સોનીપતઃ હરિયાણામાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં કોઈ ઘટાડો થયો નથી. દરરોજ બળાત્કાર, છેડતી, હત્યાના કિસ્સાઓ ક્યાંકને ક્યાંક સામે આવતા રહે છે. હવે સોનીપતમાં હોરર કિલિંગનો મામલો (horror killing in sonipat) સામે આવ્યો છે જ્યાં એક પિતાએ ખોટા અભિમાન માટે પોતાની સગીર પુત્રીની હત્યા (sonipat father killed daughter ) કરી નાખી છે. હોરર કિલિંગનો આ કિસ્સો સોનીપતના ભડાના ગામમાંથી સામે આવ્યો છે જ્યાં એક પિતાએ તેની સગીર પુત્રીનું ગળું દબાવીને હત્યા કરી હતી.
આરોપી પિતા કસ્ટડીમાં: પોલીસને માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સગીર બાળકીના મૃતદેહનો કબજો લીધો હતો.મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોનીપતની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. સાથે જ પોલીસે કેસ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી પિતાને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભડાણા ગામે ઘરમાં એક સગીર બાળકીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયાની માહિતી પોલીસને મળી હતી. જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
પિતાએ પુત્રીનું ગળું દબાવીને કરી હત્યા : યુવતીના પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે, સગીરનું મોત સીડી પરથી પડી જવાથી થયું છે. આ પછી પોલીસે લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે જનરલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જેમાં પ્રાથમિક તપાસમાં બાળકીનું મોત ગળુ દબાવવાથી થયું હોવાનું બહાર આવ્યું હતુ. જેના આધારે પોલીસે કિશોરીના પિતા સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે છોકરીને ગામના જ એક છોકરા સાથે પ્રેમ સંબંધ હતો. જે અંગે પરિવારજનોને જાણ થઈ હતી. જે બાદ આરોપી પિતાએ સગીર પુત્રીનું ગળું દબાવીને હત્યા કરી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં ઓનર કિલિંગ, ભરુચમાં ભાઈએ કરી બહેનની હત્યા
હોરર કિલિંગનો મામલો: આ કેસની તપાસ કરી રહેલા એએસપી દીપ્તિ ગર્ગે કહ્યું કે, આજે સવારે તેમને માહિતી મળી હતી કે ભડાના ગામમાં ગઈકાલે રાત્રે ઘરમાં એક સગીર બાળકીનું મૃત્યુ થયું છે. જે બાદ જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો પરિજનોએ જણાવ્યું કે તેનું મોત સીડી પરથી પડી જવાથી થયું છે. જ્યારે બાળકીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે તેનું મોત ગળું દબાવવાથી થયું હોવાનું બહાર આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ હોરર કિલિંગનો મામલો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે યુવતીના પિતા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. હાલ બાળકના પિતાની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.