ETV Bharat / bharat

રાજકોટના ગોંડલ નજીક તેલ ભરેલ ટેન્કર પલટી જતા લોકોની પડાપડી થઈ - undefined

GUJARAT BREAKING NEWS 16 DECEMBER 2022 TODAY NEWS LIVE UPDATE

author img

By

Published : Dec 16, 2022, 6:36 AM IST

Updated : Dec 16, 2022, 11:01 PM IST

22:56 December 16

રાજકોટના ગોંડલ નજીક તેલ ભરેલ ટેન્કર પલટી જતા લોકોની પડાપડી થઈ

રાજકોટ: રાજકોટ તરફથી ગોંડલ તરફ એક ટેન્કર જતું હતું. ત્યારે રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર આવેલા ભરૂડી ટોલટેક્સ પાસે કન્ટેનર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં તેલ ભરેલો ટેન્કર પલ્ટી મારી ગયુ હતું. ટેન્કર પલ્ટી મારી ગયાની જાણ થતા જ મોટી સંખ્યામાં લોકો તેલ લેવા માટે પ્લાસ્ટિકના કેરબા, તેલના ડબ્બા સહિત અને નાના-મોટા વાસણો લઈને આવી પહોંચ્યા હતા.

21:35 December 16

સુરત જિલ્લા વકીલ મંડળની આજે ચુંટણી યોજાઈ

સુરત: સુરત જિલ્લા વકીલ મંડળની આજે ચુંટણી યોજાઈ હતી. વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ પદે પરસોત્તમ રાણા, ઉપપ્રમુખ પદ તરીકે અમર પટેલ, જનરલ સેક્રેટરી તરીકે હિમાંશુ પટેલ, જોઇન્ટ સેક્રેટરી તરીકે સાગર જરીવાલા, ખજાનચી પદે ધર્મેશ સોલંકી સહિત કુલ 5 હોદ્દેદારોનો ભવ્ય વિજય થયો છે.

21:32 December 16

રાજકોટના ધોરાજીમાં ખેડૂતે ડુંગળીનો ભાવ નહીં મળતા ઘેટા બકરાને ચરવા માટે મુકી ખુલ્લી

રાજકોટ: રાજકોટના ધોરાજીમાં ખેડૂતે ડુંગળીનો ભાવ નહીં મળતા ઘેટા બકરાને ચરવા માટે ડુંગળી ખુલ્લી મૂકી દીધી. ધોરાજીના રોડ પર આવેલ ખેડૂતે પોતાના ખેતરમાં રહેલ ડુંગળી ઘેટા બકરાને ચરવા માટે ખુલ્લી મૂકી દીધી.

21:15 December 16

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લીધી ગુજરાતની મુલાકાત, CM ભૂપેન્દ્ર પટેલને આપી શુભેચ્છા

ગાંધીનગર: ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે આવેલા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમની સાથે ગાંધીનગરમાં રાજભવન ખાતે સૌજન્ય મુલાકાત કરી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને મુખ્યપ્રઘાન તરીકે રાજ્ય શાસનનું દાયિત્વ સતત બીજી વાર સંભાળવા માટે અભિનંદન પાઠવ્યા હતા અને ગુજરાત તેમના નેતૃત્વમાં ઉત્તરોત્તર વિકાસ કરતું રહે તેવી શુભેચ્છાઓ આપી હતી.

18:43 December 16

સુરત GST કૌભાંડના મુખ્ય આરોપી પકડાયા

સુરત: સુરત GST કૌભાંડના મુખ્ય આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે. સુરત ઇકો સેલે મુખ્ય આરોપી આલમ શેખની ધરપકડ કરી. ઇકો સેલે 3 નવેમ્બરના રોજ અમદાવાદ,રાજકોટ,સુરત સહિત છ શહેરોમાં રેડ કરી GST કોભાંડનો પર્દાફાશ કર્યો હતો. તપાસની શરૂઆતમાં ગુજરાતના અલગ અલગ શહેરમાંથી 250 કરોડથી વધુનું GST કૌભાંડ ઝડપાયું હતું. અત્યાર સુધીમાં આ પ્રકરણમાં કુલ 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

17:58 December 16

રાજકોટના ધોરાજી નગરપાલિકા કચેરીના રોજમદાર કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા

રાજકોટ: રાજકોટના ધોરાજી નગરપાલિકા કચેરીના રોજમદાર કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા. સમયસર પગાર નહીં મળતા રોજમદાર પર કામ કરતા કર્મચારીઓએ હડતાલ શરૂ કરી. સમયસર પગાર નહીં મળવાની અનેક વખત રજૂઆત કરવા છતાં નિવેડો નહીં આવતા કચેરી ખાતે હડતાલ શરૂ કરી.

