ETV Bharat / bharat

Hijab Controversy: SCએ કહ્યું, દરેકના બંધારણીય અધિકારોનું રક્ષણ થશે, યોગ્ય સમયે સુનાવણી કરાશે

author img

By

Published : Feb 11, 2022, 1:39 PM IST

સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે, તે દરેક નાગરિકના બંધારણીય અધિકારોનું રક્ષણ (Supreme Court protects Citizens Constitutional Rights) કરશે અને કર્ણાટક હાઈકોર્ટના નિર્દેશને પડકારતી અરજીઓ પર વિચાર કરશે કે, વિદ્યાર્થીઓએ શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈપણ ધાર્મિક વસ્ત્રો (Hijab Controversy) પહેરવા જોઈએ કે નહીં.

Hijab Controversy: SCએ કહ્યું, દરેકના બંધારણીય અધિકારોનું રક્ષણ થશે, યોગ્ય સમયે સુનાવણી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું કે, તે દરેક નાગરિકના બંધારણીય અધિકારોનું રક્ષણ (Supreme Court protects Citizens Constitutional Rights) કરશે અને વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની ધાર્મિક પ્રથા માટે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશવા માટે કહેવા "યોગ્ય સમયે" વિચારણા કરશે, જેમાં વિદ્યાર્થીએને શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈ પણ પ્રકારના ધાર્મિક કપડા ન પહેરવા માટે કહેવામાં આવ્યું છે.

સુપ્રીમ કોર્ટે ધર્મનું પાલન કરવાના મૌલિક અધિકારને સ્થગિત કર્યા

વિદ્યાર્થીઓનો પક્ષ રાખતા વરિષ્ઠ વકીલ દેવદત્ત કામતે ચીફ જસ્ટિસ એન. વી. રમન્નાની અધ્યક્ષતાવાળી એક બેન્ચે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશે 'સંવિધાનના અનુચ્છેદ 25' અંતર્ગત ધર્મનું પાલન કરવાના મૌલિક અધિકારને સ્થગિત કરી દીધા છે. તેમણે સોમવારે સુનાવણી માટે અરજીની યાદી કરવાની પણ વિનંતી કરી હતી.

આ પણ વાંચો- karnataka Hijab Controversy: ઉડ્ડુપીની કોલેજમાં હિજાબ બાબતે ભગવા સ્કાફ પહેરીને વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ, હાઈકોર્ટમાં સુનાવણી

અમે દરેક નાગરિકના બંધારણીય અધિકારોનું રક્ષણ કરીશુંઃ સુપ્રીમ કોર્ટ

આ મામલે ચાલી રહેલી સુનાવણીનો ઉલ્લેખ કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અમે દરેક નાગરિકના બંધારણીય અધિકારોનું રક્ષણ કરીશું (Supreme Court protects Citizens Constitutional Rights) અને યોગ્ય સમયે તેના પર વિચાર કરીશું. અરજી પર તાત્કાલિક સુનાવણી માટે કામતની વિનંતી પર CJIએ કહ્યું હતું કે, અમે તેની તપાસ કરીશું. કર્ણાટક હાઈકોર્ટની (Hijab Controversy Hearing in Karnataka High Court) ત્રણ ન્યાયાધીશોની બેન્ચે ગુરુવારે હિજાબના મુદ્દાની (Hijab Controversy) સુનાવણી કરતા વિદ્યાર્થીઓને આ મામલાના નિકાલ સુધી શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક વસ્ત્રો પહેરવાનો આગ્રહ ન રાખવા જણાવ્યું હતું.

આ પણ વાંચો- પ્રિયંકા ગાંધીએ હિજાબ વિવાદ પર કહ્યું, "બિકીની, બુરખો, જીન્સ કે હિજાબ, મહિલાઓને છે કપડાં પસંદ કરવાનો અધિકાર"

એક વિદ્યાર્થીએ કોર્ટમાં કરી હતી અરજી

ઉલ્લેખનીય છે કે, એક વિદ્યાર્થી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં હિજાબ કેસની (Hijab Controversy) સુનાવણી કરી રહેલા હાઈકોર્ટના નિર્દેશની સાથે ત્રણ જજની બેન્ચ સમક્ષ કાર્યવાહી પર રોક લગાવવાની પણ વિનંતી કરવામાં આવી છે. આ અપીલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, હાઈકોર્ટે મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ (Hijab Controversy) પહેરવાની મંજૂરી ન આપીને તેમના મૂળભૂત અધિકારને મર્યાદિત કરી દીધા છે. હાઈકોર્ટે સોમવારે આ મામલાની સુનાવણી નક્કી કરતાં એ પણ કહ્યું કે, શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ માટે વર્ગો ફરી શરૂ કરી શકે છે.

વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ ધાર્મિક વસ્ત્ર પહેરવાનો આગ્રહ ન રાખવો જોઈએઃ કોર્ટ

બુધવારે રચાયેલી કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રિતુરાજ અવસ્થી, જસ્ટિસ જે. એમ. કાઝી અને જસ્ટિસ ક્રિશ્ના એસ. દિક્ષિતની ત્રણ સભ્યોની બેન્ચે પણ કહ્યું હતું કે, તે ઈચ્છે છે કે, આ મામલાને વહેલામાં વહેલી તકે ઉકેલવામાં આવે, પરંતુ ત્યાં સુધી શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, આ મામલાનો નિકાલ ન આવે ત્યાં સુધી તમે લોકોએ આ બધી ધાર્મિક વસ્તુઓ પહેરવાનો આગ્રહ ન રાખવો જોઈએ.' તેમણે કહ્યું, 'અમે આદેશ પસાર કરીશું. શાળા-કોલેજ શરૂ થવા દો, પરંતુ જ્યાં સુધી મામલો ઉકેલાય નહીં ત્યાં સુધી કોઈપણ વિદ્યાર્થીએ ધાર્મિક વસ્ત્ર પહેરવાનો આગ્રહ ન રાખવો જોઈએ.

વિવાદ પછી વિદ્યાર્થીઓ ધાર્મિક વસ્ત્ર પહેરી શાળા કોલેજ આવવા લાગ્યા હતા

જસ્ટિસ દીક્ષિતે બુધવારે આ મામલો ચીફ જસ્ટિસ અવસ્થીને રિફર કર્યો હતો કે, ચીફ જસ્ટિસ આ મામલાને જોવા માટે મોટી બેન્ચની રચના કરવાનો નિર્ણય લઈ શકે છે. તાજેતરમાં કર્ણાટકના ઉડુપીમાં હિજાબનો (Hijab Controversy) વિવાદ ત્યારે શરૂ થયો. જ્યારે કેટલીક વિદ્યાર્થિનીઓને કોલેજોમાં ક્લાસમાં હિજાબ (Hijab Controversy) પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પછી હિન્દુ વિદ્યાર્થીઓ ભગવા માળા પહેરીને શાળા-કોલેજ આવવા લાગ્યા. બાદમાં રાજ્યના અન્ય સ્થળોએ પણ દેખાવો શરૂ થયા. ત્યારબાદ રાજ્ય સરકારે મંગળવારે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ત્રણ દિવસની રજા જાહેર કરી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.