- નિર્ભયા કેસના આરોપીઓને એક વર્ષ પહેલા ફાંસી આપવામાં આવી હતી
- ચારેય દોષીતોને એક સાથે ફાંસી આપવામાં આવતી હોવાથી ફાંસી પ્રક્રિયા પડકારજનક
- દોષીતોને સવારે 5.30 વાગ્યે ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા હતા
નવી દિલ્હી: નિર્ભયા કેસના 4 આરોપીઓને આજથી એક વર્ષ પહેલા ફાંસી આપવામાં આવી હતી. તેમને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. તિહાર જેલમાં નિર્ભયા કેસના 4 દોષીઓને 20 માર્ચ 2020ના રોજ સવારે 5.30 વાગ્યે ફાંસી આપવામાં આવી હતી. તિહાર જેલમાં એક સાથે 4 દોષીઓને ફાંસી આપવાની આ પહેલી ઘટના છે.
આ પણ વાંચો: નિર્ભયા કેસઃ સુર્યોદય પહેલા થયો નરાધમોની જિંદગીનો સુર્યાસ્ત...
પાંચ પૈકી એક આરોપીએ આત્મહત્યા કરી હતી
નિર્ભયા કેસમાં કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. એક સગીર વયનો આરોપી હતો. ત્યાં, ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓમાંથી રામસિંહે તિહારમાં લટકીને આત્મહત્યા કરી હતી. જ્યારે, અન્ય ચાર દોષિત મુકેશ સિંહ, અક્ષય, વિનય અને પવનને કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. આ સાથે તેમની દયા અરજી રાષ્ટ્રપતિ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. આ બાદ, કોર્ટે 20 માર્ચના સવારે 5.30 વાગ્યે ફાંસીનો સમય નક્કી કર્યો હતો. આમ, ચારેયને તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી.
એક સાથે 4ને ફાંસી આપવી પડકારજનક
નિર્ભયા કેસના ચારેય દોષીઓને 20 માર્ચ 2020ની સવારે એક સાથે ફાંસી આપવામાં આવી હતી. પ્રથમ વખત આ રીતે કોઈ દોષીતોને એક સાથે ફાંસી આપવામાં આવતી હોવાથી જેલ પ્રશાસન માટે ખૂબ પડકારજનક હતું. આ માટે તિહાડ જેલમાં અગાઉથી તૈયારીઓ કરવામાં આવી હતી. આ ફાંસી સમયે 15 લોકોની ટીમ હાજર હતી. વહેલી સવારમાં આ ટીમના સભ્યો જેલમાં પહોંચ્યા હતા.
આ પણ વાંચો: અહીં જાણો નિર્ભયા દુષ્કર્મ કેસની પુરી ટાઇમલાઇન
સાંજે 5.30 વાગ્યે ફાંસી આપી હતી
20 માર્ચ 2020ના રોજ સવારે 5 વાગ્યે તેને ફાંસીના સ્થળે લઈ જવામાં આવ્યાં હતાં. ફાંસીના સ્થળે 15 લોકો હાજર હતા, જેમાં DM નેહા બંસલ, DG સંદીપ ગોયલ, જેલ અધિક્ષક, તબીબી અધિકારી, સહાયક અધિક્ષક સહીતના લોકો હાજર હતા. છેલ્લો અડધો કલાક જેલમાં એકદમ શાંતિ હતી. આ સમયે ફક્ત ઈશારાથી વાત કરવામાં આવી રહી હતી. સવારે 5.30 વાગ્યે તેમને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા હતા. આ બાદ, સવારે 6 વાગ્યે ડૉક્ટરૉ દ્વારા મૃત જાહેર કરાયા હતા.