17:49 December 16

સુરતની SOG ટીમે ડમી પેઢી ઉભી કરનારનું કૌભાંડ ઝડપી પાડ્યું

બારડોલી: સુરતની SOG ટીમે પલસાણા તાલુકાના બગુમરા ગામથી ડમી પેઢી ઉભી કરી GSTની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું. ગણેશ સેલ્સ નામની પેઢી ઉભી કરી ખોટી ખરીદ વેચાણ દર્શાવી આ કૌભાંડ આચરવામાં આવતું હતું. 4 કરોડ 57 લાખ 63 હજાર 455 રૂપિયાની ગેરકાયદેસર રીતે ક્રેડિટ મેળવી સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું. પોલીસે કૌભાંડમાં સામેલ ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

17:16 December 16

હું સમય આવશે ત્યારે જવાબ આપીશ: દેવાયત ખવડ

રાજકોટ: દેવાયત ખવડએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, હું સમય આવશે ત્યારે જવાબ આપીશ. દેવાયત ખવડ મામલે પોલીસ રિમાન્ડ માંગશે, હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ છે. એક કાર ચલાવનાર અને એક ખવડ સાથે યુવક પર હુમલો કરનાર બે આરોપીઓ ફરાર છે. જ્યારે મયુરસિંહ અને દેવાયત વચ્ચે પાર્કિંગ મામલે છેલ્લા એક વર્ષથી ઝઘડો ચાલતો હતો. બંન્ને પક્ષ દ્વારા ઝઘડા મામલે પોલીસમાં અગાઉ અરજી કરાઈ હતી. હાલ A ડિવિઝન પોલીસ દ્વારા ખવડની ધરપકડ કરાઈ છે.

16:43 December 16

મહીસાગરમાં કેબિનેટ પ્રધાન કુબેરભાઈ ડિંડોરે રામાપીર મંદિરે પૂજા અર્ચના કરી

મહીસાગર: મહીસાગરના રાણકપુર ગામે કેબિનેટ પ્રધાન કુબેરભાઈ ડિંડોરે રામાપીર મંદિરે પૂજા અર્ચના કરી. કુબેર ડીંડોર દ્વારા રામદેવપીરને ધજા ચઢાવવામાં આવી. ગામલોકોએ કુબેર ડીંડોરને ઘોડા પર બેસાડી સ્વાગત કરવમાં આવ્યું.

16:14 December 16

સુરત ટેક્સટાઇલ માર્કેટના બ્રોકરો ઉપર વારંવાર થતા હુમલા મામલે પ્રેસ કોંફ્રન્સ યોજાઈ

સુરત: સુરત ટેક્સટાઇલ માર્કેટના દલાલો અને બ્રોકરો ઉપર વારંવાર થતા જીવલેણ હુમલા મામલે સુરત ન્યૂ ટેક્સટાઇલ માર્કેટ દ્વારા પ્રેસ કોંફ્રન્સ કરવામાં આવી. ગતરોજ ફરી એક વખત ટેક્સટાઇલ માર્કેટમાં દલાલી કરતા રૂપચંદ ભીખારામ રાઠોડ ઉપર ગઈકાલે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો આરોપી મુકેશભાઈ નાટા તથા તેમના અંજાણીયા ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. મુકેશ નાટા જેઓ શહેરના નામ ચીન બિલ્ડર છે. આ બિલ્ડરની પોલીસથી લઈ રાજકીય પાર્ટીઓ સાથે સાથગાંઠ હોવાથી પ્રશાશન કોઈ કાર્યવહી કરતુ નથી. તેમના વિરુદ્ધમાં ઘણાબધા કેસો કરવામાં આવ્યા છે.

