ETV Bharat / bharat

એલોપેથી અંગે યોગગુરુ બાબા રામદેવના નિવેદન પર કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન ખફા - स्वास्थ्य मंत्री डॉ हर्षवर्धन

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષ વર્ધનએ જણાવ્યું છે કે, યોગગુરુ રામદેવે કોરોના રોગચાળામાં લડતા તબીબોનું અપમાન કર્યું છે. તેમણે જણાવ્યું છે કે, રામદેવની એલોપેથી દવા અંગેની ટિપ્પણી કમનસીબ છે. હર્ષવર્ધને પણ રામદેવને પોતાનું નિવેદન પરત લેવા જણાવ્યું છે.

Harsh Vardhan
Harsh Vardhan
author img

By

Published : May 23, 2021, 9:14 PM IST

  • યોગગુરુ રામદેવ એલોપેથિક દવા અંગેની ટિપ્પણી બાદ વિવાદમાં
  • કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન ખફા
  • રામદેવને એક પત્ર લખીને વિવાદિત નિવેદન પરત લેવા જણાવ્યું

નવી દિલ્હી : યોગગુરુ રામદેવ એલોપેથિક દવા અંગેની તેમની ટિપ્પણીને લઈને વિવાદમાં છે. તેમના નિવેદનનો ભારતીય મેડિકલ એસોસિએશન દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે. તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષ વર્ધનએ જણાવ્યુું છે કે, તેમણે રામદેવને એક પત્ર લખીને વિવાદિત નિવેદન પરત લેવા જણાવ્યું છે.

આ પણ વાંચો - સળગતી ચિતાઓ વચ્ચે નવો વિવાદ, બાબા રામદેવ પ્રમાણે એલોપેથી સીલી સાયન્સ

રામદેવનું નિવેદન ડૉકટર્સનું મનોબળ સાબિત થઈ શકે છે

ડૉ. હર્ષવર્ધનએ આ પત્રમાં લખ્યું કે, રામદેવનું નિવેદન કોરોના વોરિયર્સનું અપમાન કરે છે. જેનાથી દેશની ભાવનાઓને પણ ઠેસ પહોંચી છે. તેમણે રામદેવને લખેલા બે પાનાના પત્રમાં લખ્યું છે કે, રામદેવનું નિવેદન ડૉકટર્સનું મનોબળ સાબિત થઈ શકે છે અને કોરોના રોગચાળા સામેની દેશની લડતને નબળી બનાવી શકે છે.

Harsh Vardhan
યોગગુરુ રામદેવના એલોપેથી પરના નિવેદન બાદ આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષ વર્ધનને પત્ર લખ્યો (પાનું -1)

આ પણ વાંચો - દિલ્હી પટિયાલા હાઉસ કોર્ટે બાબા રામદેવ વિરુદ્ધ FIR દાખલ કરવાની માગ કરતી અરજી ફગાવી

એલોપથી દવાઓને 'સિલી સાયન્સ' કહેવા બદલ કડક કાર્યવાહી કરવામાં આવે

મહત્ત્વની વાત છે કે, ભારતીય મેડિકલ એસોસિએશન (IMA)એ શનિવારે રામદેવના નિવેદનને 'અજ્ઞાનતા ભરેલી' ટિપ્પણી ગણાવી હતી. IMAએ માગ કરી છે કે યોગગુરુ બાબા રામદેવ વિરુદ્ધ લોકોને ગેરમાર્ગે દોરવા અને એલોપથી દવાઓને 'સિલી સાયન્સ' કહેવા બદલ કડક કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચો - 'કોરોનિલ' બાબા રામદેવની સ્પષ્ટતા, કહ્યું- આજથી કોરોનિલ કીટ દેશભરમાં ઉપલબ્ધ થશે

વીડિયોનું સંપાદિત સંસ્કરણ રામદેવે આપેલા સંદર્ભથી અલગ

જે બાદમાં આ મુદ્દો જોર પકડતો જોઈને હરિદ્વાર સ્થિત પતંજલિ યોગપીઠ ટ્રસ્ટે રામદેવની ટિપ્પણીને નકારી હતી અને તેને 'ખોટી' ગણાવી હતી. પતંજલિ યોગપીઠે આ નિવેદનને નકારી કાઢતાં એક નિવેદન બહાર પાડ્યું અને કહ્યું કે 'તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, વીડિયોનું સંપાદિત સંસ્કરણ રામદેવે આપેલા સંદર્ભથી અલગ છે.'

Harsh Vardhan
યોગગુરુ રામદેવના એલોપેથી પરના નિવેદન બાદ આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષ વર્ધનને પત્ર લખ્યો (પાનું - 2)

આ પણ વાંચો - જયપુરમાં બાબા રામદેવ સહિત 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

આધુનિક વિજ્ઞાન અને આધુનિક તબીબી પ્રણાલીથી સારવાર કરનારાઓ સામે રામદેવનો કોઈ ખોટો હેતુ નથી

આચાર્ય બાલ કૃષ્ણના હસ્તાક્ષર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર, રોગચાળાના સમયગાળા દરમિયાન રામદેવ સખત મહેનત કરનારા ડૉક્ટર્સ અને તબીબી કર્મચારીઓ માટે રામદેવને સંપૂર્ણ માન છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'આધુનિક વિજ્ઞાન અને આધુનિક તબીબી પ્રણાલીથી સારવાર કરનારાઓ સામે રામદેવનો કોઈ ખોટો હેતુ નથી. તેની ઉપર જે પણ આરોપ લગાવવામાં આવી રહ્યા છે, તે ખોટું અને અર્થહીન છે.

એલોપથીની દવાઓ લીધા બાદ લાખો દર્દીઓ મરી ગયા છે

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોનો હવાલો આપીને IMAએ જણાવ્યું હતું કે, રામદેવે એવો દાવો કર્યો છે કે, એલોપથી એક "સિલી સાયન્સ" છે અને રેમડેસીવીર, ફેવિફ્લૂ અને કોવિડ 19ની સારવાર માટે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ દ્વારા માન્યતા આપવામાં આવી છે, તે અન્ય દવાઓ રોગ મટાડવામાં નિષ્ફળ છે. IMA અનુસાર રામદેવે કહ્યું કે, 'એલોપથીની દવાઓ લીધા બાદ લાખો દર્દીઓ મરી ગયા છે'.

આ પણ વાંચો - ખાપટ- ધરમપુરના સેવરેજ નેટવર્કના 36 કરોડના ટેન્ડરમાં ભ્રષ્ટાચાર થયો છે - કોંગ્રેસ નેતા રામદેવ મોઢવાડીયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.