પસંદગીના માધ્યમમાં શિક્ષણ

સરકારી શાળાઓમાં અંગ્રેજીનું શિક્ષણ બહુ નબળું હતું, તેના કારણે વાલીઓ બાળકોને ખાનગી શાળાઓમાં મૂકવા પ્રેરાયા હતા. સરકારી શાળાઓને પુનઃચેતનવંતી કરવાના અભિયાનના ભાગરૂપે સરકારી શાળામાં એક જ સ્થળે એકથી વધુ ભાષામાં શિક્ષણની વ્યવસ્થા કરાઈ. વિદ્યાર્થીઓ હવે માતૃભાષા અથવા અંગ્રેજી માધ્યમમાં ભણતર માટેનો વિકલ્પ પસંદ કરી શકતા હતા. આ રીતે કેરળની મોટા ભાગની શાળામાં મલયાલમ અને અંગ્રેજી બંને માધ્યમથી શિક્ષણ ઉપલબ્ધ બન્યું છે.

સરકારી શાળામાં પણ અંગ્રેજી માધ્યમ શરૂ કરવાના કારણે, મલયાલમ માધ્યમના વર્ગોને પણ ફાયદો થયો. સાથે જ અભ્યાસક્રમમાં પણ યોગ્ય ફેરફારો કરવામાં આવ્યા, જેથી કેરળની શાળામાં તૈયાર થયેલો વિદ્યાર્થી દુનિયામાં ક્યાંય પણ સ્પર્ધા કરી શકે.

વિદ્યાર્થીઓના હિતનો વિચાર

સરકારી શાળામાં પ્રવેશ મેળવાનારા વિદ્યાર્થીઓના હિતનો વિચાર આ રીતે કેરળ સરકારે કર્યો અને શિક્ષણ તંત્રમાં સુધારો કર્યો. 8 ધોરણ સુધી બધા વિદ્યાર્થીઓને મફતમાં યુનિફોર્મ અપાય છે. એસસી અને એસટી કન્યાઓને 10 ધોરણ સુધી ગણવેશ પૂરો પાડવામાં આવે છે. શાળાના બાળકોનો યુનિફોર્મ હાથવણાટના કાપડમાંથી તૈયાર કરાયો, જેના કારણે રાજ્યની હાથસાળને પણ ફાયદો થયો.

મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ દૂધ અને ઈંડા સહિતનો પૌષ્ટિક ખોરાક પૂરો પડાયો. 8 ધોરણ સુધી પાઠ્યપુસ્તકો પણ મફતમાં આવે્ છે. બાળકોએ ઓછો વજન ઊંચકવો પડે તે માટે પાઠ્યપુસ્તકોને બે ભાગમાં વહેંચી નખાયા હતા. શાળા ખૂલે તે પહેલાં જ પુસ્તકો બાળકોને આપી દેવાતા હતા.

આ રીતે હવે માળખાકીય સુવિધાઓ અને શિક્ષણની ગુણવત્તા બંને રીતે કેરળની સરકારી શાળાઓ કોઈ પણ ઇન્ટરનેશનલ સ્કૂલની બરોબરી કરી શકે તેવી સ્થિતમાં આવી ગઈ છે. સરકારી શાળામાં ફરીથી વાલીઓ પોતાના બાળકોને મૂકવા લાગ્યા છે, તેના પરથી જ આ કાર્યક્રમને મળેલી સફળતાનો અંદાજ આવી જાય છે.

2021ના વર્ષ માટે કેરળની સરકારી શાળાઓમાં દાખલ થયેલા વિદ્યાર્થીઓ: 1.75 લાખ

2019-20માં સરકારી શાળામાં નવી ભરતી: 1.63 લાખ

છેલ્લા ચાર વર્ષમાં વિદ્યાર્થીઓને પ્રવેશની સંખ્યા: 6.8 લાખ

છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ પ્રવેશ: ધોરણ પાંચમાં

ગયા વર્ષે નિમાયેલા નવા શિક્ષકો: 1506

વર્ગ ખંડો બંધ થવાથી નોકરી ગુમાવનારા ને હવે પુનઃ નોકરીએ લેવાયેલા શિક્ષકોની સંખ્યા: 4000

ICT સુવિધાઓ માટે ફંડ મેળવનારી કેરળની સરકારી શાળાઓની સંખ્યા: 16,009

લેપટોપઃ 1,19,051

પ્રોજેક્ટર્સઃ 69,945

માઉન્ટિંગ એસેસરિઝઃ 43,250

સ્ક્રિન્સઃ 23,098

ટીવી સેટ્સઃ 4545

પ્રિન્ટર્સઃ 4609

કેમેરાઃ 4578

વેબ કેમેરાઃ 4720

સ્પીકર્સઃ 1,00,439

- કે. પ્રવીણ કુમાર, ન્યૂઝ કોઓર્ડિનેટર (કેરળ)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.