ગાંધીનગરઃ ગુજરાતમાં પાટીદાર નેતા હાર્દિક પટેલને લઈને સસ્પેન્સનો હવે અંત આવ્યો છે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે કે, હાર્દિક પટેલ (Hardik Patel Will Join BJP Today) આજે (2 જૂને) ભાજપમાં જોડાશે. 2 જૂને નીકળેલા હાર્દિક પટેલના કાર્યક્રમ મુજબ તેણે સવારે 9 વાગ્યે તેના ઘરે દુર્ગા પૂજાનું આયોજન કર્યું છે. દુર્ગા પૂજા બાદ હાર્દિક સ્વામિનારાયણ જશે અને ગાય પૂજા કરશે.
આ પણ વાંચો: Gujarat Assembly Election 2022 કૉંગ્રેસના 2 નેતાઓને લાગ્યો કેસરિયો રંગ...
હાર્દિક પટેલે PM મોદી વિશે ટ્વિટ કર્યું : ભાજપમાં જોડાતા પહેલા, હાર્દિક પટેલે પીએમ મોદી વિશે ટ્વિટ કર્યું છે. તેણે ટ્વીટ કરતા લખ્યું કે હું આજથી એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યો છું. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ માટે કામ કરીશ. તમને જણાવી દઈએ કે, તેમણે તાજેતરમાં કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી.
રાજદ્રોહ સહિતના અનેક આરોપો હેઠળ કેસ : હાર્દિક પટેલ એવા સમયે પાર્ટીમાં જોડાઈ રહ્યો છે, જ્યારે આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) થવાની છે. રાજ્યમાં ભાજપ 2 દાયકા કરતાં વધુ સમયથી સત્તામાં છે. 2015 માં, 28 વર્ષીય હાર્દિક પટેલે પાટીદાર સમુદાય માટે અનામતની માંગ સાથે હિંસક આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. ગુજરાતની તત્કાલિન ભાજપ સરકારે પટેલ, જેઓ એક સમયે ભાજપના કટ્ટર ટીકાકાર હતા, તેમની સામે રાજદ્રોહ સહિતના અનેક આરોપો હેઠળ કેસ નોંધ્યા હતા.
આ પણ વાંચો: 2 જૂને પટેલનું ભાજપમાં 'હાર્દિક' સ્વાગત
હાર્દિક પટેલ 11 વાગે ભાજપ કાર્યાલયમાં જોડાશે : હાર્દિક ભાજપમાં જોડાય તે પહેલા અમદાવાદ, પાટનગર અને ગાંધીનગરમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આના પર અલગ દેશભક્ત, યુવા હૃદય સમ્રાટ જેવા સ્લોગન લખવામાં આવ્યા છે. કહેવામાં આવ્યું હતું કે, તેઓ સવારે 11 વાગે ભાજપ કાર્યાલયમાં જોડાશે.