બેલાગવી (કર્ણાટક): હિંડલગા ગામ વિસ્તારમાં ગોળીબારની ઘટનામાં શ્રી રામ સેનાના જિલ્લા પ્રમુખ અને તેમના ડ્રાઈવર(Gun Fire on Sri ram sena President in Belagavi ) ઈજાગ્રસ્ત થયા છે. ઘટના રવિવારની છે. પોલીસે જણાવ્યું કે શ્રી રામ સેનાના જિલ્લા પ્રમુખ રવિ કોકીતકેરાને કોઈ અજાણ્યા વ્યક્તિએ ગોળી મારી હતી, ત્યાર બાદ તે નાસી છૂટ્યો હતો. ફાયરિંગની ઘટના બેલાગવીના હિંડલગા ગામ પાસે બની હતી. અધિકારીઓએ જણાવ્યું કે અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો અને આ ઘટનામાં તેમનો ડ્રાઈવર પણ ઈજાગ્રસ્ત થયો. બંનેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા.
તપાસ શરૂ કરવામાં આવી: પોલીસે જણાવ્યું કે તેઓ ખતરાની બહાર છે. પોલીસે જણાવ્યું કે બેલાગવી ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં કેસ (Gun Fire on Sri ram sena )નોંધવામાં આવ્યો છે અને આરોપીઓને ઓળખવા અને તેને પકડવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. શ્રી રામ સેનાના પ્રમુખ પ્રમોદ મુથાલિકે જણાવ્યું હતું કે બેલાગવી શ્રી રામ સેનાના જિલ્લા પ્રમુખ રવિ પર બદમાશોએ ગોળીબાર કર્યો હતો. રવિના ગળામાં અને ડ્રાઇવરના હાથમાં ગોળી વાગી છે. આ એક મોટો હુમલો છે. હું તેની નિંદા કરું છું.
આ પણ વાંચો: આવું કરવાની ના પાડતા પતિએ કરી નાંખી પત્નીની હત્યા
વિરોધ પ્રદર્શન: તેમણે માંગ કરી હતી કે સીસીટીવી ફૂટેજની તપાસ થવી જોઈએ અને બાઇક પર આવેલા આરોપીઓને તાત્કાલિક પકડી લેવા જોઈએ. તેમણે કહ્યું કે અમે રવિવારે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરીશું. બેલગઢવીમાં રવિવારે હિન્દુ સમાજોત્સવ ચાલી રહ્યો છે. હું કાર્યક્રમમાં આવ્યો છું અને તે સફળ થશે