ETV Bharat / bharat

રાજકોટમાં જિલ્લા ગાર્ડન પાસે એક યુવાનની હત્યા કરવામાં આવી - today news

GUJARAT BREAKING NEWS 20 DECEMBER 2022 TODAY NEWS LIVE UPDATE

author img

By

Published : Dec 20, 2022, 6:25 AM IST

Updated : Dec 20, 2022, 7:56 PM IST

19:49 December 20

છરીના ઘા મારીને યુવાનની કરવામાં આવી હત્યા

રાજકોટ: રાજકોટમાં જિલ્લા ગાર્ડન પાસે હનીફભાઈ જુનેજા નામના યુવાનની હત્યા કરવામાં આવી છે. છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. ભક્તિનગર પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. ક્યાં કારણોસર હત્યા કરવામાં આવી તે અંગે તપાસ શરૂ છે.

19:41 December 20

હિટ એન્ડ રન કેસમાં આરોપીએ નશામાં હોવાની કરી કબૂલાત

અમદાવાદ: બોપલ ઘુમા રોડ પર હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે. કાર ચાલક મયુર પટેલની ધરપકડ કરવામાં આવી છે. કસરત કરી રહેલા RSSના સ્વંય સેવકને કચડતા મૃત્યુ થયું હતું. બૉપલ પોલીસે પાલોડિયાથી તેની ધરપકડ કરી છે. તેણે અકસ્માત સમયે નશામાં હોવાની કબૂલાત કરી છે.

17:32 December 20

એશિયામાંથી 3 વ્યક્તિઓને અપાતા એવોર્ડમાં ગુજરાતે લીધું સ્થાન

સુરત: સુરત સ્થિત એસટીપીએલ કંપનીને બે એવોર્ડ આપવામાં આવ્યા છે. ગુજરાત માટે આ ગૌરવ સ્વરૂપ ક્ષણ છે. એમાંથી પેહલો એવોર્ડ CII ઈન્ડસ્ટ્રીયલ છે. જે કંપનીને ટોપ 50 માંથી આપવામાં આવ્યું છે. આ એવોર્ડ ઇનોગ્રેશન કલ્ચર માટે આપવામાં આવ્યો છે. બીજો એવોર્ડ ફોટોનિક્સ 100 મળિયો છે. આ દેશમાંથી એક જ વ્યક્તિને આપવામાં આવે છે અને એશિયામાંથી 3 વ્યક્તિઓને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

17:04 December 20

સુરતમાં ડ્રગ્સ સાથે કુલ 4.30 લાખનો મુદામાલ કબજે કરાયો

સુરત: સુરતમાંથી વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે બે આરોપી શૈલેશ નાથુભાઈ પટેલ અને કમલેશ બાવનજીભાઈ ચોવટિયા નામના ઇસમની ધરપકડ કરી. 1.95 લાખનું 19.45ગ્રામ એમ.ડી. ડ્રગ્સ કબજે કરાયું. ફોરવ્હીલ કારમાં ડ્રગ્સના જથ્થા સાથે બંને ઈસમો સીમાડા ચેક પોસ્ટ પાસેથી ઝડપાયા. મુંબઈથી ડ્રગ્સ લાવ્યા હોવાની આરોપીએ કબુલાત કરી છે. પોલીસે ડ્રગ્સ, કાર અને રોકડા 1.01 લાખ મળી કુલ 4.30 લાખનો મુદામાલ કબજે કર્યો છે.

17:00 December 20

15:10 December 20

ભાવનગર પોલીસે AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ઘરપકડ કરી

ભાવનગર: ભાવનગર પોલીસે આમ આદમી પાર્ટીએ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ઘરપકડ કરી. ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરીને માહિતી આપી હતી.

14:52 December 20

ભારતીય સેનાની ગુપ્ત માહિતી શેર કરનાર સુરતના દીપક સાળુકેના 7 દિવસના રિમાન્ડ મંજૂર

સુરત: પાકિસ્તાનની જાસૂસી એજન્સી ISI સાથે ભારતીય સેનાની ગુપ્ત માહિતી શેર કરનાર સુરતના દીપક સાળુકેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. દીપક સાળુકેની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. દીપક સાળુકેની ધરપકડ બાદ SOG પોલીસને શોપવામાં આવ્યો હતો. SOG પોલીસે દીપક સાળુકેને કોર્ટમાં રજૂકરી 12 દિવસના રિમાન્ડ માગ્યા હતા, પરંતુ નામદાર કોર્ટે 7 દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા હતા. આજરોજ દિપક સાળુંકેનો રિમાન્ડ પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો.

