ETV Bharat / bharat

મહારાષ્ટ્ર ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ - The train was diverted

મહારાષ્ટ્રમાં ચોમાસુ આફત લઈને આવ્યું છે. રાજ્યમાં કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. કેટલાય જિલ્લાઓ ખૂબ ખરાબ રીતે પ્રભાવિત થયા છે અને હાલત સુધારતા દેખાઈ નથી રહ્યા. ગોવંડી વિસ્તારમાં એક ઈમારત ધરાશાયી થવાના કારણે સાત લોકો ઘાયલ થઈ ગયા છે અને ત્રણ લોકોના મૃત્યું થઈ ગયા હતા.

dem
મહારાષ્ટ્ર ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ
author img

By

Published : Jul 23, 2021, 1:46 PM IST

Updated : Jul 23, 2021, 2:29 PM IST

  • મહારાષ્ટ્રમાં આકાશી આફતને કારણે રાજ્ય પાણી-પાણી
  • અનેક ટ્રેન ડાઈવર્ટ અને રદ્દ કરવામાં આવી
  • રાજ્યોમાં નદીઓ ભયના સ્થાનથી ઉપર વહી રહી છે

મુંબઈ : મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે જેના કારણે ગુરૂવારે કોંકણ રેલવે માર્ગ ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે અને લગભગ 6 હજાર યાત્રીઓ ફંસાઈ ગયા છે. ભારે વરસાદને કારણે મુંબઈ સમેત રાજ્યમા કેટલાક વિસ્તારમાં રેલ સેવા અને સડક પરીવહન પ્રભાવિત થઈ છે. આ કારણે અધિકારીઓને બચાવવા માટે NDRFની ટીમને બોલાવવામાં આવી છે. મુંબઈ ગોંવંડી વિસ્તારમાં એક ઈમારત પડવાના કારણે 7 લોકો ઘાયલ થઈ ગયા ચએ અને 3ના મૃત્યું થયા છે.

47 ગામ સંપર્ક વિહોણા

રાજ્યના કોલ્હાપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે રોડમાં પાણી ભરાવવાને કારણે 47 ગામ સંપર્ક વિહોણા થયા છે અને 965 પરિવારને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવામાં આવ્યા છે. અધિકારીઓએ જાણકારી આપી કે, વરસાદને કારણે જિલ્લામાં અલગ-અલગ જગ્યાએ એક મહિલા સમેત 2 લોકો પાણીમાં વહી ગયા.

ટ્રેન ડાઈવર્ટ કરવામાં આવી

કોંકણ રેલમાર્ગ પ્રભાવિત થવાના કારણે કેટલીય ટ્રેનને ડાઈવર્ટ કરવામાં આવી છે તો કેટલીક રદ્દ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે કોંકણ ક્ષેત્રની પ્રમુખ નદીઓ રત્નાગીરી અને રાયગઢ જિલ્લામાં નદીઓ ભયના નિશાનથી ઉપર વહી રહી છે અને સરકારી તંત્ર પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવામાં લાગ્યુ છે. મુખ્યપ્રધાન કાર્યાલય પ્રમાણે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પૂરી પરિસ્થિતી પર નજર રાખી રહ્યા છે. મોસમ વિભાગે આગામી 3 દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે.

ઉદ્ધવ ઠાકરેની નજર

મુખ્યપ્રધાને અધિકારીઓને સતર્ક રહેવા નદીના જલસ્તર પર નજર રાખવા અને લોકોને સુરક્ષીત પહોંચાડવા માટે આદેશ કર્યા છે. કોંકણ રેલવે અધિકારીઓએ જણાવ્યું છે કે આપત્તિને કારણે નવ ટ્રેનના માર્ગ બદલવામાં આવ્યા છે. ટ્રેનના પ્રસ્થાન પહેલા તેમને રોકી દેવામાં આવી છે અથવા રદ્દ કરવામાં આવી છે. કોંકણ રેલવે અધિકારીઓએ જણાવ્યું કે ટ્રેન અલગ-અલગ સ્થાન પર સુરક્ષિત છે અને યાત્રી પણ સુરક્ષિત છે તેમને ખાવા-પીવાનો સામાન આપવામાં આવી રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે ભારે વરસાદને કારણે રત્નાગીરીમાં ચિપલુન અને કામઠે સ્ટેશનની વચ્ચે વશિષ્ઠી નદી પૂલ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.

