ETV Bharat / bharat

Gyanvapi Masjid Case: જ્ઞાનવાપી વિવાદમાં જિલ્લા ન્યાયાધીશ કોર્ટ આવતીકાલે નિર્ણય કરશે - Gyanvapi Masjid report

જ્ઞાનવાપી સંકુલમાં મા શૃંગાર ગૌરીની દરરોજ પૂજા કરવા અને અન્ય દેવી-દેવતાઓની જાળવણી કરવા માટે દાખલ કરાયેલા કેસ (Gyanvapi Masjid Case)ની સુનાવણી આજે પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લા ન્યાયાધીશ ડો.અજય કૃષ્ણ વિશ્વાસની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ મામલે આગળ શું કરવું, કોર્ટે આવતીકાલ સુધી નિર્ણય અનામત રાખ્યો છે.

Gyanvapi Masjid Case: જ્ઞાનવાપી વિવાદમાં જિલ્લા ન્યાયાધીશ કોર્ટ આવતીકાલે નિર્ણય કરશે

author img

By

Published : May 23, 2022, 7:58 PM IST

વારાણસી: જ્ઞાનવાપી સંકુલમાં મા શ્રૃંગાર ગૌરીની દરરોજ પૂજા કરવાની અને અન્ય દેવતાઓની જાળવણી કરવા માટે દાખલ કરવામાં આવેલા કેસ (Gyanvapi Masjid Case)ની સુનાવણી આજે પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લા ન્યાયાધીશ ડો.અજય કૃષ્ણ વિશ્વાસની કોર્ટમાં સુનાવણી (Gyanvapi Masjid Case Hearing)હાથ ધરવામાં આવી હતી. કોર્ટે આવતીકાલ સુધી ચુકાદો અનામત રાખ્યો છે. દાવાની જાળવણી પર પ્રથમ સુનાવણી ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં સિવિલ પ્રોસિજર (CPC)ના ઓર્ડર 7 નિયમ 11 હેઠળ યોજાઈ હતી. કોર્ટે વાદી-પ્રતિવાદી બંને પક્ષોને સાંભળ્યા હતા.

આ પણ વાંચો- આ રીતે 353 વર્ષ પહેલા શરુ થયો જ્ઞાનવાપી વિવાદ, રાજા હરિશ્ચંદ્રએ કરાવ્યું હતું નિર્માણ

વકીલ કમિશનર વિશાલ સિંહ વતી દાખલ કરાયેલા રિપોર્ટ (Gyanvapi Masjid report)માં વાદીએ કોર્ટ પાસેથી ફોટોગ્રાફ્સ અને વીડિયોની સીડી (Gyanvapi Masjid Video cd)માંગી છે, જ્યારે પ્રતિવાદીએ 711 હેઠળ કાર્યવાહી ચાલુ રાખીને તેના પર નિર્ણય લેવાની અપીલ કરી છે. હાલ કોર્ટમાં બંને પક્ષોને સાંભળ્યા બાદ આવતીકાલની તારીખ નક્કી કરવામાં આવી છે. આવતીકાલે કોર્ટ નક્કી કરશે કે આ સમગ્ર મામલે કેવી રીતે આગળ વધવું અને સુનાવણી કેવી રીતે ચાલુ રહેશે.

આ પણ વાંચો- Pm modi in japan: ભારત અને જાપાન કુદરતી ભાગીદાર છે, નરેન્દ્ર મોદીનું ટોક્યોમાં ડાયસ્પોરાને સંબોધન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.