શિમોગાઃ કર્ણાટકના (village of simoga karnataka)બે ગામોમાં આ સમયે ખુશીની લહેર છે. શેટ્ટીહલ્લી અને ચિત્રશેટ્ટી ગામોમાં પ્રથમ વખત વીજળી (Sharavathi victims getting electricity) મળવા જઈ રહી છે. આ માટે તાજેતરમાં મેસ્કોમ (Mangalore Electricity Supply Company Ltd.)ના હેડક્વાર્ટરને રૂ. 3.33 કરોડનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે, ત્યારબાદ 13 કિમીના અંડરગ્રાઉન્ડ કેબલ (Simoga underground electricity) દ્વારા બંને ગામોને રોશન કરવામાં આવશે.
આ પણ વાંચો: ભારતમાં વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળ અહી લાગશે, PM મોદી કરશે લોન્ચીંગ
એવું કહેવાય છે કે, રાજ્યનું સૌથી મોટું જળાશય લિંગનમક્કી વીજળી ઉત્પન્ન કરવાના હેતુથી બનાવવામાં આવ્યું હતું, પરંતુ સરકારે આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે જરૂરી પગલાં લીધાં નથી. જેના કારણે શેટ્ટીહલ્લી અને ચિત્રશેટ્ટી ગામોના લોકો હજુ પણ પાયાની સુવિધાઓ વિના જીવવા મજબૂર હતા.
આ પણ વાંચો: સિદ્ધુએ હાથી પર કર્યુ પ્રદર્શન: મોંઘવારી સામે કોંગ્રેસીઓનો વિરોધ
શેટ્ટીહલ્લીને અભ્યારણ તરીકે જાહેર કર્યા પછી, વન વિભાગે વીજળી આપવા માટે પગલાં લીધાં નહોતા, કારણ કે તે જંગલમાંથી ઇલેક્ટ્રીક વાયર લઈ જવાના હતા, જેના કારણે જંગલમાં આગ લાગવાનું જોખમ રહેતું હતું.