અમદાવાદ : 22 ફેબ્રુઆરી 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે,કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારું રહેશે. કાર્યક્ષેત્રમાં બધી 12 રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યાં હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ આજના દિવસ દરમ્યાન વિશેષ રહે. મનમાં દ્વિધા રહેવાથી ચોક્કસ નિર્ણય પર નહીં આવી શકો. નાણાંની લેવડદેવડ કે આર્થિક વહેવાર ન કરવાની સલાહ છે. શારીરિક અને માનસિક બેચેનીનો અનુભવ કરશો. ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. વિદેશ વસતા સ્નેહીજનના સારા સમાચાર મળે.
વૃષભ: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. વેપારમાં વૃદ્ધિ થવા સાથે વેપાર અંગેના સોદાઓ લાભદાયી નીવડશે. આવકના સાધનોમાં વધારો થાય. વડીલો તેમજ મિત્રવર્તુળથી લાભ અને સુખદ ક્ષણોનો અનુભવ મળશે. દાંપત્યજીવનમાં સંતોષ અને આનંદ રહે. પર્યટનનું આયોજન થશે. મહિલા વર્ગ તરફથી લાભ અને માનસન્માન પ્રાપ્ત થાય. લગ્નયોગ છે. સંતાનોના શુભ સમાચાર મળે.
મિથુન: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. શારીરિક અને માનસિક સુખાકારી જળવાશે. નોકરી વ્યવસાયમાં આપની મહેનતનું વળતર મળતું જણાય. અધિકારીવર્ગના પ્રોત્સાહનથી આપનો ઉત્સાહ વધશે. સામાજિક ક્ષેત્રે પ્રતિષ્ઠા વધશે. કૌટુંબિક માહોલ આનંદમય રહેશે. પિતાથી લાભ થાય. સરકારી કાર્યો પૂર્ણ થવામાં સરળતા રહેશે. દાંપત્યજીવનમાં સુખ અને આનંદ અનુભવશો.
કર્ક: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. તન મનની સુખાકારી સાથે ભાગ્યવૃદ્ધિનો એકાદો પ્રસંગ આપની પ્રસન્નતામાં વધારો કરશે. વિદેશથી શુભ સમાચાર મળે. ધાર્મિક કાર્ય, દેવદર્શન અને યાત્રાધામની મુલાકાતથી આનંદ થશે. કુટુંબીજનો સાથે સારી રીતે સમય પસાર કરશો, વિદેશગમન કરવા ઇચ્છતા લોકોને સફળતા મળશે. આકસ્િમક ધનલાભની શક્યતા સાથે નોકરિયાતોને પણ લાભ થવાની સંભાવના જણાઈ રહી છે.
સિંહ: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ મધ્યમ ફળદાયી નીવડશે. આજે નિર્ધારિત કાર્ય કરવા તરફ પ્રેરાઓ અને એ બાબતમાં પ્રયાસ કરો. આજે આપનું વલણ ન્યાયપૂર્ણ રહેશે. આપ ધાર્મિક અને માંગલિક કાર્યોમાં પ્રવૃત્ત રહો. ધાર્મિક પ્રવાસનું આયોજન પણ થાય. ગુસ્સાનું પ્રમાણ વધુ રહે. વિદેશ વસતા સ્વજનોના સમાચાર મળે. થોડીક માનસિક અશાંતિ રહે. વ્યવસાયમાં તકલીફ ઉભી થાય.
કન્યા: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. સામાજિક અને જાહેર ક્ષેત્રે આપની ખ્યાતિમાં વધારો થાય. આપ સુંદર વસ્ત્રો અને આભૂષણોની ખરીદી કરો. વિજાતીય વ્યક્તિઓ સાથે પરિચય તેમજ પરિણય થાય. વાહનસુખ મળે. જાહેર જીવનમાં માન પ્રતિષ્ઠાની વૃદ્ધ થાય. પત્ની અને ભાગીદારો સાથેના સંબંધો સારા રહે. પતિ- પત્ની વચ્ચેના સંબંધોમાં ઘનિષ્ઠા વધે.
