અમદાવાદ : 28 ફેબ્રુઆરી 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે,કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારું રહેશે. કાર્યક્ષેત્રમાં બધી 12 રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યાં હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: આજનું વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. વર્તમાન દિવસે સ્વકેન્દ્રી વલણ છોડીને બીજાનો વિચાર કરવાની આપને સલાહ છે. આજે ઘર પરિવાર કે કાર્યના ક્ષેત્રે આપે સમાધાનકારી વલણ અપનાવવું પડશે. વાણી પર કાબુ નહીં હોય તો કોઇની સાથે વાદવિવાદ કે મનદુ:ખ ઉભું થવાનો યોગ છે. ભોજન અને ઉંઘ સમયસર તેમજ પૂરતા પ્રમાણમાં લેવાની સલાહ છે. ખર્ચ પર અંકુશ રાખવાથી નાણાંનો વ્યર્થ વડફાટ અટકાવી શકશો. નાણાંના પ્રશ્ને સાવધ રહેવાનું સુચન છે.
વૃષભ: આજનું વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આપ આપની આર્થિક જવાબદારીઓ તરફ ધ્યાન આપશો અને તે આયોજન પણ કરી શકો. આર્થિક લાભ થવાની શક્યતા છે. તનમનના ઉત્સાહ અને વિચારોની સ્થિરતાને કારણે આપના બધા કામ સારી રીતે પાર પડે. આજે મનોરંજન, સૌંદર્ય પ્રસાધનો, આભૂષણો વગેરે પાછળ ખર્ચ થાય. કુટુંબીજનો સાથે આનંદથી સમય પસાર કરી શકશો. દાંપત્યજીવનમાં આનંદ રહેશે.
મિથુન: આજનું વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આજે આપની વાણી અને વર્તનના કારણે ગેરસમજ ટાળવા માટે તેમાં પારદર્શકતા અને સ્પષ્ટતા રાખવાની સલાહ છે. મનમાં આવેશ અને ઉગ્રતાની લાગણી આવી જાય તો મન કોઈ અન્ય દિશામાં ફેરવવાનો પ્રયાસ કરવો જેથી સ્થિતિ અંકુશમાં રહે. આરોગ્ય સાચવજો. ખાસ કરીને આંખોના દર્દથી પરેશાની અનુભવાય. આકસ્મિક ઈજાથી બચવા ધીરજ રાખવી. પરિવારજનો તેમજ પુત્ર સાથે પ્રેમ અને હૂંફ વધારવાનો પ્રયાસ કરવો. નાણાની આવક ઓછી અને ખર્ચ વધારે થાય તેવી શક્યતા હોવાથી અગાઉથી નાણાંનું આયોજન કરવું. ઇશ્વરનું નામસ્મરણ અને આધ્યાત્મિકતા મનના ભારને હળવો કરશે.
કર્ક: આજનું વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આજનો દિવસ આપના માટે લાભકારી હોવાનું જણાઈ રહ્યું છે. નોકરી ધંધામાં પણ લાભના સંકેત છે. મિત્રવર્તુળ સાથે આનંદમાં સમય ગુજારો. સ્ત્રી મિત્રો, પ્રેયસી સાથે રોમાંચક ક્ષણો વીતાવો. લગ્નયોગ છે તેથી અપરિણિતોના લગ્ન નક્કી થાય. આવકના સાધનો વધે. આકસ્મિક ધનપ્રાપ્તિ થાય. એકાદ મનોરમ સ્થળ પર પ્રવાસ પર્યટનનું આયોજન કરશો. આર્થિક આયોજનો સફળતાપૂર્વક કરી શકો. ઉત્તમ સ્ત્રી સુખ મળે.
સિંહ: આજનું વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દશમ ભાવમાં છે. દૃઢ આત્મવિશ્વાસ અને મનોબળથી આપ દરેક કાર્ય આજે સફળતાપૂર્વક પાર પાડી શકશો. વ્યવસાયક્ષેત્રે આપની બુદ્ધિ પ્રતિભા ઝળકી ઉઠે. નોકરીમાં બઢતીના યોગ ઉભા થાય. ઉપરી અધિકારીઓને આપ આપના કામથી પ્રભાવિત કરી શકો. પિતા તરફથી લાભ થાય. જમીન મિલકત, વાહન સંબંધી કાર્યો ખૂબ સરળતાથી પાર પડશે. સરકારી કામકાજોમાં સફળતા મળે. ગૃહસ્થજીવનમાં મધુરતા રહે.
કન્યા: આજનું વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી નવમ ભાવમાં છે. આપનો આજનો દિવસ આનંદદાયક પસાર થાય. આર્થિક લાભની સાથે સાથે વિદેશ વસતા સગાં સંબંધીઓના સમાચાર મળવાથી આપનું મન પ્રફુલ્લિત રહે. ધાર્મિક કાર્ય કે ધાર્મિક યાત્રા પાછળ ખર્ચ કરીને ધન્યતા અનુભવશો. ભાઇ બહેનોથી લાભ થવાની શક્યતા રહે. પરદેશ જવા ઇચ્છતા લોકોને વિદેશગમન માટે અનુકૂળ સંજોગો સર્જાય.
