ETV Bharat / bharat

બૉલિવૂડના અપમાનજનક રિપોર્ટિંગ પર રોક લગાવવાની અરજી અંગે આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી - બૉલિવુડ રિપોર્ટિંગ

દિલ્હી હાઈકોર્ટ આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિરુદ્ધ કથિ રીતે બેજવાબદાર અને અપમાનજનક રિપોર્ટિંગ પર રોક લગાવવા કરેલી માંગની અજી પર સુનાવણી કરશે. છેલ્લી સુનાવણી દરમિયાન જસ્ટિસ રાજીવ શકધરની બેંચએ સંબંધિત મીડિયા સંગંઠનોને નોટિસ જારી કરી જવાબ આપવા નિર્દેશ કર્યો છે.

z
zx
author img

By

Published : Dec 14, 2020, 10:12 AM IST

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટ આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિરુદ્ધ કથિ રીતે બેજવાબદાર અને અપમાનજનક રિપોર્ટિંગ પર રોક લગાવવા કરેલી માંગની અજી પર સુનાવણી કરશે. છેલ્લી સુનાવણી દરમિયાન જસ્ટિસ રાજીવ શકધરની બેંચએ સંબંધિત મીડિયા સંગંઠનોને નોટિસ જારી કરી જવાબ આપવા નિર્દેશ કર્યો છે.

સુનાવણી દરમિયાન અરજીકર્તાઓના વકીલ રાજીવ નય્ય્ર અને અખિલ સિબ્બ્લે કહ્યું હતું કે ન્યૂઝ ચેનલોએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને કિંગપિન બૉલિવૂડ, પાકિસ્તાની ફંડિડ, નેપોટિસ્ટ વગેરે નામોની ઉપમા આપી દર્શાવી છે.

અપમાનજનક રિપોર્ટિંગ પર રોકની માંગ

સુનાવણી દરમિયાન અખિલ સિબ્બ્લે કહ્યું હતું કે ન્યૂઝ ચેનલોએ અપમાન જનક રિપોર્ટિંગ પર રોક લગાવવી જોઈએ. મીડિયા સ્વ નિયમનનું પાલન કરી રહી નથી. તેમણે કહ્યું હતું કે ન્યૂઝ બ્રોડકાસ્ટ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટીએ એમ પણ કહ્યું હતું કે સત્યને જાણવાનો અર્થ એ નથી કે મીડિયા જૂથ આરોપીના અધિકારોનું ઉલ્લંઘન કરે અને તેનું જીવન બરબાદ કરે. ત્યાર બાદ અદાલતે પૂછ્યું કે શું તમે પણ વળતરની માંગણી કરી છે. ત્યારે નાયકે કહ્યું કે ના. ત્યારબાદ કોર્ટે કહ્યું કે તમે સુનાવણી દરમિયાન વળતરની માંગ કરી શકો છો.

ગુગલ અને ફેસબુકને પક્ષકારની સુચીમાંથી હટાવ્યાં

સુનવાણી દરમિયાન ગુગલ ઈન્ડિયા અને ફેસબુક ઈન્ડિયાએ આ મામવે પોતાને પક્ષકારના રુમાં હટાવવાની માંગ કરી હતી. કોર્ટે તેમની માંગને મંજૂર રાખતા ગુગલ અને ફેસબુકને પક્ષકારની યાદીમાંથી હટાવવાનો આદેશ આપ્યો હતો.

બૉલિવૂડ માટે dirt, filth, scum, druggies જેવા શબ્દોનો પ્રયોગ

અપમાનજનક રિપોર્ટિંગ પર રોક લગાવવા અંગે બૉલિવૂડના 38 પ્રોડયુસર્સે અરજી દાખલ કરી હતી. અરજીમાં જણાવાયું છે કે મીડિયા સંસ્થાઓએ બૉલિવૂડના લોકોનું ખાનગી જીવન અને અધિકારોનું ઉલ્લંઘનકર્યુ છે. અરજીમાં વધુમાં જણાવાયું છે કે મીડિયાએ બૉલિવુડ માટે ડર્ટ( Dirt), ગંદગી(Filth), મેલ(Scum) અને ડ્રગી(Druggies) જેવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. જે શબ્દોનો પ્રયોગ ન થવો જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.