મહારાષ્ટ્ર ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ

યાત્રીઓ સુરક્ષિત

તેમણે કહ્યું કે યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ સ્થાને ટ્રેન સેવા અસ્થાયી રૂપથી સ્થગિત કરવામાં આવી છે. રેલવે અધિકારીઓ અનુસાર કોંકણ રેલ માર્ગ કોકંણ રેલ માર્ગ પર 5500-6000 યાત્રીઓ ફંસાઈ ગયા છે. કોંકણ રેલવેના મુંબઈની પાસે રોહા મંગરૂલની પાસે સ્થિત થોકુર સુધી 756 કિલોમીટર લાંબો રેલ માર્ગ છે. ગોવાથી કર્ણાટક માર્ગ મુશ્કેલ છે કારણે કે આ રસ્તામાં ઘણી નદીઓ અને પહાડ છે.

નદીઓ ભયના સ્થાનથી ઉપર

કોકંણ રેલવેએ જણાવ્યું કે ચિપલુનની પરિસ્થિતીના કારણે 9 ટ્રેનના માર્ગ બદલવા પડ્યા છે. આમાંથી દાદાર-સાવંતવાડી સ્પેશ્યલ ટ્રેનને ચિપલૂન સ્ટેશન અને CSMT-મંડગાવ જનસતાબ્દી સ્પેશલ ટ્રેનને ખેડ સ્ટેશન તરફ વાળી દેવામાં આવી છે. કોકંણ રેલવેના પ્રવક્તા ગિરીશ કરંદીકરએ જણાવ્યું કે આ તમામ યાત્રીઓ સુરક્ષિત છે અને તેમને ખાવાનું પહોંચાડવામાં આવી રહ્યું છે.જગબુડી, વશિષ્ઠી, કોડાવલી, શસ્ત્રી, બાવ સમેત રત્નાગીરી જિલ્લાઓની પ્રમુખ નદીઓ ભયના સ્થાનથી ઉપર વહી રહી છે. જેના કારણે ખેડ, ચપલૂન, લાંજા, રાજાપૂર, સંગમેશ્વરના આજુબાજુના વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવામાં આવી રહ્યા છે. પશ્વિમ મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના વાઈ તાલુકામાં જમીન ધસવામને કારણે 2 લોકો ગુમ થઈ ગયા હતા.

આગામી 3 દિવસ વરસાદની સંભાવના

સીએમઓના વ્યક્તવ્ય અનુસાર, પાડોશી રાયગઠ જિલ્લામાં આ જ પ્રકારે કુંડલિકા, અંબા, સાવિત્રી, પાતળગંગા, ગઢી, ઉલ્હાસ સહિત પ્રમુખ નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. સમીક્ષા બેઠક અનુસાર મોસમ વિભાગ અનુસાર આગામી 3 દિવસ વરસાદની સંભાવના છે. આ વચ્ચે સીએમઓએ કહ્યું કે સતારા જિલ્લાના પ્રસિધ્ધ હિલ સ્ટેશન મહાબળેશ્વરમાં છેલ્લા 24 કલાકમાં 380 મીમી વરસાદ થયો છે. જેમાં સાવિત્રી અને અન્ય નદીઓનુ જળસ્તર વધી રહ્યું છે. વરસાદ સવારના 8થી લઈને સાંજના 8 વાગ્યા સુધી પડ્યો હતો. રેલવે અધિકારીઓ મુજબ, બુધવારે રાતના સવા દસ વાગ્યે મધ્ય રેલવેએ મુંબઈથી 120 કિલોમીટર દૂર કસારા પાસે અંબરમલીની પાસે પાટા પર વધારે પાણી ભરાવવાને કારણે અને કસારા ઘાટ પર પથ્થર તુટવાના કારણે ટીટીવાલા અને ઈગતપૂરી રેલ ખંડની વચ્ચે ટ્રેનને રોકવામાં આવી હતી.

