ETV Bharat / bharat

Keral news : સર્જરી બાદ આઈસીયુમાં દાખલ મહિલા દર્દીનું જાતીય શોષણ, હોસ્પિટલ કર્મચારીની ધરપકડ - જાતીય શોષણના આરોપમાં હોસ્પિટલ કાર્યકરની ધરપકડ

કેરળના કોઝિકોડમાં મેડિકલ કોલેજ હોસ્પિટલમાં શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. જાતીય શોષણના આરોપમાં હોસ્પિટલ કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. તેના પર આરોપ છે કે જ્યારે મહિલા સર્જરી બાદ બેભાન હતી ત્યારે તેનું યૌન શોષણ કર્યું હતું.

Hospital attendant arrested in Kozhikode Medical College Hospital for molesting a woman after surgery
Hospital attendant arrested in Kozhikode Medical College Hospital for molesting a woman after surgeryHospital attendant arrested in Kozhikode Medical College Hospital for molesting a woman after surgery
author img

By

Published : Mar 20, 2023, 10:04 PM IST

કેરળ: કોઝિકોડ મેડિકલ કોલેજ હોસ્પિટલના એક કર્મચારીની મહિલા દર્દીનું યૌન શોષણ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. મહિલાએ સર્જરી કરાવી હતી. ત્યારબાદ આ ઘટના બની હતી. આરોપીની ઓળખ શશિન્દ્રન (55) તરીકે થઈ છે. શશિન્દ્રન પર આરોપ છે કે થાઈરોઈડ સર્જરી બાદ મહિલા સર્જિકલ આઈસીયુ પાસે આરામ કરી રહી હતી. ત્યારે તેણે તેની સાથે યૌન શોષણ કર્યું હતું. મહિલાએ આપેલી માહિતીના આધારે મેડિકલ કોલેજ પોલીસે કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: Karnataka News: કર્ણાટકની સરકારી હોસ્પિટલમાં મહિલા દર્દી પર દુષ્કર્મ, આરોપીની ધરપકડ

મહિલા દર્દીનું જાતીય શોષણ: સર્જરી પછી મહિલા આરામ કરી રહી હતી. અચાનક તેને લાગ્યું કે કોઈ તેના શરીરને સ્પર્શ કરી રહ્યું છે. હોશમાં આવ્યા પછી મહિલાએ નર્સને જાણ કરી પરંતુ તેમને કહેવામાં આવ્યું કે ડરવાનું કંઈ જરૂર નથી. ફરિયાદ મુજબ સાંજે તબીબને ફરિયાદ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. ડોક્ટરની સલાહ પર મહિલાના સંબંધીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ પુરુષ કર્મચારી વિરુદ્ધ બે ફરિયાદ નોંધાઈ ચૂકી છે. સ્વાસ્થ્ય પ્રધાને વીણા જ્યોર્જે ઘટનાની વિગતવાર તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો: સમીના ડોકટર પિતા-પુત્રએ ક્લિનિકમાં મહિલા દર્દી સાથે આચર્યુ દુષ્કર્મ, નોંધાઇ પોલીસ ફરિયાદ

મહિલાઓ વિરુદ્ધ વધી રહ્યા છે ગુનાઃ અગાઉ 13 માર્ચે કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં એક મહિલાની જાતીય સતામણીનો મામલો સામે આવ્યો હતો. પરંતુ પોલીસે સમયસર કાર્યવાહી કરી ન હતી. મહિલાની ફરિયાદ છે કે તેણે તરત જ પેટ્ટા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેનું કહેવું છે કે પોલીસે તેને પોલીસ સ્ટેશન આવીને પોતાનું નિવેદન આપવા કહ્યું. ગયા વર્ષે 26 ઓક્ટોબરે સવારે લગભગ પાંચ વાગ્યે, ત્રિવેન્દ્રમ મ્યુઝિયમ સંકુલમાં એક મહિલા ડૉક્ટર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેણે હંગામો મચાવ્યો હતો. કેરળની રાજધાનીમાં મહિલાઓ વિરુદ્ધ સતત હિંસાને કારણે તે સ્કેનર હેઠળ છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.