- આશ્રમમાં સગીરાની જાતીય સતામણી કરવાના કેસમાં ભોગવી રહ્યા છે સજા
- 6 વર્ષ અગાઉના કેસમાં આસારામને ફટકારાઈ હતી આજીવન કેદની સજા
- આ કેસમાં અન્ય બે સહઆરોપીઓએ સજાને લઈને કરી છે અપીલ
જોધપુર: પોતાના આશ્રમમાં એક સગીરાનું યૌન શોષણ કરવાના આરોપસર આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામની સહ આરોપી શિલ્પી અને શરદચંદની અપીલ પરની સુનાવણી સોમવારે આગળ વધી શકી નથી. વરિષ્ઠ ન્યાયાધીશ સંદીપ મહેતા અને ન્યાયાધીશ દેવેન્દ્ર કચ્છવાહાની ડિવિઝન બેંચ સમક્ષ આસારામ, શિલ્પી અને શરદચંદની અપીલની સુનાવણી હાથ ધરવામાં આવનારી હતી, પરંતુ એડ્વોકેટ દ્વારા સમય માંગતા સુનાવણી 3 મે સુધી મુલતવી રાખવામાં આવી છે.
આ પણ વાંચો: આસારામ જેલ બહાર આવશે તો સમર્થક એકત્ર થશે, હાઇકોર્ટે વચગાળા જામીન ફગાવ્યાં
સરકારી વકીલે સમય માંગતા સુનાવણી ટળી
આ સજા સામે આસારામ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર મુંબઈના વરિષ્ઠ એડવોકેટ શિરીષ ગુપ્તેએ કોર્ટ પાસે સમય માંગતા કોર્ટે સમય આપ્યો છે. આસારામ વતી જોધપુરના વરિષ્ઠ વકીલ જગમલસિંહ ચૌધરી અને તેમના સાથી પ્રદીપસિંહ ચૌધરી પણ કોર્ટમાં હાજર હતા. નોંધપાત્ર વાત એ છે કે, આસારામ પોતાના આશ્રમની એક સગીરા સાથે જાતીય ગેરવર્તનના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.
આ પણ વાંચો: જોધપુર જેલમાં બંધ આસારામની તબિયત લથડી, શ્વાસ લેવામાં તકલીફ બાદ હોસ્પિટલમાં દાખલ
POCSO એક્ટ અંતર્ગત નોંધાયો હતો ગુનો
સેન્ટ્રલ જેલમાં વિશેષ અદાલત કરીને SC-ST એક્ટ કોર્ટના ન્યાયાધીશ મધુસુદન શર્માને POCSO એક્ટ હેઠળ દાખલ આ કેસની સુનાવણી કરી રહ્યા હતા. લગભગ 6 વર્ષ સુનાવણી કર્યા પછી 25 એપ્રિલ 2018ના રોજ મુખ્ય આરોપી આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે, સહ આરોપી શિલ્પી અને શરદચંદને 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. શિલ્પી અને શરદચંદે આ સજા વિરુદ્ધ હાઇકોર્ટ સમક્ષ અપીલ કરી છે.