- ગયા વર્ષે મથુરામાં જન્મભૂમિ અંગે કરાઈ હતી અરજી
- 5 એડ્વોકેટે ભેગા મળીને કોર્ટમાં કરી હતી અરજી
- શ્રીકૃષ્ણ જન્મભૂમિના માલિકી હક અને પરિસરને અતિક્રમણથી મુક્ત બનાવવાની માગ
મથુરાઃ મથુરામાં સોમવારે સિવિલ જજ અને ડીજે કોટમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ અંગે સુનાવણી થશે. ગયા વર્ષે આ અંગે અરજી કરવામાં આવી હતી. શ્રીકૃષ્ણ જન્મભૂમિના માલિકી હક અને પરિસરને અતિક્રમણથી મુક્ત બનાવવાની માગ અંગે આ અરજી કરવામાં આવી હતી. સુનાવણી કૃષ્ણ ભક્ત રંજના, અગ્નિહોત્રી અને એડ્વોકેટ મહેન્દ્ર પ્રતાહ સિંહની અરજી પણ થશે.
શ્રીકૃષ્ણ જન્મસ્થળના માલિકીના હક પરિસરને મસ્જિદ મુક્ત બનાવવાની માગ
શ્રીકૃષ્ણ જન્મસ્થાન પરિસર 13.37 એકરમાં બનેલું છે. 11 એકરમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ લીલા મંચ, ભાગવત ભવન અને 2.37 એકરમાં શાહી ઈદગાહ મસ્જિદ બની છે. કૃષ્ણ ભક્ત એડ્વોકેટ રંજના અગ્નિહોત્રી સહિત 5 એડ્વોકેટોએ ગયા વર્ષે 25 સપ્ટેમ્બરે શ્રીકૃષ્ણ જન્મસ્થળના માલિકીના હક પરિસરને મસ્જિદ મુક્ત બનાવવાની માગ અંગે કોર્ટમાં અરજી કરી હતી.
આ પણ વાંચોઃ રાજસ્થાન હાઇકોર્ટમાં આસારામની અરજીની સુનાવણી 3 મે સુધી મુલતવી
20 જુલાઈ 1973માં આ જમીનનું હુકમનામું કરાયું હતું
12 ઓક્ટોબર 1968માં કટારા કેશવ દેવ મંદિરની જમીનની સમજૂતી શ્રીકૃષ્ણ જન્મસ્થળ સોસાયટી દ્વારા કરવામાં આવી હતી. 20 જુલાઈ 1973માં આ જમીનનું હુકમનામું કરવામાં આવ્યું હતું. હુકમનામું રદ કરવાની માગ અંંગે 25 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટના એડ્વોકેટે આ અરજી દાખલ કરી છે.