ETV Bharat / bharat

Heavy Rain In Maharashtra : વીજળી પડવાથી 13 ના મોત, 560 ને બચાવાયા - મકાનોને નુકસાન

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાકમાં મરાઠવાડા, મુંબઈ અને રાજ્યના દરિયાકાંઠાના કોંકણ વિસ્તારમાં 'અતિ ભારે વરસાદ' થવાની સંભાવના છે. મરાઠાવાડા મધ્ય મહારાષ્ટ્રનો વિસ્તાર છે, જ્યાં વરસાદના કારણે ભારે વિનાશ થયો છે.

મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદ, વીજળી પડવાથી 13 ના મોત, 560 ને બચાવાયા

author img

By

Published : Sep 29, 2021, 10:30 AM IST

  • વીજળી પડવાના બનાવોમાં 13 લોકોના મોત
  • વરસાદના કારણે ભારે વિનાશ થયો
  • વરસાદને કારણે બસોથી વધુ પશુઓ તણાઇ ગયા હતા અને ઘણા મકાનોને નુકસાન થયું

મહારાષ્ટ્ર : મહારાષ્ટ્રના મરાઠાવાડા વિસ્તારમાં મુશળધાર વરસાદ, પૂર અને વીજળી પડવાના બનાવોમાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા હતા, જ્યારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ટીમોએ 560 લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા હતા. NDRF ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રવિવાર અને સોમવારે વરસાદને કારણે બસોથી વધુ પશુઓ તણાઇ ગયા હતા અને ઘણા મકાનોને નુકસાન થયું હતું.

હવામાન વિભાગની આગાહી ભારે વરસાદ થવાની સંભાવના

મંગળવારે મુંબઈના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહીમાં મરાઠાવાડા, મુંબઈ અને રાજ્યના દરિયાકાંઠાના કોંકણ વિસ્તારમાં આગામી 24 કલાકમાં 'અતિ ભારે વરસાદ' થવાની સંભાવના છે. મરાઠાવાડા મધ્ય મહારાષ્ટ્રનો વિસ્તાર છે, જ્યાં વરસાદના કારણે ભારે વિનાશ થયો છે. ઔરંગાબાદ, લાતુર, ઉસ્માનાબાદ, પરભણી, નાંદેડ, બીડ, જાલના અને હિંગોલીના આઠ જિલ્લાઓમાં ભારે વિનાશ થયો છે.

આ પણ વાંચો : Amit Shah ને મળી શકે અમરિંદર સિંહ, પંજાબના રાજકારણમાં કંઇક મોટું થવાની સંભાવના

પૂરગ્રસ્ત પુલને પાર કરતી વખતે રાજ્ય પરિવહનની બસ તણાઇ

અધિકારીઓએ જણાવ્યું હતું કે, મંગળવારે સવારે યવતમાલ જિલ્લામાં પૂરગ્રસ્ત પુલને પાર કરતી વખતે રાજ્ય પરિવહનની બસ તણાઇ જતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય ત્રણ લોકો ગુમ થયા હતા. આ ઘટના ઉમરખેડ તાલુકાના દહાગાંવ પુલ પર સવારે 8 વાગ્યાની આસપાસ બની હતી. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) ની બસ ઘટના સમયે નાગપુરથી નાંદેડ જઈ રહી હતી. માંજરા ડેમને અડીને આવેલા વિસ્તારોમાં ભારે વરસાદ બાદ બીડ જિલ્લાના કેટલાક ગામોમાં પૂરના કારણે પાણીના નિકાલ માટે અધિકારીઓએ મંગળવારે ડેમના તમામ 18 દરવાજા ખોલ્યા હતા જ્યારે પડોશી જિલ્લાઓમાં ચેતવણી જારી કરવામાં આવી હતી.

હવામાન વિભાગે બે દિવસ ભારે વરસાદની ચેતવણી આપી છે

અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્થાનિક વહીવટીતંત્રે મંગળવારે વહેલી સવારે માંજરા ડેમના તમામ 18 દરવાજા અને માજલગાંવ ડેમના 11 દરવાજા ખોલીને 78,397 ક્યુસેક અને 80,534 ક્યુસેક પાણી છોડ્યું હતું. હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. મરાઠવાડામાં આઠ જિલ્લાઓ છે - ઔરંગાબાદ, લાતુર, ઉસ્માનાબાદ, પરભણી, નાંદેડ, બીડ, જાલના અને હિંગોલી. વિભાગીય કમિશનરની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ આઠ જિલ્લાના 65 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે, પાણીના નિકાલ માટે ઘણા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેના કારણે બીડ અને લાતુર જિલ્લાઓમાં માંજરા નદી સાથેના ગામોમાં પૂર આવ્યું હતું.

આ પણ વાંચો : ભારતને હિન્દુ રાષ્ટ્ર તરીકે જાહેર કરો, નહીંતર હું 2 ઓક્ટોબરે જળ સમાધિ લઈશ: મહંત પરમહંસ દાસ

વરસાદને કારણે 200 થી વધુ પશુઓના મોત થયા છે

છેલ્લા બે દિવસથી વરસાદને કારણે બસોથી વધુ પશુઓના મોત થયા છે. અને 28 મકાનોને નુકસાન થયું છે. વરસાદ અને પૂરને કારણે આઠ જિલ્લાઓના આ વિસ્તારમાં કેટલાય એકર પાકને નુકસાન થયું હતું. જળ સંસાધન પ્રઘાન જયંત પાટીલે બીડ જિલ્લામાં પત્રકારોને જણાવ્યું હતું કે, "જળ સંસાધન વિભાગ ગઈકાલથી પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે અને અમે નુકસાન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ." નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની એક ટીમ, મંગળવારે મહારાષ્ટ્રના લાતુરમાં ભારે વરસાદને કારણે ગામો અને નદીના કાંઠે ફસાયેલા લોકોને બચાવવા માટે હેલિકોપ્ટર અને બોટ તૈનાત કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.