15:19 December 16

ભુજ A ડિવિઝન પોલીસે TCI ફ્રેઇટ કુરિયર સર્વિસના પાર્સલમાંથી દારૂ ઝડપ્યો

કચ્છ: ભુજ A ડિવિઝન પોલીસની ક્રાઈમ બ્રાન્ચે TCI ફ્રેઇટ કુરિયર સર્વિસના પાર્સલમાંથી દારૂ ઝડપ્યો હતો. પાર્સલના કોથળામાંથી 336 બોટલ જેટલો રૂપિયા 1.17 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. બીજા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.

15:09 December 16

દેવાયત ખવડ ક્રાઇમ બ્રાન્ચે હાજર થયો, 307નો નોંધાયો ગુન્હો

રાજકોટ: દેવાયત ખવડ ક્રાઇમ બ્રાન્ચે હાજર થયો. ક્રાઇમ દેવાયત ખવડની પૂછપરછ કરી રહી છે. 10 દિવસ બાદ દેવાયત ખવડ પોલીસ સમક્ષ હાજર થતા મામલો વધુ ગરમાયો છે. 10 દિવસ સુધી ખવડ ક્યાં હતા તેની તપાસ શરૂ કરાઈ છે. A ડિવિઝન પોલીસ મથકમાં 307નો ગુન્હો નોંધાયો છે.

14:54 December 16

કેન્દ્રિય ગૃહપ્રઘાન અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠક પૂર્ણ, ઓલમ્પિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની કામગીરીની સમીક્ષા કરાઈ

અમદાવાદ: કેન્દ્રિય ગૃહપ્રઘાન અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠક પૂર્ણ થઈ ગઈ છે. ઓલમ્પિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. ગાંધીનગર સંસદીય વિસ્તારના ધારાસભ્યો સાથે કરી શાહે બેઠક કરી. 2036 માં સંભવતઃ યોજાનાર ઓલમ્પિકની યજમાની માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની કામગીરીની સમીક્ષા કરી હતી. અમદાવાદમાં બની રહેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ આંતરરાષ્ટ્રીય કક્ષાના બને તે માટે તાકીદ કરાઈ. સંલગ્ન વિભાગ પાસેથી પ્રેઝન્ટેશન દ્વારા તૈયારીઓનો અમિત શાહે તાગ મેળવ્યો. ગાંધીનગર સંસદીય વિસ્તારના સાત ધારાસભ્યો સાથે અમિત શાહે બેઠક કરી. વિધાનસભા વિસ્તારમાં વિકાસ કામોને અગ્રતા આપવા સૂચન અપાયા. ધારાસભ્યોને પોતાના વિસ્તારમાં કાર્યાલય અત્યાધુનિક બનાવવા પણ સૂચન કરાયું. 2024 લોકસભા ચૂંટણી પહેલા ગાંધીનગર સંસદીય વિસ્તારના ક્યાં કામ બાકી તેની યાદી બનાવવા પણ આદેશ કરાયા.

14:47 December 16

આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે, OPDનો સમય 6 કલાકની બદલે હવે 8 કલાક

વડોદરા: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી હતી, જેમાં OPDનો સમય 6 કલાકનો હતો તે વધારીને 8 કલાક કરવામાં આવ્યો. લાંબાગાળા પછી આ નિર્ણય સરકારે લીધો એટલે ધીમે ધીમે હોસ્પિટલ સેટ થઇ રહી છે. ટેકનોલોજીની મદદથી હોસ્પિટલમાં બધું મોનીટરીંગ કરવામાં આવશે. સ્ટિંગ ઓપરેશન મામલે તપાસ કરાવીશું. રાજ્ય સરકાર મક્કમ છે નિર્ણયનો અમલ હોસ્પિટલમાં થવો જ જોઈએ. સ્ટિંગ ઓપરેશન મામલે તપાસ કરી કાર્યવાહી કરીશું. રાજ્ય સરકાર હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ અને ડીનને નિર્ણયનું પાલન કરાવવા કડકાઈથી સૂચના આપશે.