14:45 December 20

જાફરાબાદના દરિયામાં 40 નોટિકલ માઈલ દૂર શિપ દ્વારા ટક્કર મારતા બોટ ડૂબી

અમરેલી: જાફરાબાદના દરિયામાં 40 નોટિકલ માઈલ દૂર એક બની ઘટના. જાફરાબાદની ધનપ્રસાદ નામની બોટને અજાણીયા શિપ દ્વારા ટક્કર મારતા બોટ ડૂબી ગઈ. બોટમાં સવાર 8 ખલાસીઓને અન્ય બોટ મારફતે બચાવી લેવાયા. માછીમારો દ્વારા મધ દરિયે 40 નોટિકલ માઈલ દૂર ડૂબી ગયેલી બોટની શોધખોળ હાથ ધરી. અગાવ અનેક વખત શિપ જહાજો દ્વારા દરિયામાં માછીમારોની બોટોને ટક્કર મારવાની ઘટનાઓ બની ચુકી છે.

14:40 December 20

કચ્છના જૂણા જૂથ ગ્રામ પંચાયતના તલાટીની 9000ની લાંચ લેતા ઝડપાયા

કચ્છ: જૂણા જૂથ ગ્રામ પંચાયતના તલાટી મંત્રી 9000ની લાંચ લેતા ઝડપાયા. ફરિયાદી પાસેથી 9000ની લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યો. નવા વીજ કનેક્શન માટે આકરણી વેરાના દાખલા અને મકાન વેરા પહોંચ કાઢી આપવા લાંચ માંગી. આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી.

14:35 December 20

અમદાવાદ પાનકોર નાકા બિસ્કીટ ગલી પાસે દુકાનમાં આગ લાગી

અમદાવાદ: પાનકોર નાકા બિસ્કીટ ગલી પાસે બાસ્કેટ ટોપલા બનાવતી દુકાનમાં આગ લાગી છે. ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી. કોઈ જાનહાની નહિ, ફાયરે આગ પર કાબુ મેળવ્યો.

11:40 December 20

વડોદરામાં ફર્નિચરની આડમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

વડોદરામાં ફર્નિચરની આડમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડતી પીસીબી

શહેરની ગોલ્ડન ચીકડી પાસેથી બે શખ્સો સાથે ઝડપ્યો દારૂનો જથ્થો

12.66 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી બે શખ્સને ઝડપી પાડ્યા

દારૂ સહિત કુલ 17 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

11:18 December 20

સુરતમાં કેનેડિયન તરીકે ઓળખ આપી 2.73 લાખ તફડાવ્યા

સુરતમાં બી એમ ડબલ્યુના શો રૂમમાંથી 2.73 લાખ તફડાવ્યા

કેનેડિયન તરીકે ઓળખ આપી રૂપિયા તફડાવ્યા

કેશિયરની કેબિનમાં જઈ કેનેડાની ચલણી નોટ બતાવી ઇન્ડિયાની નોટ બતાવવા કહ્યું

ડ્રોવર ખોલી 789 લખેલી સિરિજની નોટ શોધવાનું બહાનું કરી નોટો સેરવી લીધી

ભેજાબાજો નીકળ્યા બાદ કેશિયરને શંકા જતા તપાસ કરી

ઘટનાને પગલે પોલીસ ફરિયાદ નોંધાઇ

11:17 December 20

રાજકોટમાં ટાઈમ સ્કેવર 2માં આવેલ પ્લાસ્ટિકના દાણાના વેપારીઓને આવકવેરાના દરોડા

રાજકોટમાં આવકવેરાના દરોડા

150 ફૂટ રિંગરોડ પર ટાઈમ સ્કેવર 2માં આવેલ પ્લાસ્ટિકના દાણાના વેપારીઓને ત્યાં સર્વે હાથ ધરવામાં આવ્યો

11:17 December 20

રાજકોટમાં થેલેસેમિયાગ્રસ્ત દર્દીને લોહી ચડાવ્યા બાદ મોત થયાનો પરિવારનો આક્ષેપ

રાજકોટઃ રાજકોટ સિવિલ હોસ્પિટલનો મામલો

થેલેસેમિયાગ્રસ્ત દર્દીને લોહી ચડાવ્યા બાદ દર્દીના મોત થયાનો પરિવારનો આક્ષેપ

લોહી ચડાવ્યા બાદ રિએક્શન આવ્યા બાદ મોત થયાનો આક્ષેપ

24 વર્ષના મહિલા દર્દીનું થયું મોત

10:59 December 20

પહેલા જ દિવસે વિધાનસભામાં હોબાળો, સંસદીય પરંપરા તૂટી હોવાનો શૈલેષ પરમારનો આરોપ

પહેલા જ દિવસે વિધાનસભામાં હોબાળો

સંસદીય પરંપરા તૂટી હોવાનો શૈલેષ પરમારનો આરોપ

અધ્યક્ષની વરણીમાં વિપક્ષ અજાણ

વિપક્ષને ન પૂછતાં સંસદીય પરંપરા તૂટી

10:55 December 20

2023થી બાળકોના 6 વર્ષ પૂર્ણ હશે તો જ ધોરણ 1માં મળશે પ્રવેશ

ભૂતકાળમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલો પરિપત્ર 2023-24માં લાગુ થશે