17 કલાક બાદ માર્ગ ખોલવામાં આવ્યો

તેમણે જણાવ્યું કે મોડી રાતે 12 વાગીને 20 મિનીટે મધ્ય રેલવેએ મુંબઈથી લગભગ 90 કિલોમીટર દૂર વંગાની સ્ટેશન પાસે પૂર અને ખંડાલા ઘાટ પાસે પથ્થર પડવાના કારણે અંબરનાથ અને લોનાવાલાની વચ્ચે ટ્રેનને રોકી દેવામાં આવી હતી. જોકે ગુરુવારે 17 કલાક બાદ આ માર્ગ ખોલી દેવામાં આવ્યો હતો.

યાત્રીઓ માટે બસની વ્યવસ્થા

મધ્ય રેલવેના મુખ્ય પ્રવક્તા શિવાજી સુતારે જણાવ્યું કે લાંબા અંતરની ટ્રેનનોને રસ્તો આપવામાં સમય લાગશે. ફંસાયેલા યાત્રીઓને તેમના સ્થાન પર પહોંચાડવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે શિવાજી મહારાજ ટર્મિનલથા કસારાની વચ્ચે રેલ માર્ગને ગુરુવારે બપોરે 3 વાગ્યા સુધી ખોલવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આખી રાતના વરસાદને કારણે, કસારાથી ઇગતપુરી સુધીના 14-કિલોમીટર લાંબા ડુંગરાળ વિસ્તારમાં છ સ્થળોએ ભૂસ્ખલન અને ચટ્ટાનો પડી હતી. મુંબઈથી ઉત્તર અને પૂર્વ ભારત સુધીની ટ્રેનો કસારા ઘાટ પરથી પસાર થાય છે.

3 ટ્રેન ઈગતપૂરી વાળવામાં આવી

સુતારના જણાવ્યા મુજબ કસારા ઘાટ રૂટ પર અટવાયેલી ત્રણ ટ્રેનોને ઇગતપુરી લઈ જવાઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ મુસાફરો માટે, મધ્ય રેલ્વેએ એમએસઆરટીસી બસોની વ્યવસ્થા કરી છે, અધિકારીઓએ ઉમેર્યું હતું કે, છેલ્લા બે દિવસથી કોલ્હાપુર જિલ્લામાં સતત વરસાદને કારણે રાજ્યના રાજમાર્ગોના કેટલાક ભાગોમાં પાણી ભરાયા હતા અને ટ્રાફિક માટે તેને બંધ રાખવો પડ્યો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ગુરુવારે સવારે 8 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં પશ્ચિમ મહારાષ્ટ્રના આ જિલ્લામાં રેકોર્ડ સ્તરે 93 મીમી વરસાદ નોંધાયો હતો. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલે જણાવ્યું હતું કે કોલ્હાપુરની પંચગંગા નદીમાં રાજારામ ડેમમાં પાણીનું સ્તર 'ચેતવણી' સ્તરને પાર કરી ગયું છે.