14:42 December 16

ભરૂચની ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાંથી ચરસનો મોટો જથ્થો મળ્યો

ભરૂચ: ભરૂચની ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાંથી ચરસના મોટા જથ્થા સાથે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત બાદ ભરૂચમાં પણ નશાનો કાળો કારોબાર વધી રહયો છે, ત્યારે વધુ એકવાર નશીલા પદાર્થની હેરાફેરીનો ભરૂચમાંથી પર્દાફાશ થયો છે. પોલીસે રૂપિયા 3.17 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

14:38 December 16

દ્વારકા જિલ્લાના ખેડૂતોએ જિલ્લા કલેકટર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું

દ્વારકા: દ્વારકા જિલ્લાના ખેડૂતોએ જિલ્લા કલેકટર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું. જિલ્લાના અલગ-અલગ ગામોના કુલ 300થી વધુ ખેડૂતોએ જેટકો તેમજ અન્ય વીજ ઉત્પાદન વીજ વહન કરતી કંપની વિરુધ આવેદન આપ્યું. વીજ કંપનીઓ નિયમોને નેવે મૂકી ખેડૂતોને વળતર આપ્યા વગર પોલીસના દબાણ હેઠળ ખેડૂતોની જમીનમાં વીજ પોલ ઉભા કરતી હોવાથી ખેડૂતો મેદાને આવ્યા. ખેડૂતોએ તંત્રની નીંદ જગાડવા કલેકટર કચેરીએ રામધૂન બોલાવી વિરોધ જતાવ્યો. ખેડૂતને યોગ્ય ન્યાય અપાવવા જિલ્લા કલેકટર તેમજ એસ.પીને રજૂઆત કરી.

14:26 December 16

દારૂ પીને મરનાર લોકોને સરકાર કોઈ વળતર નહિ આપે - નીતિશ કુમાર

બિહાર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહેલ હોબાળાની વચ્ચે મુખ્યપ્રધાન નીતિશ કુમારે નિવેદન આપ્યું હતું. સત્રમાં નીતિશ કુમારે કહ્યું કે દારૂ પીને મરનાર લોકોને સરકાર કોઈ વળતર આપવાની નથી.

14:18 December 16

અમિત શાહ મમતા સહિત 4 રાજ્યોના મુખ્યપ્રધાન સાથે કરશે બેઠક

અમિત શાહ આજે રાત્રે કોલકાતા પહોંચશે

મમતા સહિત 4 રાજ્યોના મુખ્યપ્રધાન સાથે કરશે બેઠક

14:11 December 16

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી, 20 ડિસેમ્બર બાદ ઠંડીમાં થશે વધારો

આજે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી

ભાવનગર, ગીરસોમનાથ,ભરૂચ,આણંદમાં માવઠાની આગાહી

48 કલાક બાદ લઘુતમ તાપમાનમાં થશે ઘટાડો

20 ડિસેમ્બર બાદ ઠંડીમાં થઈ શકે છે વધારો

13:27 December 16

અમદાવાદમાં સર્કિટ હાઉસ ખાતે ગૃહપ્રધાન અમિત શાહની બેઠક

બેઠકમાં CM અને હર્ષ સંઘવી ઉપસ્થિત

સ્પોર્ટસ સંકુલના નિર્માણ અંગે કરાશે ચર્ચા

નારણપુરા ખાતે નિર્માણ પામશે સ્પોર્ટસ સંકુલ

2036ના ઓલમ્પિક માટે બનાવાશે સ્પોર્ટસ સંકુલ

13:15 December 16

પોલીસે દેવાયતને જામીન ન આપવા સોગંદનામું કર્યું, સોગંદનામામાં દેવાયતની ગુનાહિત કુંડળીઓનો ઉલ્લેખ

દેવાયત ખવડની આગોતરા જામીન મુદ્દે પોલીસ એક્શનમાં

પોલીસે દેવાયતને જામીન ન આપવા સોગંદનામું કર્યું

સોગંદનામામાં કરાયો દેવાયતની ગુનાહિત કુંડળીઓનો ઉલ્લેખ

દેવાયત સામે 3 ગુનાઓ દાખલ

આવતીકાલે આગોતરા જામીન પર કોર્ટમાં સુનાવણી

12:48 December 16

કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલમાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના નિવેદનને લઈને વિવાદ, મમતા બેનર્જીએ આપ્યું સમર્થન

