ETV Bharat / bharat

નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત, ખેડૂતો ટ્રેન દ્વારા કરી શકે દિલ્હી તરફ કૂચ

નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય પ્રજાસત્તાક દિવસ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેવો છે. સમગ્ર દિલ્હીમાં ચૂસ્ત સુરક્ષાના ગોઠવી દેવામાં આવી છે. લાલ કિલ્લાની હિંસામાંથી બોધપાઠ લેતા પોલીસ સતર્ક છે.

નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન
નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન
author img

By

Published : Aug 1, 2021, 10:56 PM IST

  • 15 ઓગસ્ટને ધ્યાનમાં રાખી દિલ્હીમાં વધારી દેવામાં આવી સુરક્ષા
  • ખેડૂતોએ ટ્રેન દ્વારા મોટી સંખ્યામાં દિલ્હીમાં પ્રવેશવાની રણનીતિ બનાવી
  • ખેડૂતોનો આ મેળાવડો સંસદના ચોમાસુ સત્રના અંત સુધી ચાલુ રહેશે

ન્યુ દિલ્હી: 15 ઓગસ્ટને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સતત ખેડૂતોનું આંદોલન વેગ પકડતું જોવા મળી રહ્યું છે. જાન્યુઆરીમાં લાલ કિલ્લા પર થયેલી હિંસાને લઈને દિલ્હી પોલીસ આ વખતે કડક દેખાઈ રહી છે. ખેડૂતોની અવરજવર માટે નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. ખેડૂતોએ ટ્રેન દ્વારા મોટી સંખ્યામાં દિલ્હીમાં પ્રવેશવાની રણનીતિ બનાવી રહ્યા છે. નિઝામુદ્દીન સ્ટેશન પર એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અર્ધલશ્કરી દળો અને દિલ્હી પોલીસના જવાનોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.

નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત

આ પણ વાંચો- દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે ખેડૂતો યોજશે ટ્રેક્ટર પરેડ, હજારો પોલીસ જવાન રહેશે તૈનાત

રાકેશ ટીકૈતે આપી ટ્રેક્ટર રેલીની ખાતરી

લાલ કિલ્લા પર થયેલી હિંસામાંથી બોધપાઠ લેતા દિલ્હી પોલીસ પહેલેથી જ એલર્ટ થઈ ગઈ છે. નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પર 3 BTC બસો સ્થાપિત કરવામાં આવી છે. બીજી બાજુ, રાકેશ ટીકૈતે કહ્યું છે કે, ટ્રેક્ટર રેલી કાઢવામાં કોઈ નુકસાન નથી. જીંદ (હરિયાણા) ના લોકો ક્રાંતિકારી છે. તેમણે 15મી ઓગસ્ટે ટ્રેક્ટર રેલીનું આયોજન કરવાનો યોગ્ય નિર્ણય લીધો છે. મને ખબર નથી કે, સંયુક્ત કિસાન મોરચાએ શું નિર્ણય લીધો છે. તેમણે વધુમાં કહ્યું કે, ત્રિરંગો લહેરાવતા ટ્રેક્ટરોની પરેડ જોવી ગર્વની ક્ષણ હશે.

આ પણ વાંચો- ટ્રેક્ટર રેલી હિંસા: યોગેન્દ્ર યાદવ, મેધા પાટકર સહિત 37 ખેડૂત નેતાઓ સામે FIR

દિલ્હીની સરહદો પર ચાલી રહ્યો છે વિરોધ

વિરોધ કરી રહેલા ખેડૂતો જંતર -મંતર પર 'કિસાન સંસદ' ચલાવી રહ્યા છે. ખેડૂતોનો આ મેળાવડો સંસદના ચોમાસુ સત્રના અંત સુધી ચાલુ રહેશે. દરરોજ 200 ખેડૂતો અહીં સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી ભેગા થઈ રહ્યા છે. ગયા વર્ષે નવેમ્બરથી કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દિલ્હીની વિવિધ સરહદો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.