10:54 December 20

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની પસંદગી

CM ભૂપેન્દ્ર પટેલે પ્રસ્તાવ રજૂ કર્યો

ગૃહમાં સર્વાનુમતે પ્રસ્તાવનો સ્વીકાર કરાયો

10:38 December 20

નડીયાદ નગરપાલિકાના મહિલા કાઉન્સિલરનો અકસ્માત, ઇકો કારના ચાલકે બેદરકારીથી દરવાજો ખોલતા અકસ્માત

નડીયાદ નગરપાલિકાના મહિલા કાઉન્સિલર સાથે બની અકસ્માતની ઘટના

વોર્ડ નં.12 ના કાઉન્સિલર સ્નેહલબેન પટેલ દિકરાને સ્કૂલે મુકી પરત ફરી રહ્યા હતા તે દરમ્યાન અકસ્માત

એક્ટીવા લઈ સ્કૂલેથી પરત ફરી રહ્યા હતા તે દરમ્યાન ઉભેલી ઇકો કારના ચાલકે બેદરકારીથી દરવાજો ખોલતા અકસ્માત

અચાનક કારનો દરવાજો ખોલતા એક્ટીવા કાર સાથે અથડાતા સ્નેહલબેન ઈજાગ્રસ્ત થયા

ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

10:37 December 20

સુરતમાં મુંબઈના વેપારીએ 25 લાખનું પેમેન્ટ ન કરતા વેપારીનો આપઘાત

સુરત: મુંબઈના વેપારીએ 25 લાખનું પેમેન્ટ ન કરતા વેપારીનો આપઘાત

સુસાઈડ નોટ લખી સુરતના વેપારીનો પોતાના ગોડાઉનમાં ગળેફાંસો ખાઈ આપઘાત

સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ

એક લીટીની સુસાઈડ નોટમાં આત્મહત્યા કરી રહ્યો છું તેવો ઉલ્લેખ

ઉધના પોલીસે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે

10:36 December 20

સુરત: જહાંગીરપુરા વિસ્તારની તબીબી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો

'ગેમ ઓવર' લખેલી ટી-શર્ટ પહેરી સોમવારે બપોરે ઘરમાં ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

કિમમાં આવેલી કોલેજમાં બીએચએમએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.

આ વિદ્યાર્થિનીની એટીકેટી આવી હોય તણાવ અનુભવતી હતી

જેને લીધે તેણીએ આપઘાત કરી લીધો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી

10:28 December 20

દિલ્હી ખાતે ભાજપ સંસદીય દળની બેઠક શરૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત બંને ગૃહોના પાર્ટી સાંસદો હાજર

ભાજપ સંસદીય દળની બેઠક શરૂ થઈ ગઈ છે. વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપે હવે મિશન 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીએ અગાઉ 14 ડિસેમ્બરે બેઠક બોલાવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ ભાગ લેવા આવી પહોંચ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સંસદીય દળની બેઠકમાં ઉપસ્થિત છે. આ પહેલા 14 ડિસેમ્બરે ભારતીય જનતા પાર્ટીના સંસદીય દળની બેઠક મળી હતી.

10:14 December 20

વિધાનસભા ગૃહની કામગીરી શરૂ, ત્રણ અપક્ષ ધારાસભ્યોએ ભાજપને કર્યું સમર્થન

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી ની નિમણુક કરવામાં આવી

વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી બિન હરીફ તરીકે ચૂંટાયા

10:03 December 20

અમદાવાદ: CTM ક્રોસ રોડ પાસેના BRTS કોરિડોરનો બનાવ

અમદાવાદ: BRTS કોરિડોરમાં અકસ્માત સર્જાયો

બાઇક સવારે એક મહિલાને અડફેટે લીધી ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડાઈ

CTM ક્રોસ રોડ પાસેના BRTS કોરિડોરનો બનાવ

09:26 December 20

અમદાવાદના વટવામાં પિતાએ દીકરી પર આચર્યું દુષ્કર્મ, પિતા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી

અમદાવાદ: વટવામાં પિતાએ દીકરી પર આચર્યું દુષ્કર્મ

સગીર દીકરી સાથે આચર્યું દુષ્કર્મ

કેફી પીણું પીવડાવીને આચર્યું દુષ્કર્મ

દીકરીને દુખાવો થતા પિતાનો થયો પર્દાફાશ

પોલીસે પિતા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી

09:02 December 20

5 દિવસ રાજસ્થાન સહિત અનેક રાજ્યમાં વધી શકે ઠંડી, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ધુમ્મસને લઇ રેડ એલર્ટ

પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ધુમ્મસને લઇ રેડ એલર્ટ

ભારતીય હવામાન વિભાગની આગાહી

આગામી 5 દિવસ રાજસ્થાન સહિત અનેક રાજ્યમાં વધી શકે ઠંડી

દિલ્લી, UP અને બિહારમાં ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ

09:01 December 20

આજે મળશે વિધાનસભાનું એક દિવસીય સત્ર, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કરશે સંબોધન

આજે મળશે વિધાનસભાનું એક દિવસીય સત્ર

પ્રથમ બેઠકમાં વિધાનસભાના અધ્યક્ષ-ઉપાધ્યક્ષની ચૂંટણી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કરશે વિધાનસભામાં સંબોધન

ઈમ્પેક્ટ ફીનું બિલ પણ કરાશે રજૂ

09:00 December 20

ઈ-સરકાર એપ્લિકેશન થકી સારવાર ખર્ચ મંજૂર કરાશે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો પરિપત્ર જાહેર

08:59 December 20

સુરત: Vnsguમાં 196 વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોપી કરતા પકડાયા

વિદ્યાર્થીઓ સામે દંડની કારવાઈ સહિત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મોટાભાગના વિદ્યાર્થીઓ સ્માર્ટ વોચ અને માઇક્રો ઝેરોક્ષ કોપી ઉપયોગ કરી પરીક્ષામાં કોપી કરતા હતા

યુનિવર્સિટીએ આ તમામ વિદ્યાર્થીઓને જે તે વિષયોમાં શૂન્ય માર્ક આપવા સાથે 500ની પેનલ્ટી લગાવી છે.

06:33 December 20

ચીનમાં કડક પ્રતિબંધો દૂર કર્યા બાદ ફરીથી કોરોનાના કેસમાં વધારો

ચીનમાં કડક પ્રતિબંધો દૂર કર્યા બાદ ફરીથી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. રવિવારે અહીં 2 હજાર લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા, પરંતુ નિષ્ણાંતોનું માનવું છે કે આ આંકડો હજી પણ વધશે. જો કે ઠંડીની ઋતુમાં સંક્રમણ વધું ફેલાશે, માટે આગામી વર્ષે 10 લાખ લોકોના મોત થવાની આશંકા છે. ચીનમાં કોરોનાથી થનાર મોત મામલે એક હાલમાં જ એક રિપોર્ટ જાહેર થયો છે. અમેરિકાની ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશન (IHMI)નો એક અંદાજ છે કે 2023માં ચીનમાં કોરોનાને કારણે 10 લાખથી વધુ લોકોના મોત થશે. ચીનમાં કોવિડ પ્રતિબંધો દુર થયા બાદ આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અંદાજ લગાવવામાં આવ્યો છે.

06:28 December 20

આજે વિધાનસભાનું એક દિવસીય સત્ર, ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવા ત્રીજી વખત વિધેયક રજૂ કરાશે

15મી વિધાનસભાના એક દિવસીય સત્રમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા માટે વિધેયક 2022 રજૂ કરવામાં આવશે. આ વિધેયક આજે મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રજૂ કરવામાં આવશે. 30 સપ્ટેમ્બર, 2022 પહેલા થયેલા અનઅધિકૃત બાંધકામને આ વિધેયક લાગુ પડશે.

06:22 December 20

બોટાદમાં થશે રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત

  • રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની બોટાદમાં થશે ઉજવણી
  • રાજ્યપાલ, CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપ્રધાનો રહેશે ઉપસ્થિત
  • ઉજવણીની તૈયારીઓ માટે બોટાદ તંત્રએ શરૂ કરી તૈયારીઓ

06:16 December 20

અમેઠીના પ્રદેશ કોંગ્રેસ નેતા અજય રાયે સ્મૃતિ ઈરાની પર વિવાદિત નિવેદન આપ્યું હતું. જેને લઈને હવે વિવાદ વકર્યો છે. બીજી બાજુ અજય રાયના નિવેદન પર ખુદ સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ થકી જવાબ આપ્યો કે 'મેં સાંભળ્યું છે કે રાહુલ ગાંધી તમે તમારા નેતા પાસેથી 2024માં અમેઠીથી ચૂંટણી લડવાની જાહેરાત કરાવી છે. જેથી હું ખાતરીપૂર્વક કહી શકું કે તમે અમેઠીમાંથી ચૂંટણી લડશો? શું તમે બીજી સીટ પર તો નહીં દોડો ને?

Last Updated : Dec 20, 2022, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.