બોલિવૂડ ફિલ્મ પઠાણને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના એક નિવેદનને લઈને વિવાદ ઊભો થયો છે. કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલમાં આપેલા તેમના નિવેદન પર વિવાદ શરૂ થયો છે. અમિતાભે કહ્યું હતું કે દેશને આઝાદી મળ્યાને ઘણાં વર્ષો થઈ ગયાં છે, પરંતુ આજે પણ નાગરિકની સ્વતંત્રતા અને વાણી સ્વાતંત્ર્ય પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. કાર્યક્રમમાં હાજર પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ અમિતાભની વાતને સમર્થન આપ્યું હતું. અહીં ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ કહ્યું હતું કે અમિતાભના શબ્દો બંગાળ સિવાય અન્ય કોઈ જગ્યા માટે વધુ સચોટ હોઈ શકે નહીં, કારણ કે તેમણે એવી જગ્યાએ સ્વતંત્રતાની વાત કરી છે, જ્યાં ચૂંટણી પછી સૌથી વધુ લોહિયાળ હિંસા થઈ હતી.

12:12 December 16

ગાંધીનગર બાર એસો.ની ચૂંટણીનો મામલો

ગાંધીનગર બાર એસો.ની ચૂંટણીનો મામલો

આજે ગાંધીનગર બાર એસોસી.ની યોજાઈ રહી છે ચૂંટણી

છેલ્લા 10 વર્ષથી સમરસ બોડી બનતી હતી

અ વર્ષે પ્રમુખ, ઉપપ્રમુખ, જોઈન્ટ સેક્ટરી, સેક્રેટરી અને ખજાનચીની થશે ચૂંટણી

Lr અને કારોબારી બિનહરીફ થઈ ગયા છે

12:12 December 16

રાજકોટ બાર એસોસિએશનની આજે ચૂંટણી

રાજકોટ બાર એસોસિએશનની આજે ચૂંટણી

બાર એસોસિએશનની ચૂંટણીમાં એક બાજુ યુવા વકીલોની એક્ટિવ પેનલ તો બીજી બાજુ આરબીએના સિનિયર વકીલોની પેનલ

3,345 વકીલો દ્વારા મતદાન શરૂ કરવામાં આવ્યું

એક્ટિવ પેનલમાં બકુલ રાજાણી પ્રમુખ પદના ઉમેદવાર તો આરબીએ પેનલમાં લલિતસિંહ શાહી પ્રમુખ પદના ઉમેદવાર.

કુલ 44 ઉમેદવારો માટે આજે વકીલો કરશે મતદાન

બપોરના ત્રણ વાગ્યા સુધી મતદાન તો આજે સાંજે આવશે પરિણામ

12:08 December 16

રાજકોટ જિલ્લાની ધોરાજી સ્પેશિયલ કોર્ટ દુષ્કર્મના કેસમાં આરોપીને દસ વર્ષની સજા

રાજકોટ જિલ્લાની ધોરાજી સ્પેશિયલ કોર્ટ દુષ્કર્મના કેસમાં આરોપીને દસ વર્ષની સજા ફટકારી

સંજય ઉર્ફે ચંદુને ધોરાજી કોર્ટે ફટકારી છે સજા અને દંડ

એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ દ્વારા ચુકાદો આપી ફટકારવામાં આવી સજા

આરોપીને 10 હજાર રૂપિયાનો દંડ તેમજ ભોગ બનનારને રૂપિયા 4 લાખ વળતર ચૂકવવાનો કર્યો આદેશ

11:10 December 16

દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો, પોલીસ દ્વારા જામીન ન આપવા મામલે કરવામાં આવ્યું સોગંધનામું

રાજકોટઃ દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો

પોલીસ દ્વારા ખવડને જામીન ન આપવા મામલે કરવામાં આવ્યું સોગંધનામું

અગાઉ ખવડ વિરુદ્ધ નોંધાયા છે 3 જેટલા ગુના

આવતીકાલે દેવાયત ખવડની જામીન અરજી મામલે થશે વધુ સુનાવણી

11:08 December 16

સુરતમાં પામ ઓઇલ તેમજ સ્ટીલ ચોરીના નેટવર્ક મામલે પી.એ.આઈ સી.એમ.ગઢવીને સસ્પેન્ડ કરાયા

