- આજે 25 નવેમ્બરે વર્ષ 2021નો છેલ્લો ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ
- સોનાના ઘરેણાં, ભૂમિ, ભવન, વાહનો, મિલકતોની ખરીદી કરવા શુભ દિવસ
- સર્વાર્થ, અમૃત સિદ્ધિ અને રવિ યોગથી આ ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ વિશેષ બન્યો
ન્યૂઝ ડેસ્કઃ વર્ષ 2021નો છેલ્લો ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ (guru pushya nakshatra yog) આજે 25 નવેમ્બરે છે. આ દિવસે સોનાના ઘરેણા (Gold Jewelry), ભૂમિ, ભવન, વાહનની સાથે સ્થાવર-જંગમ મિલકતોની ખરીદી માટે ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ લગભગ 12 કલાક સુધી રહેશે. આ ગુરુ પુષ્ય નક્ષત્ર યોગને સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને રવિ યોગ ખૂબ જ વિશેષ બનાવી રહ્યા છે.
આ પણ વાંચો- Dwarkadhish Temple માં દિવાળી દરમિયાન લાખો શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા
નવા કાર્યનો શુભારંભ કરવાથી સફળતા જરૂર મળે
માન્યતા છે કે, શુભ મુહૂર્તમાં (Shubh Muhurat) ખરીદવામાં આવતી ચીજો કે કોઈ નવા કાર્યનો શુભારંભ કરવા અંગે, તેમાં સફળતા જરૂર મળે છે. શનિવારે એટલે કે શનિના નક્ષત્રમાં જે પણ કામ કરવામાં આવે છે. તે લાંબા સમય સુધી ચાલે છે. માન્યતા છે કે, આ શુભ મુહૂર્તોમાં (Shubh Muhurat) ખરીદવામાં આવતી વસ્તુઓ સુખદાયક હોય છે. આ દિવસે નવા કામોની શરૂઆત કરવી પણ સફળ રહેશે.
ગુરુવારે પુષ્ય નક્ષત્ર યોગ આવવાથી શુભતા વધી જાય છે
જ્યોતિષાચાર્યોના મતે, ભગવાન વિષ્ણુના (Lord Vishnu) આધિપત્યવાળા દિવસે ગુરુવારે પુષ્ય નક્ષત્ર યોગ (Pushya Nakshatra Yog) હોવાથી તેની શુભતા વધી જાય છે. આ સમયે ગુરુ શનિની કુંભ રાશિમાં (Capricorn) છે અને પુષ્ય નક્ષત્રના સ્વામી શનિદેવ છે. ગુરુ-શનિના આ પરસ્પર સંબંધના કારણે આ ગુરુ પુષ્ય યોગ ખૂબ જ વિશેષ છે.
આ પણ વાંચો- Girnar Lili Parikrama 2021: લીલી પરિક્રમાનો વહેલી સવારે 4 વાગ્યાથી થયો પ્રારંભ, 8 વાગ્યા સુધી મળ્યો પ્રવેશ
ગુરુ પુષ્ય નક્ષત્ર યોગનો સમય અને મુહૂર્ત
ગુરુ પુષ્ય યોગ- સવારે 6.26 વાગ્યાથી સાંજે 6.50 વાગ્યા સુધી
સર્વાર્થ સિદ્ધિ યોગ- સવારે 6.27 વાગ્યાથી સાંજે 6.50 વાગ્યા સુધી
અમૃત સિદ્ધિ યોગ- સવારે 6.27 વાગ્યાથી સાંજે 6.50 વાગ્યા સુધી
રવિ યોગ- સવારે 6.50 વાગ્યાથી સવારે 6.27 વાગ્યે 26 નવેમ્બર સુધી
રાહુ કાળ- સવારે 1.17 વાગ્યાથી 2.51 વાગ્યા સુધી
ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ (guru pushya nakshatra yoga)ના દિવસે આ કામ જરૂર કરો
ગુરુ પુષ્ય યોગ (Guru Pushya Yog) પર ખરીદી (purchasing)ની સાથે જ યથાશક્તિ દાન-પુણ્ય જરૂર કરવું જોઈએ. જરૂરિયાતમંદ લોકોને નવા વસ્ત્ર, અનાજ, જૂતા-ચંપલ અને ધનનું દાન કરવું જોઈએ. કોઈ ગૌશાળામાં લીલા ઘાસ અને ગાયની દેખરેખ માટે ધનનું દાન કરો. આ દિવસે કોઈ મંદિરમાં પૂજન સામગ્રી ભેટ કરો. ભગવાન વિષ્ણુની યથાશક્તિ પૂજા-આરાધના કરો. શિવજીને ચણાના લોટના લાડુનો ભોગ લગાવો. શિવલિંગ પર ચણાની દાળ અને પીળા ફૂલ અર્પણ કરો.