ETV Bharat / bharat

ગુજરાતમાં મેઘ તાંડવ, PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી મેળવી માહિતી - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યપ્રઘાન ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતી અંગેની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રી એ ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં પાછલા 48 કલાકમાં જે ભારે વરસાદ વરસ્યો છે, તેની વિગતો અને તેને પરિણામે ઊભી થયેલી સ્થિતિની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંપૂર્ણ વિગતો આપી હતી. આ અંગે ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ પણ કર્યુ હતું.

ગુજરાતમાં મેઘ તાંડવ, નરેન્દ્રભાઇ મોદીએ ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી મેળવી માહિતી

author img

By

Published : Jul 11, 2022, 2:25 PM IST

Updated : Jul 11, 2022, 2:43 PM IST

ન્યુઝ ડેસ્ક: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યપ્રઘાન ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતી અંગેની વિગતો મેળવી હતી. મુખ્યપ્રધાને ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં પાછલા 48 કલાકમાં જે ભારે વરસાદ વરસ્યો છે તેની વિગતો અને તેને પરિણામે ઊભી થયેલી સ્થિતિની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંપૂર્ણ વિગતો આપી હતી. વડાપ્રધાનએ આ વરસાદી સ્થિતીને પહોચી વળવા NDRF સહિતની તમામ જરૂરી મદદ માટે કેન્દ્ર સરકાર, રાજ્યના વરસાદ અસરગ્રસ્તોની સાથે હોવાની ખાતરી આપી હતી. આ અંગે મુખ્યપ્રઘાન ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ પણ કર્યુ હતું.

  • માન. વડાપ્રધાન શ્રી @narendramodi જી એ આજે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતમાં ભારે વરસાદથી સર્જાયેલ સ્થિતિ અંગે વિગતો મેળવી હતી. તેમણે આ સ્થિતિને પહોચી વળવા NDRF સહિતની તમામ જરૂરી મદદની ખાતરી આપી હતી. ગુજરાતના લોકોની સંવેદનાસભર કાળજી લેવા બદલ પ્રધાનમંત્રીશ્રીનો આભારી છું.

    — Bhupendra Patel (@Bhupendrapbjp) July 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: વરસાદના કારણે ક્યારેય ન જોયા હોય તેવા દ્રશ્યો દેખાયા, PMએ રાજ્યની સ્થિતિનો મેળવ્યો તાગ

પોલીસ સ્ટેશન બહાર પણ પાણી ભરાયું: અમદાવાદ શહેરમાં રવિવાર સાંજના સાત વાગ્યાથી બારે મેઘ (Monsoon Gujarat 2022 )ખાંગા થયા હતા અને અનેક વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે આખી રાત અમદાવાદ શહેરમાં વરસાદે (ahmedabad rain)તોફાની બેટિંગ કરી હતી. અમદાવાદના પૂર્વ વિસ્તારની વાત કરવામાં આવે તો( Flood in Gomtipur)પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાએ કેડ સમા પાણી ભરાયા હતા જેથી લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. મહત્વની વાત કરવામાં આવે તો ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં બહાર પણ ભારે પાણી ભરાયું હતું.

લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા: છોટા ઉદેપુરમાં (Pool breaks in Chhota Udepur) રવિવારે અવિરત ભારે વરસાદને કારણે પૂલનો એક ભાગ તૂટી પડ્યો હતો. જોકે, અહીં બચાવ કામગીરી ચાલુ રહેતા લગભગ 700 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અગાઉ ઔરંગા નદી ઓવરફ્લો થઈ હતી અને ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પણ પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી. તો NDRFની ટીમો અને સ્થાનિક વહીવટીતંત્ર આ વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય કરે છે.

આ પણ વાંચો: અમદાવાદમાં બારે મેઘ ખાંગા: ગોમતીપુર પોલીસ સ્ટેશનથી ફાયર બ્રિગેડ સુધીનો વિસ્તાર પાણીમાં ગરકાવ

લોકોને કરાયા એલર્ટ: વલસાડ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ (Heavy Rain in Valsad) પડી રહ્યો છે. અહીં મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા (New water inflow into Valsad rivers) મળ્યું હતું. સાથે જ અહીં વરસાદના કારણે ઠેરઠેર વરસાદ (Heavy Rain in Valsad) પડ્યો હતો. બીજી તરફ શેરી અને સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા હતા. જોકે, પાણી ભરાઈ જવાના કારણે નદી કિનારે રહેતા લોકોને એલર્ટ (Alert due to rain in Valsad) કરી દેવાયા છે. અહીં નદીમાં નવા નીર આવતાં લોકો નદીનો નજારો જોવા માટે છત્રીઓ લઈને કિનારે પહોંચી ગયા હતા.

Last Updated : Jul 11, 2022, 2:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.