સુરત જિલ્લાના પલસાણા પોલીસ મથકના પી.એ.આઈ સી.એમ.ગઢવીને સસ્પેન્ડ કરાયા

એલ.સી.બી પોલીસે પામ ઓઇલ તેમજ સ્ટીલ ચોરીનું નેટવર્ક ઝડપી પાડ્યું હતું

હાઇવે ઉપરથી પસાર થતી ટ્રક તેમજ ટેન્કર માંથી ડ્રાયવરની મેરાપીપણામાં ચાલતું હતુ નેટવર્ક

81 લાખનો મુદ્દામાલ કબજે લેતા જિલ્લા પોલીસવડા એ સ્થાનિક પોલીસને જવાબદ ઠેરવી સસ્પેન્ડ કર્યા

10:06 December 16

જમ્મુમાં વિજય દિવસ નિમિત્તે સેનાએ 1971ના યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપી

09:55 December 16

UNSCની બેઠકમાં વિદેશપ્રધાને રિપોર્ટરની બોલતી કરી દીધી બંધ

ભારતના વિદેશપ્રધાન S જયશંકર UNSCની બેઠકમાં સતત ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. પાકિસ્તાની રિપોર્ટરે પૂછ્યું કે દિલ્હી, કાબુલ અને પાકિસ્તાનમાં ક્યાં સુધી આતંકવાદ દેખાતું રહેશે, તેમણે તરત જવાબ આપ્યો કે તમે આ સવાલ ખોટા પ્રધાનને કરી રહ્યા છો. આ તો પાકિસ્તાનના પ્રધાન જ જવાબ આપી શકશે કે પાકિસ્તાન ક્યાં સુધી આતંકવાદ ફેલાવતું રહેશે. જયશંકરે કહ્યું કે કોઈ પણ દેશે આતંકવાદનો લાભ લેવા વિષે વિચારવું પણ જોઈએ નહીં અને આતંકવાદ મુદ્દે તમામ મતભેદોને ભૂલીને એકસાથે આવવું જોઈએ.

09:43 December 16

AMCના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી મળ્યા માનવ અંગો

કોતરપુર વોટર વર્ક્સમાંથી માનવ હાથના અવશેષ મળ્યા

નર્મદા કેનાલ મારફતે પ્લાન્ટમાં આવ્યા હોવાની આશંકા

નર્મદાની મુખ્ય કેનાલમાંથી આવે છે પાણીનો જથ્થો

09:41 December 16

બનાસકાંઠા: અંબાજીના કોટેશ્વરમાં 12 જ્યોતિર્લિંગની સ્થાપના થશે

બનાસકાંઠાના અંબાજી મંદિર અંગે મોટી જાહેરાત

અંબાજીના કોટેશ્વરમાં 12 જ્યોતિર્લિંગની સ્થાપના થશે

મંદિર ચાચરચોકનુ પણ વિસ્તૃતિકરણ વહેલી તકે શરૂ થશે

પ્રધાન મૂકેશ પટેલનું અંબાજીની મુલાકાત દરમિયાન નિવેદન

07:38 December 16

અમિત શાહ પોતાના મત વિસ્તારના 7 ધારાસભ્યો સાથે કરશે બેઠક

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત

વિકાસના કામો, નવા આયોજનો અને સ્થાનિક પ્રશ્નોને લઈને ચર્ચા

07:27 December 16

ભારતે પરમાણુ સક્ષમ અગ્નિ-5 બેલાસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું

ભારતે રાત્રે સફળતાપૂર્વક પરમાણુ-સક્ષમ અગ્નિ V બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું. આ મિસાઈલ 5000 કિમીથી વધુ દૂરના લક્ષ્યને નિશાન બનાવી શકે છે. મિસાઈલ હવે પહેલા કરતા વધુ અંતરે લક્ષ્યને નિશાન બનાવી શકે છે.

06:25 December 16

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાતા દરિયાઈ વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાનું કહેવામાં આવ્યું છે. ત્યારે તંત્રી દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને લઈ ભરૂચના દહેજ બંદરે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અમરેલીના જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે.

Last Updated : Dec 16, 2022, 11:01 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.