ન્યૂઝ ડેસ્ક : હાર્દિક પંડ્યા આજે તેનો 29મો જન્મદિવસ (Hardik Pandya 29th Birthday Today) ઉજવી રહ્યો હતો. હાર્દિકે વર્ષ 2016માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. છેલ્લા એક વર્ષથી હાર્દિકે શાનદાર પ્રદર્શન કર્યું છે. આટલું જ નહીં, તેણે આ વર્ષે IPLમાં કેપ્ટનશિપ કરી હતી. આ સાથે જ IPLની નવી ટીમે પોતાની ઓલરાઉન્ડ રમતથી ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવ્યું હતું. તેણે IPL-2022માં 15 મેચમાં 44.27ની એવરેજથી 487 રન બનાવીને 8 વિકેટ પણ લીધી હતી.
-
1⃣5⃣0⃣ international matches 👍
— BCCI (@BCCI) October 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
2⃣9⃣0⃣7⃣ international runs 💪
1⃣3⃣4⃣ international wickets 👌
Wishing #TeamIndia all-rounder @hardikpandya7 a very happy birthday! 🎂 👏 pic.twitter.com/jg81px9kWs
">1⃣5⃣0⃣ international matches 👍
— BCCI (@BCCI) October 11, 2022
2⃣9⃣0⃣7⃣ international runs 💪
1⃣3⃣4⃣ international wickets 👌
Wishing #TeamIndia all-rounder @hardikpandya7 a very happy birthday! 🎂 👏 pic.twitter.com/jg81px9kWs1⃣5⃣0⃣ international matches 👍
— BCCI (@BCCI) October 11, 2022
2⃣9⃣0⃣7⃣ international runs 💪
1⃣3⃣4⃣ international wickets 👌
Wishing #TeamIndia all-rounder @hardikpandya7 a very happy birthday! 🎂 👏 pic.twitter.com/jg81px9kWs
હાર્દિક પંડ્યાનો આજે જન્મદિવસ : ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 29 વર્ષનો થઈ ગયો છે અને આ વર્ષ તેના માટે ઘણું સારું રહ્યું છે. ઈજા બાદ ટીમમાં પરત ફરતી વખતે હાર્દિકે શાનદાર પ્રદર્શન કર્યું છે. હાર્દિક ટી20 વર્લ્ડ કપમાં સામેલ છે અને તે ટીમ ઈન્ડિયાનો ટ્રમ્પ કાર્ડ પણ છે. હાર્દિકે હાઈ પ્રેશર ટી20 મેચોમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. તેણે પોતાના દમ પર ગુજરાત ટાઇટન્સને IPL ચેમ્પિયન બનાવ્યું છે. હાલ ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવવાની જવાબદારી હાર્દિક પર છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હાર્દિક પંડ્યાનું જોરદાર પુનરાગમન : એવા ઘણા ખેલાડીઓ છે જેઓ IPLમાં સારું પ્રદર્શન કરે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં તેમ કરી શકતા નથી. હાર્દિક પંડ્યા તે ખેલાડીઓ કરતા અલગ છે. તે IPLમાં પણ સારું રમે છે અને જ્યારે તે ટીમમાં હોય છે ત્યારે તેની રમત શાનદાર હોય છે. ઈજા બાદ હાર્દિક પંડ્યાએ એશિયા કપમાં પુનરાગમન કર્યું અને શાનદાર રમત બતાવી. જો કે, તેને ઓછી બોલ રમવાની તક મળે છે કારણ કે તે હવે 7મા નંબર પર બેટિંગ કરી રહ્યો છે. જ્યારે હાર્દિકે ચોથા નંબર પર બેટિંગ કરતાં વધુ રન બનાવ્યા છે. હાલમાં T20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા ભારતની આશા છે.
હાર્દિક પંડ્યાને પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં રમવાની મળી હતી તક : હાર્દિક પંડ્યાને 2016માં પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં રમવાની તક મળી હતી. આ ટૂર્નામેન્ટમાં હાર્દિકે ભારતને બાંગ્લાદેશ સામેની હારથી બચાવી હતી. મેચમાં બાંગ્લાદેશને છેલ્લી ઓવરમાં 10 રનની જરૂર હતી. ધોનીએ છેલ્લી ઓવર હાર્દિકને આપી હતી. આ ઓવરના 3 બોલમાં બે ચોગ્ગા ખાઈ ગયા. પરંતુ, અંતે પંડ્યાએ સતત બે વિકેટ લઈને શાનદાર વાપસી કરી હતી. આ પછી હાર્દિકે ભારતીય ટીમમાં પ્રવેશ કર્યો હતો. તેણે શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું અને ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. પરંતુ, તે પછી પીઠની ઈજાને કારણે તેને 2 વર્ષ માટે ટીમની બહાર રહેવું પડ્યું હતું.
ટીમ ઈન્ડિયાનું ટ્રમ્પ કાર્ડ : 2007ના પહેલા T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે શાનદાર રમત દેખાડી હતી. તે સમયની ટીમમાં મહેન્દ્ર સિંહ ધોની, યુવરાજ સિંહ, ગૌતમ ગંભીર જેવા ખેલાડીઓ હતા, જેમણે શાનદાર રમત બતાવી હતી. આ વખતે ટીમ ઈન્ડિયામાં સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા સુપરસ્ટાર ખેલાડી છે. આમાંના દરેક ખેલાડી ગમે ત્યારે મેચનો પાસા ફેરવવામાં સક્ષમ છે.