- હોળીના તહેવારે ગોરખનાથ મંદિર ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો
- રંગોના આ મહાપર્વની પ્રત્યેક ક્ષણને સંપૂર્ણ નિષ્ઠાથી ઉજવે
- યોગી આદિત્યનાથના શિષ્યોએ તેમના આશીર્વાદ મેળવ્યા
ઉત્તરપ્રદેશ (ગોરખપુર): હોળીના તહેવાર પર જિલ્લાના ગોરખનાથ મંદિર ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ગોરક્ષ પીઠાધીશ્વર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યપ્રધાન આદિત્યનાથ આ દિવસોમાં જિલ્લામાં ત્રણ દિવસના રોકાણ પર છે. નોંધનીય છે કે, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પૌરાણિક માન્યતાઓ અનુસાર રંગોના આ મહાપર્વની પ્રત્યેક ક્ષણને સંપૂર્ણ નિષ્ઠાથી ઉજવે છે. ગઇકાલે સોમવારે કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને તેમણે જિલ્લાની જનતા અને રાજ્યની જનતા સાથે હોળીની શુભેચ્છા પાઠવતા ફાગણ ગીતોની મજા માણી હતી.
આ પણ વાંચો : UP સરકારે રજૂ કર્યું રૂ. 5.5 લાખ કરોડનું બજેટ, ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય
ગોરક્ષાપીઠેશ્વર તરીકે કાર્યક્રમમાં ફાગણના ગીતોનો જોરદાર આનંદ માણ્યો
નાથ સંપ્રદાયના વડા, મહાયોગી ગુરુ ગોરખનાથ મંદિરમાં આયોજિત ફાગણના કાર્યક્રમમાં સેંકડોની હાજરીમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ગોરક્ષાપીઠેશ્વર તરીકે કાર્યક્રમમાં ફાગણના ગીતોનો જોરદાર આનંદ માણ્યો હતો. તે જ સમયે, દૂરથી આવેલા નાથ સંપ્રદાયના અનુયાયીઓ અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના શિષ્યોએ તેમના આશીર્વાદ મેળવ્યા અને રંગોના આ મહાપર્વના અભિનંદન પાઠવ્યા હતા. તે જ સમયે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કોરોના રોગચાળાના વધતા જતા પ્રકોપને ધ્યાનમાં રાખીને લોકોને કોરોના પ્રોટોકોલનું પાલન કરવાની અને રસીકરણમાં વધુ ભાગીદારી આપવાની અપીલ કરી છે.
આ પણ વાંચો : સોનુ નિગમે કરી યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે મુલાકાત
જાહેર કાર્યક્રમોમાં ભાગ ન લેતા જનતાને સંદેશ આપવાનું કામ કર્યું
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ ઘણા જાહેર કાર્યક્રમોમાં ભાગ ન લેતા જનતાને સંદેશ આપવાનું કામ કર્યું છે. તેમણે અનેક જાહેર કાર્યક્રમોમાં ભીડવાળી જગ્યાને ટાળવી જોઈએ અને તહેવારોને સલામતી પ્રમાણે પૂર્ણ કરવા જોઇએ.