અરુણાચલ પ્રદેશ: સિયાંગ જિલ્લામાં આજે સેનાનું રુદ્ર હેલિકોપ્ટર ક્રેશ (Indian Armys Rudra Helicopter Crash) થયું હતું. અકસ્માત સ્થળ રોડથી જોડાયેલ નથી. રેસ્ક્યુ ટીમ મોકલવામાં આવી હતી. આ અકસ્માત અંગે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. સંરક્ષણ વિભાગના પીઆરઓએ આ માહિતી આપી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર, અકસ્માત અરુણાચલ પ્રદેશના અપર સિયાંગ જિલ્લામાં તુટિંગ હેડક્વાર્ટરથી 25 કિમી દૂર સિંગિંગ ગામ પાસે થયો હતો. તે લશ્કરી હેલિકોપ્ટર (Military helicopter) હતું.
હેલિકોપ્ટર રૂદ્ર: આર્મીનું હેલિકોપ્ટર રૂદ્ર અહીં સિંગિંગ ગામ પાસે ક્રેશ થયું હતું. આ સ્થળ ટુટીંગ હેડક્વાર્ટરથી 25 કિમી દૂર છે. ગુવાહાટી ડિફેન્સ પીઆરઓ અનુસાર, આર્મીનું હેલિકોપ્ટર ટુટિંગથી 25 કિમી દૂર સિંગિંગ ગામ પાસે ક્રેશ થયું હતું. જ્યાં આ અકસ્માત થયો છે, તે રોડથી જોડાયેલ નથી. જોકે રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ આર્મીનું હેલિકોપ્ટર રૂદ્ર છે. રુદ્ર સેનાનું એટેક હેલિકોપ્ટર છે. તે ભારતીય સેના માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા બનાવવામાં આવ્યું છે.
"અકસ્માત સ્થળ રોડથી જોડાયેલ નથી. એક બચાવ ટીમ મોકલવામાં આવી છે અને અન્ય તમામ વિગતોની રાહ જોવાઈ રહી છે.- જુમ્મર બસરે, અપર સિયાંગ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ
હેલિકોપ્ટર ક્રેશ: 10 દિવસમાં દેશમાં હેલિકોપ્ટર અને પ્લેન ક્રેશ થવાની આ ત્રીજી ઘટના છે. આના બે-ત્રણ દિવસ પહેલા કેદારનાથ ખીણમાં તીર્થયાત્રીઓને લઈને પરત ફરતું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું જેમાં પાઈલટ સહિત 7 લોકોના મોત થયા હતા. આ પહેલા 12 ઓક્ટોબરે ભારતીય નૌકાદળનું મિગ-29K એરક્રાફ્ટ ટેક્નિકલ ખામીને કારણે ગોવાના કિનારે ક્રેશ થયું હતું, જો કે આ એરક્રાફ્ટનો પાયલોટ બચી ગયો હતો.