- આજે કેશુબાપાનો જન્મદિવસ
- ગુજરાતના રાજકારણમાં મોટુ નામ ધરાવતા હતા કેશુબાપા
- ગત વર્ષે કોરોનાને કારણે કેશુબાપા મૃત્યું પામ્યા હતા
અમદાવાદ: ગુજરાતના રાજકારણનું મોટુ નામ કેશુભાઈ પટેલ ગત વર્ષે જ કોરોનાને કારણે પંચમહાભૂતમાં વિલીન થયા હતા. આજે તેમનો જન્મ દિવસ છે. ગુજરાતના રાજકાણમાં તેેમનું મોટુ નામ હતુ અને લોકો તેમનેે કેશુબાપા તરેકી ઓળખતા હતા.
RSSથી કરી રાજકારણની શરૂઆત
કેશુભાઈ પટેલનો જન્મ 24 જુલાઈ, 1928માં જૂનાગઢના વિસાવદરમાં થયો હતો. તેઓ 1945માં 17 વર્ષની વયે પ્રચારક તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)માં જોડાયા હતા. 1960માં તેઓ જનસંઘમાં કાર્યકર તરીકે જોડાઈને રાજકીય કારર્કિદીનો પ્રારંભ કર્યો હતો. તેમણે કટોકટી વખતે જેલવાસ પણ ભોગવ્યો હતો. 1978થી 1995ના સમયગાળામાં કેશુભાઈ કાલાવડ, ગોંડલ અને વિસાવદરની બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. ત્યાર પછી 1980માં જનસંઘનું વિલિનીકરણ થયું હતું. ભારતીય જનતા પાર્ટીના વિચારોથી પ્રેરાઈને તેઓ ભાજપમાં જોડાયા હતા. 1995માં વિધાનસભા ચૂંટણી જીતીને ભાજપને જોરદાર જીત અપાવી હતી.
આ પણ વાંચો : રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને ભાવભરી શ્રદ્ધાંજલિ આપતો શોક પ્રસ્તાવ કેબિનેટમાં પસાર કરાયો
કેશુબાપાની રાજકીય સફર
- 1978થી 1995 દરમિયાન કાલાવડ, ગોંડલ, વિસાવદર બેઠક પર ચૂંટણી જીત્યા
- 1990માં ભાજપે ચીમનભાઈ પટેલના જનતા દળ સાથે સમજૂતી કરી
- 1995માં કેશુબાપાના નૈતૃત્વમાં ભાજપને ઐતિહાસિક 121 બેઠકોની જંગી જીત મળી
- 1998માં ફરી ગુજરાતમાં ભાજપની સરકાર બની
- ઓક્ટોબર 2001માં ભૂંકપમાં નબળી કામગીરીના આક્ષેપ થવાથી કેશુબાપાએ રાજીનામું આપ્યું
- 2020માં રાજ્યસભા સાંસદ તરીકે બિન-હરીફ ચૂંટાયા
- 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના
- 2012માં વિસાવરદર બેઠક પરથી જીત
- 2014માં રાજકીય સન્યાસ લીધો