ETV Bharat / bharat

Umar Khalid Case Updaes: સુપ્રીમ કોર્ટે ખાલીદની જામીન અરજીની સુનાવણી 4 અઠવાડિયા સુધી સ્થગિત કરી - CAA

સુપ્રીમ કોર્ટે ઉમર ખાલીદની અરજી પર સુનાવણી ચાર અઠવાડિયા માટે સ્થગિત કરી દીધી છે. આ અગાઉ પાંચ સપ્ટેમ્બરે ખાલીદના વકીલ કપિલ સિબ્બલ સુપ્રીમમાં હાજર ન રહી શકવાને કારણે કોર્ટે સુનાવણી 12 સપ્ટેમ્બરે કરવાનું નક્કી કર્યુ હતું. વાંચો સમગ્ર સમાચાર વિગતવાર

સુપ્રીમે ખાલીદની જામીન અરજીની સુનાવણી 4 અઠવાડિયા સુધી ટાળી દીધી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 12, 2023, 2:08 PM IST

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે જેએનયુના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલીદની અરજી પર મંગળવારે સુનાવણી કરી છે. જેમાં વધુ ચાર અઠવાડિયા બાદ સુનાવણી હાથ ધરાશે તેવો નિર્ણય સુપ્રીમે કર્યો છે. ખાલીદ પર ઉત્તર પૂર્વિય દિલ્હીમાં વર્ષ 2020માં થયેલા હુલ્લડો યોજવાનો આરોપ લગાડીને કેસ દાખલ થયો છે. આ કેસ આતંકવાદી વિરોધી કાયદો યુએપીએ અંતર્ગત દાખલ કરાયો છે. મંગળવારે સુપ્રીમે ખાલીદની જામીન અરજી પર સુનાવણી સ્થગિત કરી છે. સુનાવણી દરમિયાન જજ અનિરુદ્ધ બોસ અને બેલા એમ ત્રિવેદીની સંયુક્ત બેન્ચે વિસ્તૃત સુનાવણીની આવશ્યક્તા જણાવી છે.

કપિલ સિબ્બલની દલીલઃ આ સુનાવણી દરમિયાન ખાલીદ અને તેના વકીલ કપિલ સિબ્બલ હાજર રહ્યા હતા. કપિલ સિબ્બલે ખાલીદ તરફથી દલીલ કરી હતી કે આ કેસમાં દરેક દસ્તાવેજનું ધ્યાનથી અવલોકન થવું જરૂરી છે. આરોપો સંબંધી પુરાવા પણ ધ્યાનથી જોવા જોઈએ. આ કેસમાં સુપ્રીમ કોર્ટના જજ પ્રશાંતકુમાર મિશ્રાએ 9 ઓગસ્ટે પોતાને આ કેસથી અલગ કરી લીધા છે.

દિલ્હી હાઈકોર્ટે જામીન અરજી ફગાવી હતીઃ 18 ઓક્ટોબર, 2022ના રોજ ઉમર ખાલીદની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે રદ કરી હતી તેથી ખાલીદે સુપ્રીમ કોર્ટના દ્વારા ખખડાવ્યા છે. ખાલીદની જામની અરજી જજ એ.એસ. બોપન્ના અને પ્રશાંતકુમારની સંયુકત બેન્ચ સમક્ષ આવી હતી. હાઈકોર્ટે જામીન અરજી રદ કરવા પાછળનું કારણ ખાલીદના સંપર્કો અને તેના પર લગાડવામાં આવેલ આરોપ પ્રથમ દ્રષ્ટિએ યોગ્ય હોવાનું જણાવ્યું હતું.

હુલ્લડોમાં 70થી વધુ લોકો માર્યા ગયા હતાઃ હાઈકોર્ટે ખાલીદના કૃત્યોને આંતકવાદી કૃત્ય ગણાવી તેના આરોપોને યોગ્ય ગણાવ્યા હતા. ખાલીદ, શરજીલ ઈમામ અને બીજા અનેક પર ફેબ્રુઆરી 2020ના હુલ્લડો પાછળના માસ્ટરમાઈન્ડ હોવાનો આરોપ લાગ્યો છે. પોલીસ રિપોર્ટ અનુસાર આ હુલ્લડોમાં 70 લોકોના મૃત્યુ થયા હતા અને 700થી વધુ લોકો ઘાયલ થયા હતા.

CAA અને NRCના વિરોધ પ્રદર્શનમાં થયા હતા હુલ્લડોઃ નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)ના વિરોધમાં આ હિંસા ભડકી હતી. સપ્ટેમ્બર 2020માં દિલ્હી પોલીસ દ્વારા ખાલીદની ધરપકડ કરાઈ હતી. ખાલીદે જામીન અરજીમાં દલીલ કરી છે કે આ હુલ્લડોમાં તેની કોઈ ગુનાહિત કે ષડયંત્રકારીની કોઈ ભૂમિકા નથી.

દિલ્હી પોલીસની દલીલઃ સુપ્રીમ કોર્ટમાં દિલ્હી પોલીસે ખાલીદની જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું કે, ખાલીદે જે ભાષણ આપ્યું તે બહુ સમજી વિચારીને આપ્યું હતું. તેના ભાષણમાં બાબરી મસ્જિદ, ત્રણ તલાક, કાશ્મીર, મુસ્લિમો પર અત્યાચાર, CAA અને NRC જેવા સંવેદનશીલ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. (પીટીઆઈ)

  1. હરિયાણા ચૂંટણી: JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલીદ પર હુમલાના આરોપીને શિવસેનાએ ટિકિટ આપી
  2. JNUના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદે કહ્યું, શોએબ અખ્તરથી તેજ ફેંકે છે મોદી-શાહ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.