ETV Bharat / bharat

Happy Birthday મેનકા ગાંધી : સંજય ગાંધીને પહેલી જ નજરમાં જ પસંદ આવી હતી મેનકા

સંજય ગાંધીના પત્ની તરીકે જાણીતા મનેકા ગાંધીએ ગાંધી પરિવારથી સંબધ કેટલાય વર્ષોથી છોડી દીધો છે. આજે તેમનો 65મો જન્મ દિવસ છે. લગ્નના માત્ર 6 વર્ષમાં જ તેમણે પતિને ગુમાવ્યા હતા અને પછી ઘર છોડીને નિકળી ગયા હતા. હાલમાં તેઓ ભાજપ અને લોકસભાના સભ્ય છે.

ghandhi
Happy Birthday મેનકા ગાંધી : સંજય ગાંધીને પહેલી જ નજરમાં જ પસંદ આવી હતી મેનકા
author img

By

Published : Aug 26, 2021, 7:32 AM IST

ન્યુઝ ડેસ્ક: મેનકા ગાંધીનો જન્મ દિલ્હીમાં 26 ઓગસ્ટ 1956માં થયો હતો. શરૂઆતી ભણતર લોરેન્સ સ્કુલમાં થયું હતુ અને ત્યાર બાદ લેડી શ્રીરામ કોલેજમાં તેમણે ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરી. તેમણે તત્કાલીન વડાપ્રધાન ઈન્દીરા ગાંધીના નાના દીકરા સંજય ગાંધી સાથે લગ્ન કર્યા હતી. સંજય ગાંધીનુ મૃત્યુ એક વિમાન અક્સ્માતમાં થયું હતું.

પહેલી નજરમાંં પસંદ આવી ગઈ મેનકા

મેનકા ગાંધી પ્રસિદ્ધ રાજનેતા છે સાથે પર્યાવરણપ્રેમી પણ છે. પહેલા તે પત્રકાર પણ રહી ચૂકી છે, પણ તે સંજય ગાંધીની પત્ની તરીકે વધુ વિખ્યાત છે. તેમણે કેટલીક પુસ્તકોની રચના પણ કરી છે. તેમના લેખ વિભિન્ન મેગેઝિનમાં આવતા રહે છે. મોડલ રહેલી મેનકા સંજય ગાંધીને પહેલી નઝરમાં પંસદ આવી ગઈ હતી. માત્ર 17 વર્ષની વયે તેમને પહેલા મોડેલિંગ બ્રેક મળ્યો હતો. આ વિજ્ઞાપનમાં જોતા સંજયને મેનકા પંસદ આવી ગઈ હતી. લોકોમાં એ સમયે ચર્ચા થતી હતી કે સંજય ગાંધી મેનકાના પિતરાઈ વીનૂ કપૂરના મિત્ર છે. વિનૂના લગ્નમાં 1973માં પહેલી વાર સંજય અને વીનુની મુલાકાત થઈ હતી.

આ પણ વાંચો : રાજ્યના મુખ્યસચિવ અનિલ મુકિમની જગ્યાએ આવી શકે છે નવા સચિવ, જાણો કોણ છે રેસમાં...

માત્ર 18 વર્ષ થયા હતા મેનકાના લગ્ન

આ બાદ સંજયે મેનકાની સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો પણ મેનકાની માતાને આ સગપણ પંસદ નહોતુ તેથી તેમણે મેનકાને તેની દાદીના ઘરે મોકલી દીધી. જુલાઈ 1974માં મેનકા પાછી આવી ગઈ અને થોડા સમય બાદ મેનકા અને સંજય ગાંધીની સગાઈ થઈ ગઈ હતી. ફક્ત 1 જ વર્ષના સંજય અને મેનકાની લવસ્ટોરી લગ્નમાં પરિણમી હતી. સંજય ગાંધીએ 23 સપ્ટેમ્બર 1974માં 18 વર્ષની મેનકા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ મેનકા સંજયની સાથે દરેક રેલીઓમાં જતી હતી. સંજય અને કોગ્રેસ પાર્ટીને મજબૂતી આપવા માટે મેનકાએ એક માસિક પત્રિકા સૂર્યા પણ શરૂ કરી હતી.

આ પણ વાંચો : રાજકોટમાં ITના મોટા દરોડા, અબજો રૂપિયાની માલ-મિલકત ઝડપાઈ

સંજય ગાંધીના મૃત્યું પછી ઘર છોડી દિધું

સંજય ગાંધી મેનકા કરતા 10 વર્ષ મોટા હતા. અહેવાલો પ્રમાણે લગ્ન બાદ મેનકાના બોમ્બે ડાઇંગના વિજ્ઞાપનના અંશ સાફ કરી દેવામાં આવ્યા હતા. સંજય ગાંધીને વિમાન ચલાવવાનો શોખ હતો જે તેમના મૃત્યુનું કારણ પણ બન્યું. 23 જૂન 1980માં વિમાન અક્સ્માતમાં તેમનું મૃત્યું થયું હતું. કહેવામાં આવે છે કે , સંજયના મૃત્યુની ખબર મેનકાને પાછળથી આપવામાં આવી હતી. સંજય ગાંધીના મૃત્યું સમયે વરૂણ ગાંધી માત્ર 3 મહિનાનો હતો. સંજય ગાંધીના મૃત્યું બાદ મેનકા અને ઈન્દીરા ગાંધી વચ્ચે વિવાદ થયો અને 1981માં મેનકા તમામ સંપત્તિ છોડી સાસરૂ છોડી ત્યાથી નિકળી ગઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.