તુલા: આજનું વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. કોઇપણ નવા કાર્યોનો શુભારંભ કરવાનું શક્ય હોય તો ટાળવું અથવા અત્યંત કાળજીપૂર્વક અને બીજાના માર્ગદર્શન સાથે આગળ વધવું. બોલવામાં તથા વર્તનમાં સૌમ્ય અને વ્યવહારુ રહેવું, નહીં તો ગેરસમજના ભોગ બનશો. હિતશત્રુઓ નુકસાન કરવાનો પ્રયાસ કરી શકે છે માટે સતર્કતા દાખવવી. આજે આપનું સ્વાસ્થ્ય સામાન્ય રહે. એમ છતાં આધ્યાત્મિક સાધના- સિદ્ધિ માટે આજે ઉત્તમ દિવસ છે. ગૂઢ વિદ્યા તરફ આપનું આકર્ષણ વધશે. ઉંડા ચિંતન દ્વારા મનની શાંતિ પ્રાપ્ત કરી શકો.
વૃશ્ચિક: આજનું વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આપના આજના દિવસ દરમ્યાન મનોરંજન, મિલન- મુલાકાત અને હરવું ફરવું પ્રથમ સ્થાને હશે. આજે આપ રોજિંદી ધરડેથી મુક્ત થઇને પોતાના માટે થોડોક સમય ફાળવી શકશો. મિત્રો સાથે હરવું ફરવું, પ્રવાસ પર્યટન તેમજ બહાર જવાનો પ્રસંગ ઉભો થાય. સારું ભોજન અને નવા વસ્ત્ર પરિધાન આપના મનને આનંદિત રાખશે. વેપાર ધંધા અને ભાગીદારીમાં લાભ થાય. જાહેર ક્ષેત્રમાં માનસન્માન વધે . વિજાતીય પાત્રો પરત્વે આકર્ષણ થાય. લગ્નસુખ શ્રેષ્ઠ રહેશે.
ધન: આજનું વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આજનો દિવસ આપના માટે અનુકૂળ હોવાનું જણાઈ રહ્યું છે. ઘરમાં પ્રસન્નતાનું વાતાવરણ છવાયેલું રહે. આજે આપ શરીર અને મનથી સ્વસ્થતા અને તાજગીનો અનુભવ કરશો. નોકરી વ્યવસાયના સ્થળે અનુકૂળ વાતાવરણ સર્જાશે. આપને જોઇતો સાથ સહકાર મળી રહેશે. મોસાળ પક્ષ તરફથી સમાચાર આવે. આજે પ્રતિસ્પર્ધીઓ સામે આપને વિજય મળશે.
મકર: આજનું વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પંચમ ભાવમાં છે. આજે આપનું મન કેટલાક વિચારોમાં અટવાયેલું રહેશે. મનમાં કોઇ ચોક્કસ નિર્ણય લેવાનો અભાવ વર્તાશે અને આપ સુવિધાઓમાં અટવાયા કરશો. તેથી મહત્ત્વનો કોઇ નિર્ણય લેવો હોય તો તે લેવાનું આજે ટાળશો. ઘરમાં વડીલ વર્ગની તબિયતની વધુ કાળજી લેવી પડશે, તો ઓફિસમાં ઉપરી અધિકારીઓ સાથે મહત્વના મુદ્દે ચર્ચા કરવાનું ટાળજો. સંતાનો સાથે મતભેદ ટાળીને તેમને પોતાની વાત શાંતિ અને ધીરજથી સમજાવજો. તેમના આરોગ્યની પણ વધુ સંભાળ લેવી. પ્રતિસ્પર્ધીઓ સાથે વાદવિવાદ ટાળવો.
કુંભ: આજનું વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આજે આપનું મન વધુ પડતી સંવેદના અને લાગણીઓમાં ડૂબેલું રહે. પરિણામે આપની માનસિક સ્વસ્થતા ઓછી રહે. આ સ્થિતિમાં તમે મેડિટેશનનો સલાહો લઈ શકો છો. ધાર્મિક પ્રવૃત્તિ પણ તમારી માનસિક શાંતિ વધારશે. વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિમાં સફળતા મળે. આર્થિક આયોજનો સારી રીતે પાર પડે. સ્ત્રીઓને સૌંદર્ય અને શણગારના સાધનો પાછળ નાણાં ખર્ચ થાય. જમીન, વાહન, મકાન વગેરેના દસ્ત્ાવેજો કરતી વખતે ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. સ્વભાવમાં જીદ્દીપણું ન રાખવું.
મીન: આજનું વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી તૃતીય ભાવમાં છે. અગત્યના નિર્ણયો માટે આજે દિવસ સારો છે. આપની રચનાત્મક શક્તિઓમાં વધારો થશે. વિચારોમાં દૃઢતા અને સ્થિરતા હોવાથી આપ ખુબ સારી રીતે કામ કરી શકો. આપના જીવનસાથી જોડેનું સાનિધ્ય વધારે ગાઢ બને. દોસ્તો અને પ્રવાસ પર્યટન સ્થળની મુલાકાત લેવાય. ભાઇભાંડુઓ સાથેની નિકટતા વધશે. જાહેરમાં માન- સન્માન પ્રતિષ્ઠા વધશે.