ETV Bharat / bharat

ધોરણ 1માં પ્રવેશ માટેની વય મર્યાદા સામે દાખલ કરેલી અરજી પર કેન્દ્રીય વિદ્યાલય સંગઠનને નોટિસ - દિલ્હી હાઈકોર્ટ

કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 1 માં પ્રવેશ માટેની વય મર્યાદા 7 થી વધારીને 8 વર્ષ કરવા (kendriya vidyalaya sangathan on age limit) સામે દાખલ કરવામાં આવેલી અરજી પર કેન્દ્રીય વિદ્યાલય સંગઠનને નોટિસ આપવામાં (hc issued notice to kendriya vidyalaya) આવી છે.

ધોરણ 1માં પ્રવેશ માટેની વય મર્યાદા સામે દાખલ કરેલી અરજી પર કેન્દ્રીય વિદ્યાલય સંગઠનને નોટિસ

author img

By

Published : Mar 8, 2022, 7:49 PM IST

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 1 માં પ્રવેશ માટેની લઘુત્તમ વય મર્યાદા (age limit for admission in first class ) 5 વર્ષથી વધારીને 6 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 7 વર્ષથી વધારીને 8 વર્ષ કરવાના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરતી વખતે નોટિસ જારી (hc issued notice to kendriya vidyalaya) કરી છે. જસ્ટિસ રેખા પલ્લીની ખંડપીઠે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન અને કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે અને 10 માર્ચ સુધીમાં તેમના જવાબો દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો: Women Soldiers In ukraine: યુક્રેનિયન એ મહિલાઓ જે રશિયા સામે લડવા આર્મીમાં જોડાઈ, જુઓ વિડીયો

અરજી અરીન નામના વિદ્યાર્થી દ્વારા દાખલ કરવામાં આવી

આ અરજી અરીન નામના વિદ્યાર્થી દ્વારા દાખલ કરવામાં આવી છે. અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટ અશોક અગ્રવાલે કહ્યું કે, કેન્દ્રીય વિદ્યાલય સંગઠનનો આદેશ મનસ્વી અને ગેરકાયદેસર છે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના આદેશથી વિદ્યાર્થીઓના વાલીઓ પરેશાન છે. ગત 4 માર્ચે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન વતી કહેવામાં આવ્યું હતું કે, અરજદારે નવી શિક્ષણ નીતિને પડકારવી જોઈએ.

આ પણ વાંચો: International Womens Day 2022: ભારતમાં પ્રજનન દરમાં ઘટાડો એ ચિંતાનો વિષય

અગાઉ કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ માટેની વય મર્યાદા 5થી 7 વર્ષની હતી

અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટ અશોક અગ્રવાલે કહ્યું કે, તેઓ નવી શિક્ષણ નીતિને પડકારી રહ્યાં નથી કારણ કે, પ્રથમ તો તે કોઈ વૈધાનિક દસ્તાવેજ નથી અને બીજું કે નવી શિક્ષણ નીતિમાં ધોરણ 1 માટે લઘુત્તમ વય મર્યાદા 6 વર્ષથી વધુ કરવાનો પ્રસ્તાવ છે તેનો ક્યાંય ઉલ્લેખ નથી. અશોક અગ્રવાલે કહ્યું કે, કેન્દ્રીય વિદ્યાલય સંગઠન નવી શિક્ષણ નીતિનું ખોટું અર્થઘટન કરી રહ્યું છે. અગાઉ કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ માટેની વય મર્યાદા 5થી 7 વર્ષની હતી, જે હવે વધારીને 6થી 8 વર્ષ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.