ETV Bharat / bharat

Karnataka Hijab Controversy: હિજાબ વિવાદ પર પાકિસ્તાન અને અમેરિકાનો ચંચુપાત, ભારતની સ્પષ્ટ વાત - MOTIVATED COMMENTS ON INTERNAL ISSUES NOT WELCOMED

કર્ણાટક હિજાબ મુદ્દે પહેલા (Karnataka Hijab Controversy) પાકિસ્તાન અને પછી અમેરિકન અધિકારીના (Hijab Row) નિવેદન સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો છે. ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે, આંતરિક મુદ્દાઓ પર ટિપ્પણી સહન કરવામાં આવશે નહીં.

હિજાબ વિવાદ પર ભારતની બેફામ ટિપ્પણી - આંતરિક મુદ્દાઓ પર ટીપ્પણી સહન નહીં

author img

By

Published : Feb 12, 2022, 6:50 PM IST

Updated : Feb 12, 2022, 7:30 PM IST

નવી દિલ્હીઃ યુએસ એમ્બેસેડર રશાદ હુસૈને (Hijab Row) કર્ણાટક હિજાબ વિવાદને (Karnataka Hijab Controversy) લઈને નિવેદન આપ્યું છે, જેના પર ભારતે આકરી પ્રતિક્રિયા (Hijab Row) આપી છે. ગૃહ મંત્રાલય દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, 'આંતરિક મુદ્દાઓ પર આવી ટિપ્પણીઓને સહન કરવામાં (MOTIVATED COMMENTS ON INTERNAL ISSUES NOT WELCOMED) આવશે નહીં'.

શાળાઓ પર આવા નિયંત્રણો સ્વતંત્રતાનું ઉલ્લંઘન

યુએસ એમ્બેસેડર રશાદ હુસૈને જણાવ્યું હતું કે, 'ધાર્મિક પોશાક પહેરવો એ ધાર્મિક સ્વતંત્રતાનો ભાગ છે. ભારતના કર્ણાટકને ધાર્મિક પહેરવેશની પરવાનગી નક્કી કરવી જોઈએ નહીં. શાળાઓ પર આવા નિયંત્રણો સ્વતંત્રતાનું ઉલ્લંઘન (Restrictions on schools violate freedom) છે, આનાથી મહિલાઓ અને છોકરીઓ માટે વિશેષ ધારણા ઊભી થશે, તેઓ હાંસિયામાં ધકેલાઈ જશે. ભારતે શનિવારે એક નિવેદન બહાર પાડ્યું હતું કે, તે ભારતની આંતરિક બાબતો પર "પ્રેરિત ટિપ્પણીઓ" ને આવકારશે નહીં.

આ પણ વાંચો: Karnataka Hijab Controversy: હાઈકોર્ટે કહ્યું, ભાવનાથી નહીં અમે કાયદાથી ચાલીશું

ભારતને જાણે છે તેઓ આ વાસ્તવિકતાઓની યોગ્ય પ્રશંસા કરશે

ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે, 'આપણી બંધારણીય રચનાઓ અને મિકેનિઝમ્સ તેમજ આપણા લોકતાંત્રિક સિદ્ધાંતો અને રાજકારણ એ એવા સંદર્ભ છે, જેમાં મુદ્દાઓ પર વિચાર કરવામાં આવે છે અને તેનું નિરાકરણ કરવામાં આવે છે'. જેઓ ભારતને સારી રીતે જાણે છે તેઓ આ વાસ્તવિકતાઓની યોગ્ય પ્રશંસા કરશે. અમારા આંતરિક મુદ્દાઓ પર આવી ટિપ્પણી કરશો નહીં.

પાકિસ્તાને ભારતીય રાજદ્વારીને બોલાવી હિજાબ મુદ્દે મામલો ઉઠાવ્યો

ઉલ્લેખનીય છે કે, 2 દિવસ પહેલા પાકિસ્તાને ભારતીય રાજદ્વારીને બોલાવીને હિજાબ મુદ્દે મામલો ઉઠાવ્યો હતો. ભારતીય રાજદ્વારીએ તેમની ખાલી ચિંતાને ફગાવી દીધી, પરંતુ તેમને પોતાના ખિસ્સામાં ડોકિયું કરવાની સલાહ પણ આપી.

આ પણ વાંચો: Karnataka Hijab Row: કર્ણાટક હાઈકોર્ટે હિજાબ વિવાદ હાયર બેન્ચને મોકલ્યો

પાકિસ્તાન આ મામલે પોતાનો ટ્રેક રેકોર્ડ જુએ તો સારું

જ્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ વિવાદને ધાર્મિક રંગ આપીને લઘુમતી સમુદાયની અસહિષ્ણુતા અને સુરક્ષાના મુદ્દે ચિંતા વ્યક્ત કરી ત્યારે ભારતીય રાજદ્વારી ચાર્જ ડી અફેર્સ સુરેશ કુમારે તેને તરત જ ફગાવી દીધી. રાજદ્વારીએ કહ્યું કે, ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે અને અમારી પાસે નિયમો અને કાનૂન છે. પાકિસ્તાન આ મામલે પોતાનો ટ્રેક રેકોર્ડ જુએ તો સારું રહેશે.

Last Updated : Feb 12, 2022, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.