ETV Bharat / bharat

સોરેનને મળ્યો વિશ્વાસ મત, જાણો કેટલા JMM-કોંગ્રેસ ગઠબંધનને ધારાસભ્યોનું મળ્યું સમર્થન - હેમંત સોરેને વિશ્વાસ મત જીત્યો

વિધાનસભામાં મુખ્યપ્રધાન સોરેનને અપેક્ષા મુજબ સમર્થન મળ્યું હતું. વિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં 48 મત પડ્યા (Special session of Jharkhand Assembly) હતા. બહુમતીની દૃષ્ટિએ તેમની સરકાર પર કોઈ ખતરો નહોતો. જો કે, વિશ્વાસ પ્રસ્તાવ પસાર થવાથી, સોરેનની વિધાનસભા પરની કટોકટી સમાપ્ત થવાની આશા ઓછી છે. (Hemant Soren government wins confidence motion)

સોરેનને મળ્યો વિશ્વાસ મત
સોરેનને મળ્યો વિશ્વાસ મત
author img

By

Published : Sep 5, 2022, 8:30 PM IST

ઝારખંડ : મુખ્યપ્રધાન હેમંત સોરેને આજે સોમવારે સત્તા જવાના સંકટ વચ્ચે રાજ્ય વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો (Special session of Jharkhand Assembly) હતો. તેમને 48 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે, જે બહુમતીના આંકથી વધુ છે. જણાવી દઈએ કે, મતદાન દરમિયાન ભાજપના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું હતું. (Hemant Soren government wins confidence motion)

વિશેષ સત્રમાં મત વિસ્તાર : વિશ્વાસ મત માટે આજે સોમવારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. છ દિવસ બાદ, મહાગઠબંધન સરકારને ટેકો આપતા 29 ધારાસભ્યોને સત્ર માટે રવિવારે રાયપુરથી રાંચી લાવવામાં આવ્યા હતા. રાજ્યના કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો રોકડ કૌભાંડમાં ફસાયા હોવાથી વિશ્વાસ મતની કાર્યવાહીમાં ભાગ લઈ શક્યા ન હતા. આ ધારાસભ્યો છે ડૉ. ઈરફાન અંસારી, નમન વિક્સલ કોંગડી અને રાજેશ કછાપ. હાઈકોર્ટે તેને કોલકાતા છોડવાની મંજૂરી આપી નથી.

  • जीते हैं हम शान से
    विपक्ष जलते रहें हमारे काम से

    लोकतंत्र जिंदाबाद! pic.twitter.com/uaeTjJuNDW

    — Hemant Soren (@HemantSorenJMM) September 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ગૃહયુદ્ધ અને રમખાણો ભડકાવવાનો પ્રયાસ : વિશ્વાસ મત પર ચર્ચા દરમિયાન મુખ્યપ્રધાન હેમંત સોરેને નામ લીધા વગર બીજેપી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, "તેઓ એવું વાતાવરણ ઊભું કરવા માંગે છે કે, જ્યાં બે રાજ્યો એકબીજાની સામે હોય. તેઓ ચૂંટણી જીતવા માટે ગૃહયુદ્ધનું વાતાવરણ ઊભું કરવા અને રમખાણો ભડકાવવા માગે છે, પરંતુ જ્યાં સુધી અહીં UPAની સરકાર છે, ત્યાં સુધી આવા ષડયંત્ર સફળ નહીં થાય. તમને યોગ્ય રાજકીય જવાબ મળશે."

આ કારણે વિશ્વાસ મત : સોરેને કહ્યું કે, "જે રાજ્યોમાં ભાજપની સરકાર નથી, તે (ભાજપ) લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારોને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે. તેથી જ વિશ્વાસનો મત મેળવવો જરૂરી માનવામાં આવ્યો હતો. સોરેન સરકારે વિશ્વાસ મત મેળવ્યા બાદ વિધાનસભાની કાર્યવાહી મુલતવી રાખવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.