તુલા: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. આજે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ છવાયેલું રહે. જેના કારણે આપને પણ પ્રસન્ન લાભ થાય. નોકરીમાં સહકર્મચારીઓ સાથે સહકારથી કાર્ય થાય. કામમાં યશ મળે. મોસાળ પક્ષ તરફથી કોઇ સમાચાર મળે. પ્રતિસ્પર્ધીઓથી વિજય થાય.
વૃશ્ચિક: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આજે યાત્રા પ્રવાસનું આયોજન શક્ય હોય તો ટાળવાની સલાહ આપવામાં આવે છે, આરોગ્ય અંગે ચિંતિત રહેશો. તમારી પ્રતિષ્ઠા વધારવાની વધુ પડતી ઝંખના રાખવાના બદલે યથાસ્થિતિ જાળવી રાખશો તો વધુ ફાયદામાં રહેશો. જોકે નાણાકીય આયોજન માટે સમય સારો છે. બૌદ્ધિક ચર્ચા કે વાદ- વિવાદના પ્રસંગે તેમાં ભાગ ન લેવાની સલાહ છે. શેર સટ્ટાનું પ્રલોભન નુકસાન પહોંચાડી શકે છે.
ધન: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આજે આપને વધુ પડતી સંવેદનશીલતાના કારણે અને ઘરેલુ બાબતોને લઇને માનસિક તાણ ઉભી થવાની શક્યતા છે. શક્ય હોય ત્યાં સુધી અતિ લાગણીશીલ થવાનું ટાળજો અને દરેક બાબતને વ્યવહારુ અભિગમથી જોવી. આરોગ્યની બાબતમાં પણ આજનો દિવસ થોડી કાળજી લેવી પડશે તેવા સંજોગો બની રહ્યા છે. અનિદ્રાની તકલીફ હોય તો અત્યારે આરામ પર વધુ ધ્યાન આપવું.
મકર: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આજે આપ રણનીતિમાં શત્રુઓને મ્હાત કરશો, નવા કાર્યના આરંભ માટે તૈયાર રહે, સફળતા મળશે, આપ દરેક કામ તન મનથી સ્વસ્થ રહીને કરશો. વેપાર ધંધામાં લાભ થાય. શેર સટ્ટામાં રોકેલા નાણાં લાભ અપાવશે. મિત્રો, સ્વજનો અને ભાઇ- બહેનો સાથે સુમેળ રહેશે. મનની મૂંઝવણ ઉકેલાશે. વિદ્યાર્થીઓને જ્વલંત સિદ્ધિ હાંસલ થશે.
કુંભ: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. મનમાં દ્વિધાઓ ઉભી થતાં આપ ચોક્કસ નિર્ણય પર નહીં આવી શકો. અગત્યના નિર્ણયો લેવામાં આજે જરૂર પડે તો બીજાની સલાહ લઈ શકો છો. વાણી પર સંયમ રાખશો તો કુટુંબીજનો સાથે કોઈપણ પ્રકારના તણાવની સ્થિતિ ટાળવી શકશો. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થશે. આરોગ્યની પણ સંભાળ લેવાની સલાહ છે. વિદ્યાર્થીઓ માટે મધ્યમ સમય છે. નકારાત્મક વિચારો મનમાંથી હટાવી દેવાની સલાહ છે.
મીન: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આનંદ ઉત્સાહ ભર્યો દિવસ રહે. કુટુંબમાં હર્ષોલ્લાસનું વાતાવરણ રહે. ઘરમાં કોઇ માંગલિક પ્રસંગનું આયોજન થાય. નવા કાર્યનો આરંભ કરવા માટે શુભ દિવસ છે. સગાં સ્નેહીઓ અને મિત્રો સાથે મિલન મુલાકાત થાય. તેમની સાથે બહાર ભોજન લેવાનો કે ફરવા જવાનો પ્રસંગ ઉભો થાય. પ્રવાસ યાત્રા શક્ય બને. ધન લાભ થાય. તન મનથી પ્રફુલ્લિત રહેશો. આશીર્વાદી આપની સાથે છે.