અમરેલી: યુગલનો મૃતદેહ મળી આવતા ચકચાર, ઘણા દિવસથી પડી રહ્યો હોવાનું અનુમાન
અમરેલીના ખાંભાની ધાતરવડી નદીના ભુગર્ભ ગટરના પંમપિગ સ્ટેશન અંદર બિન વારસી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. યુવક અને યુવતીની બિનવારસી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. બે ત્રણ દિવસથી બન્નેની ડેડબોડી પડી હોવાનું અનુમાન હોવાનું મનાય છે. ઘટનાની જાણ થતા પોલીસ તેમજ મામલતદાર સ્થાનિક પંચાયતના પદાધિકારીઓ ઘટના સ્થળે દોડયા છે. યુવક અને યુવતીની મૃતદેહ પરથી પ્રેમ પ્રકરણ હોવાનું તારણ છે. મૃતદેહોની પરખ ન થતા ખાંભા પોલીસનો સંપર્ક કરવા કરાઈ અપીલ કરવામાં આવી છે.