ETV Bharat / bharat

Delhi Excise Policy Scam: દિલ્હી હાઈકોર્ટમાંથી મનીષ સિસોદિયાને મોટો ફટકો, જામીન અરજી ફગાવી - Delhi High Court

દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં CBI કેસમાં દિલ્હી હાઈકોર્ટે આજે નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે. રાઉઝ એવન્યુ કોર્ટમાંથી જામીન નામંજૂર થયા બાદ સિસોદિયા જામીન માટે દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા હતા.

high-court-decision-on-sisodias-bail-plea-on-delhi-excise-policy-scam

author img

By

Published : May 30, 2023, 7:37 PM IST

નવી દિલ્હી: દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં દિલ્હી હાઈકોર્ટે મંગળવારે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે. જામીન ફગાવી દેતા કોર્ટે કહ્યું કે સીબીઆઈ દ્વારા લગાવવામાં આવેલા આરોપો ખૂબ જ ગંભીર છે. જણાવી દઈએ કે રાઉઝ એવન્યુ કોર્ટમાંથી જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ સિસોદિયાએ જામીન માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. સિસોદિયાના જામીન અંગે સીબીઆઈ અને સિસોદિયાના વકીલોની દલીલો સાંભળ્યા બાદ 11 મેના રોજ જસ્ટિસ દિનેશ કુમાર શર્માએ જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો. સિસોદિયા હવે જામીન માટે સુપ્રીમ કોર્ટમાં જશે.

  • Former Delhi's Deputy Chief Minister Manish Sisodia to move to Supreme Court against Delhi High Court's decision on bail

    Delhi HC rejected his bail plea in the CBI case alleging corruption in the implementation of previous liquor policy in national capital. https://t.co/GsYNTJfxzQ

    — ANI (@ANI) May 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

હાઈકોર્ટેની ટકોર: દિલ્હી હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે સિસોદિયા પર લાગેલા આરોપો ખૂબ જ ગંભીર છે. આ મામલે તેમનું વર્તન પણ યોગ્ય રહ્યું નથી. તે સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. તેમની પાસે 18 વિભાગો છે. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે. એટલા માટે હવે તેમને જામીન આપી શકાય નહીં. મનીષ સિસોદિયાએ નીચલી અદાલતના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો કારણ કે નીચલી વિશેષ અદાલતે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન CBIએ સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કર્યો હતો, ત્યારબાદ કોર્ટે 11 મેના રોજ આ મામલે ચુકાદો અનામત રાખ્યો હતો.

સિસોદિયા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરશે: દિલ્હી હાઈકોર્ટના આ નિર્ણય સામે મનીષ સિસોદિયા સુપ્રીમ કોર્ટમાં જશે. આમ આદમી પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે જસ્ટિસ દિનેશ કુમાર શર્માના નિર્ણય વિરુદ્ધ સિસોદિયા સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરશે. CBIએ 22 માર્ચના GOMના અહેવાલનો ઉલ્લેખ કરતા કહ્યું કે જો તે બુચીબાબુની 20 માર્ચની ચેટ સાથે મેળ કરો તો બધું સ્પષ્ટ થઈ જશે કે બંને વચ્ચે સીધો સંબંધ છે. એજન્સીએ કહ્યું કે નીતિનો ડ્રાફ્ટ સાઉથ ગ્રૂપની ઈચ્છા મુજબ તૈયાર કરવામાં આવ્યો છે.

EDની પૂરક ચાર્જશીટ પર રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી: આજે રાઉઝ એવન્યુ કોર્ટ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 4 મેના રોજ સિસોદિયા સામે દાખલ કરવામાં આવેલી 2400 પાનાની પૂરક ચાર્જશીટને પણ સંજ્ઞાન લેવામાં આવ્યો હતો. જેમાં સિસોદિયા સહિત તમામ 10 આરોપીઓને કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા છે. અગાઉ 27 મેના રોજ રાઉઝ એવન્યુ કોર્ટમાં સીબીઆઈની ચાર્જશીટને ધ્યાનમાં લેતા સિસોદિયા સહિત અન્ય તમામ આરોપીઓને 2 જૂને કોર્ટમાં હાજર થવા માટે સમન્સ જારી કરવામાં આવ્યા હતા.

  1. Manish Sisodiya: સિસોદિયાએ CBI સામે સ્વીકાર્યું, ફોનનો નાશ કરીને ડિજિટલ પુરાવાનો ખતમ કર્યા
  2. Manish Sisodiya: લીકર પોલીસી કેસમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 2 જૂન સુધી લંબાવાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.