ETV Bharat / bharat

Stock Market Update : ભારતીય શેરમાર્કેટમાં ભારે એક્શન, BSE Sensex અને NSE Nifty ફરી ડાઉન બંધ - એડવાન્સ ડેકલાઈન રેશિયો

ચાલુ સપ્તાહના બીજા દિવસે ફરી ભારતીય શેરબજાર સપાટ બંધ થયું હતું. આજે પણ BSE Sensex અને NSE Nifty નજીવા વધારા સાથે ખુલ્યા હતા. જોકે ત્યારબાદ દિવસ દરમિયાન લેવાલી અને વેચવાલીના ફટાકા બાદ ટ્રેડિંગ સેશનના અંતે શેરમાર્કેટ માર્કેટ રેડ ઝોનમાં બંધ થયું હતું.

Stock Market Update
Stock Market Update
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2023, 4:15 PM IST

મુંબઈ : આજે ભારતીય શેરમાર્કેટમાં સતત ઉતાર ચઢાવ સાથે ભરપૂર એક્શન જોવા મળ્યું છે. આજે BSE Sensex અને NSE Nifty અનુક્રમે 48 અને 8 પોઈન્ટ વધીને ખુલ્યા હતા. ત્યારબાદ જોકે અચાનક FFI અને DII ના બાઈંગ અને સેલિંગ પ્રેશરની અસર ભારતીય શેરબજાર પર થઈ હતી. શેરમાર્કેટના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 78 અને 9 પોઈન્ટ ઘટીને રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. દિવસ દરમિયાન સતત તેજીવાળા ઓપરેટરો અને મંદીવાળા ઓપરેટરો વચ્ચે હોડ જામી હતી. જેના પરિણામે સતત ઉતાર ચઢાવ રહ્યા હતા.

BSE Sensex : આજે 26 સપ્ટેમ્બર મંગળવાર રોજ BSE Sensex ગતરોજના 66,023 બંધની સામે 48 પોઈન્ટ વધીને 66,071 ના મથાળે ખુલ્યો હતો. દિવસ દરમિયાન સતત ઉતાર ચઢાવ વચ્ચે 65,865 પોઈન્ટ ડાઉન અને 66,078 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. BSE Sensex વધારા સાથે ખુલ્યા બાદ સતત વેચવાલીના પગલે નીચે પટકાતો રહ્યો હતો. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 78 પોઈન્ટ ઘટીને 65,945 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.12 ટકાનો ઘટાડો દર્શાવે છે. ઉલ્લેખનિય છે કે, ગતરોજ પણ BSE Sensex 15 પોઈન્ટ વધીને 66,023 ના મથાળે બંધ રહ્યો હતો.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 9 પોઈન્ટ (0.05 %) વધીને 19,664 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 8 પોઈન્ટના સુધારા સાથે 19,682 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ NSE Nifty 19,637 પોઈન્ટ સુધી ડાઉન અને 19,699 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર અને DII ના ટેકારુપી બાઈંગ વચ્ચે ઈન્ડેક્સ સતત ઉપર નીચે થતો રહ્યો હતો. જોકે ગતરોજ NSE Nifty ઈનડેક્સ 19,674 ના મથાળે લીલા રંગમાં બંધ રહ્યો હતો.

IPO અપડેટ : રોકાણકારો માટે ઈનવેસ્ટમેન્ટના નવા વિકલ્પ સામે આવી રહ્યા છે. જેમાં SEBI તરફથી ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકના IPO મંજૂરી મળી છે. ઉપરાંત વેસ્ટર્ન કેરિયર્સ લિમિટેડના IPO માટે પણ SEBI દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જ્યારે WAPCOS લિમિટેડે IPO અરજી પાછી ખેંચી છે.

ટોપ ગેઈનર શેર : સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં નેસ્લે (1.68 %), ટાટા સ્ટીલ (1.22 %), બજાજ ફાયનાન્સ (0.59 %), ભારતી એરટેલ (0.41 %) અને HDFC બેંકનો (0.41 %) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં ટેક મહિન્દ્રા (-1.30 %), ઇન્ડસઇન્ડ બેંક (-1.21 %), ઇન્ફોસીસ (-0.96 %), કોટક મહિન્દ્રા (-0.95 %) અને એશિયન પેઇન્ટ્સ (-0.88 %)નો સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 953 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1100 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં HDFC બેંક, મારુતિ સુઝુકી, ટીસીએસ અને ટાટા મોટર્સના સ્ટોક રહ્યા હતા.

  1. Last date Of return Rs 2000: સમયમર્યાદા નજીક આવી રહી છે, 2000 રૂપિયાની નોટ ઝડપથી જમા કરાવો, નહીં તો ગુલાબી નોટો રદ્દી થઈ જશે
  2. Stock Market Opening: સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે જ ઘટ્યા, આ શેરોની હાલત ખરાબ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.