સુરતમાં આદિવાસીઓની મહારેલી, આવેદનપત્ર અપાયું
સુરતમાં આદિવાસીઓની મહારેલી યોજાઈ છે. જેમાં હજારોની સંખ્યમાં લોકો ઉમટી પડ્યા છે. આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઊતરી આવ્યા છે. સુરતના વિસ્તાર ઉમરપાડામાં આદિવાસી સમાજની આ રેલી યોજાઈ છે. આદિવાસીઓના વિવિધ મુદ્દાઓ આ રેલી યોજવામાં આવી છે. ખોટા આદિવાસી સેર્ટિફિકેટ, પી.એસ.આઈ વસાવાને સસ્પેન્ડ કરવા બાબતે આ મહારેલી યોજાઈ હતી. તેમજ વેદાંતા ઝીંક સેલ્ટર પ્રોજેકટ તેમજ પાર તાપી નર્મદા લિંક યોજના રદ સહિત 9 મુદ્દા સાથે આવેદનપત્ર અપાયું છે. વિવિધ પક્ષ પાર્ટી તેમજ સંગઠન ના આગેવાનો યુવાનો એક મંચ પર આવ્યા છે.