સીતામઢી : હરિયાણાના ગુરુગ્રામમાં ગત મોડી રાત્રે થયેલી હિંસાની ઘટનામાં સીતામઢીના રહેવાસી ઇમામ હાફિઝ સાદની મસ્જિદમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી. ગુરુગ્રામના સેક્ટર 57માં આવેલી મસ્જિદમાં હુમલામાં ઇમામ હાફિઝ સાદનું મોત થયું હતું. મૃતક ઇમામ સીતામઢી જિલ્લાના નાનપુર બ્લોકના પંડૌલ બુઝર્ગ પંચાયતના વોર્ડ નંબર 8 મનિયાડીહ ગામનો રહેવાસી હતો. તેમના મૃત્યુના સમાચાર મળતા પરિવારમાં શોક અને આક્રોશનો માહોલ છે.
ગુરુગ્રામમાં સીતામઢીના ઇમામની હત્યા : મામલાને લઇને કહેવામાં આવી રહ્યું છે કે બદમાશો ગુરૂગ્રામ મસ્જિદમાં ઘૂસી ગયા અને સીતામઢીના રહેવાસી ઇમામ હાફિઝ સાદની ચાકુ મારીને હત્યા કરી દીધી. ઇમામના મૃત્યુ બાદ પિતા મોહમ્મદ મુશ્તાક ઉર્ફે લડ્ડુએ જણાવ્યું કે સાદ 1 ઓગસ્ટના રોજ ગામમાં આવવાનો હતો. તેની પાસે ટિકિટ પણ હતી. મૃતકના પિતાએ જણાવ્યું કે રાત્રે 12 વાગે બદમાશોએ તેની હત્યા કરી નાખી. જ્યારે પરિવારને આ સમાચાર મળ્યા તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. જેને લઈને ગામમાં પણ ખળભળાટ મચી ગયો છે. ગુરુગ્રામમાં મસ્જિદના ઇમામની હત્યાને લઇ પરિવારના સભ્યો ન્યાય માટે પોકાર કરી રહ્યાં છે.
"મારા જમાઇને ત્યાંથી ફોન આવ્યો હતો કે તેની હત્યા કરી દેવામાં આવી છે. એ લોકોએ કહ્યું કે આજે આવી જાવ. માકો દીકરો જ મારો સહારો હતો. 1 તારીખે ટિકીટ લીધેલી હતી. પાછા જવાની ટિકીટ પણ કરેલી હતી. પણ તે પહેલાં જ આવી ઘટના બની ગઇ. છેલ્લીવાર પરમ દિવસે ફોન કર્યો હતો." મૃતકના પિતા
ઉપદ્રવીઓએ મસ્જિદમાં ઘૂસીને હત્યા કરી : હાફિઝ સાદની માતા સનોબર ખાતૂન પુત્રના મૃત્યુના શોકમાં રડીરડીને સંતપ્ત છે. હાફિઝ સાદ હજુ અપરિણીત હતો. મળતી માહિતી મુજબ હાફિઝ સાદ ડિસેમ્બર 2022થી ગુરુગ્રામ મસ્જિદમાં ઇમામ હતો. આજે મૃતક હાફિઝ સાદનો મૃતદેહ તેના વતન ગામ નાનપુર પહોંચશે. મસ્જિદમાં ઘુસીને ઇમામની હત્યાના સમાચારથી સમગ્ર નાનપુર ગામમાં પણ શોકનો માહોલ છે. સાથે જ સ્થાનિક લોકોએ સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને આ મામલે કાર્યવાહી કરવા માંગ કરી છે.
Nuh Violence Updates: 8 જિલ્લામાં કલમ 144 લાગુ, જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ અસ્થાયી ધોરણે સ્થગિત
Nuh violence : 5 જિલ્લામાં કલમ 144 લાગુ, નૂહમાં 8 અર્ધલશ્કરી બટાલિયન તૈનાત