48 કલાક ભારે વરસાદ

તેમણે જણાવ્યું હતું કે તેના ત્રણ ભાગો પાણીમાં ડૂબી જતા ત્રણ જિલ્લા રસ્તાઓ બંધ કરવા પડ્યા હતા. ઘણા ગ્રામીણ વિસ્તારોમાં પુલ ઉપર પાણી વહી રહ્યું છે અને આવી સ્થિતિમાં અહીં ટ્રાફિક પ્રવૃત્તિઓ બંધ છે. જિલ્લામાંથી પસાર થતા કેટલાક રાજ્ય ધોરીમાર્ગો પર પણ ટ્રાફિકને અસર થાય છે. વિસ્તારમાં સ્થિતિ વિવિધ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે આ જળાશયો ભરાયા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) એ અગાઉ કહ્યું હતું કે નવ બચાવ ટીમો મહારાષ્ટ્ર મોકલવામાં આવી છે, જેમાંથી બેને કોલ્હાપુર જિલ્લા મોકલવામાં આવી છે. તેમાંથી પૂરગ્રસ્ત શિરોલ તહસીલ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા બચાવ અથવા સાવચેતીના પગલા તરીકે કામ કરશે. બીજી તરફ કોલ્હાપુર શહેરમાં બચાવ કામગીરી માટે બીજી ટીમ તૈનાત કરવામાં આવશે.

ગામો ડૂબી ગયા

છેલ્લા કેટલાક દિવસોથી મુંબઇના પડોશી થાણે અને પાલઘર અને કોંકણના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ છે. ભારે વરસાદને કારણે, અનેક સ્થળોએ પાણી ભરાયા હતા, કેટલીક જગ્યાએ ટ્રેન સેવાઓને અસર થઈ હતી અને કેટલાક ગામો સંપૂર્ણપણે ડૂબી ગયા હતા. કેટલીક નદીઓ કેટલાક સ્થળોએ જોખમી નિશાની ઉપર વહી રહી છે. એનડીઆરએફ દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેની ચાર ટીમો મુંબઇમાં અને થાણે અને પાલઘર જિલ્લામાં એક-એક ટીમ ગોઠવવામાં આવી છે. એક ટીમ બપોરે રત્નાગિરિ જિલ્લાના ચીપલૂન નગર પહોંચશે.

થાણેના ગામો ડૂબી ગયા

થાણે જિલ્લાના સહપુર તાલુકાના કેટલાક ગામો ડૂબી ગયા છે અને સ્થાનિક અધિકારીઓ એનડીઆરએફની મદદથી ત્યાં ફસાયેલા સેંકડો લોકોને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. થાણે જિલ્લાના મુમ્બ્રા, ભિવંડી, ટિટવાલા અને કસારા વિસ્તારમાં પાણી ભરાવાની ઘટનાઓને કારણે લોકો ફસાયેલા હોવાનું જાણવા મળે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વસઇ, વિરાર અને પાલઘરમાં અન્ય સ્થળોએ પૂરનો માહોલ સર્જાયો છે પરંતુ હજુ સુધી કોઈ જાનહાનિ થઈ નથી. થાણે જિલ્લાના કસારા અને ટિટવાલામાં પૂરમાં ફસાયેલા કેટલાક લોકોને બહાર કાઢી ને જિલ્લા પરિષદની શાળાઓમાં રોકવામાં આવ્યા છે.

40 ટીમ તૈનાત

થાણેના પ્રાદેશિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના પ્રમુખ સંતોષ કદમે જણાવ્યું હતું કે તેમને શહેરમાં વૃક્ષો ધરાશાયી થતા કેસો વિશે માહિતી આપવા માટે 34 કોલ આવ્યા હતા, પરંતુ આ ઘટનાઓમાં કોઈને ઈજા થઈ નથી. વહેલી સવારે ગણેશ નગરમાં કેટલાક ઘરોમાં પાણી પ્રવેશ્યું હતું અને બાદમાં 40 જેટલા લોકોને આપત્તિ પ્રતિક્રિયા ટીમો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા.પાલઘર કલેક્ટરના ડો.માનિક ગુરસલે એક સંદેશમાં જણાવ્યું હતું કે ભૂસ્ખલન બાદ નાસિક-જવાહર માર્ગ બંધ કરાયો હતો. ગુરુવારે સાંજ સુધીમાં તે ફરીથી કામગીરી શરૂ કરે તેવી સંભાવના છે. તેમણે લોકોને ત્ર્યંબક-દેવગાંવ-ખોદલા માર્ગનો ઉપયોગ કરવાની અપીલ પણ કરી હતી.

Last Updated : Jul 23, 2021, 2:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.