ETV Bharat / bharat

સાબરકાંઠામાં કાર ઝાડ સાથે ટકરાતા ભમરાએ ત્રણ લોકોને માર્યા ડંખ - undefined

સુરતમાં શૌચાલયમાં થયેલ હત્યા કેસમાં હત્યારાઓ પોલીસના સંકજામાં

author img

By

Published : Jan 13, 2023, 6:37 AM IST

Updated : Jan 13, 2023, 9:16 PM IST

21:09 January 13

108 મારફતે કાર ચાલક સહિત ૩ ને સારવાર અર્થે ખસેડ્યા

સાબરકાંઠા: હિંમતનગરના ધનપુરા પાસે એક ઘટના બની છે. પુર ઝડપે જતી કાર ઝાડ સાથે ધડાકાભેર ટકરાઇ ગઈ. ઝાડ સાથે ટકરાતા ઝાડ પરના‌ ભમરાએ કાર ચાલક સહિત ત્રણ લોકોને ડંખ માર્યા. સ્થાનિક લોકોએ આગ પ્રગટાવી ભમરાને ભગાડ્યા. 108 મારફતે કાર ચાલક સહિત ૩ ને સારવાર અર્થે ખસેડ્યા છે.

19:51 January 13

સરકારના કરોડો રૂપિયાના રોકાણ બાદ સમ્પ 4 વર્ષથી ધૂળધાણી

અમરેલી: અમરેલીના કુંકાવાવ ચોકી પાસે કરોડોના ખર્ચે બનેલ સમ્પ છેલ્લા 4 વર્ષથી શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. બે લાખ કરોડ લીટર પાણીની ક્ષમતા ધરાવતો નવો બનેલ આ સમ્પ 4 વર્ષથી તેમ જ છે. સરકારના કરોડો રૂપિયાના રોકાણ બાદ સમ્પ 4 વર્ષથી ધૂળધાણી થઈ ગયું છે.

19:47 January 13

રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ સાવરણો લઈને શૌચાલય સાફ કર્યું

સુરત: કામરેજના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ શાળાની મુલાકાત કરી. ડુંગરા ગામની પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત કરી. કેવા પ્રકારનું શિક્ષણ વિધાર્થીઓને આપવામાં આવી રહ્યું છે તેનો તાગ લીધો. શાળાના શૌચાલયનું પણ નિરક્ષણ કર્યું. ઉપરાંત જાતે સાવરણો લઈને શૌચાલય સાફ કર્યું. શાળાના પટાંગણમાં કચરો પણ વિણ્યો. સૌ કોઈને શાળામાં તેમજ ગામમાં સાફ સફાઈ રાખવાની અપીલ કરી.

19:43 January 13

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપાર કરતા 51 વ્યાપારીઓ સામે ગુના નોંધ્યા

પાટણ: પાટણ જિલ્લામાં પોલીસે દસ દિવસમાં 281 લાખની ચાઈનીઝ દોરી ઝડપી છે. પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપાર કરતા 51 વ્યાપારીઓ સામે ગુના નોંધ્યા છે. ચાઈનીઝ દોરીનો ઉપયોગ ટાળવા પોલીસે શાળા કોલેજોમાં જનજાગૃતિના કાર્યક્રમો કર્યા છે.

17:08 January 13

ઉપલેટા તાલુકાના ડુમિયાણા ટોલનાકા અંગે બેઠક યોજાઈ

રાજકોટ: રાજકોટ કલેકટર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. ઉપલેટા તાલુકાના ડુમિયાણા ટોલનાકા અંગે બેઠક યોજાઈ. આ બેઠકમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ ટોલનાકા અંગે આસપાસના રહેવાસીઓને અનુભવાતી હાલાકી અંગે રજુઆત કરી હતી.

17:02 January 13

પરિવારે મહિલા સુરક્ષાને લઈને સવાલ ઉભા કર્યા

ભાવનગર: ગારીયાધાર ઠાસા ગામની યુવતીના કેસમાં એક ખુલાસો થયો છે. ગળાફાંસો ખાનાર યુવતીની સુસાઈડ નોટ સામે આવી છે. ફરિયાદ બાદ પોલીસે પરેશાન કરનારને ઝડપ્યો છે. પરિવારે મહિલા સુરક્ષાને લઈને સવાલ ઉભા કર્યા છે.

16:02 January 13

નિષ્ણાત પશુ ડોકટરો પક્ષીઓની સારવાર કરશે

પાટણ: વન વિભાગની કચેરી ખાતે ઈજાગ્રસ્ત પક્ષીઓ માટે સારવાર કેમ્પ શરૂ કરાયો. ત્રણ દિવસ સુધી આ કેમ્પ કાર્યરત રહેશે. નિષ્ણાત પશુ ડોકટરો પક્ષીઓની સારવાર કરશે. ઈજાગ્રસ્ત પક્ષીઓ માટે જિલ્લામાં 17 કલેક્શન સેન્ટર અને 11 ટ્રીટમેન્ટ સેન્ટરો ઉભા કરાયા છે. ત્રણ દિવસ બાદ પક્ષીઓને હાસપુર ખાતેના એનિમલ કેરમાં રાખવામાં આવશે

14:59 January 13

પાટણમાં માર્ગ સલામતીને લઈ કડક કાર્યવાહી શરુ કરાઈ

પાટણ: જિલ્લામાં માર્ગ સલામતીને લઈ કડક કાર્યવાહી કરાઈ રહી છે. ચાલુ વાહને નિયમોનો ભંગ કરનાર 76 વાહનચાલકોને લાયસન્સ સસ્પેન્ડ કરાયા. અકસ્માતમાં મોત, ઓવર સ્પીડ,કેફી પીણું પિને વાહન ચલાવવાના ગુનામાં 76 લાઇસન્સ સસ્પેન્ડ કરાયા.

14:46 January 13

એડિશનલ સેશન્સ કોર્ટે દેવાયતનાં જામીન ફગાવ્યા

રાજકોટ: લોકસાહિત્યકાર દેવાયત ખવડની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. એડિશનલ સેશન્સ કોર્ટે દેવાયતનાં જામીન ફગાવ્યા, દેવાયતનાં વકીલ દ્વારા જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી શકે છે.

14:43 January 13

ઓરિસ્સાના ગાંજા માફિયા અનિલ પાંડીને પકડવા રૂપિયા 30 હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું

સુરત: ઓરિસ્સાના ગાંજા માફિયા અનિલ પાંડીને પકડવા સુરત પોલીસ કમિશનર દ્વારા ઇનામની જાહેરાત કરાઈ છે. રૂપિયા 30 હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. સમાજ માટે ખતરો ગણાયેલા 16 ખૂંખાર ગુનેગારોને પકડવા આ ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. બાતમીદારનું નામ ગુપ્ત રખાશે.

14:35 January 13

બાળકોના સામૂહિક પ્રયાસોથી પતંગનું એક અનેરૂ દ્રશ્ય સર્જાયું

સુરત: સ્વામિનારાયણ ગુરૂકુળ-વેડરોડના બાળકોએ ઉત્તરાયણ પર્વ અંતર્ગત 'પતંગ'ની વિશાળ માનવ પ્રતિકૃત્તિ રચી. બાળકો, યુવાનોના મનપસંદ તહેવાર ઉત્તરાયણ અંતર્ગત આ પ્રતિકૃતિ રચી. સુરતના વેડ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ ગુરૂકુળના સંતો, આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શનમાં સામૂહિક રીતે 'પતંગ'ની વિશાળ માનવ પ્રતિકૃત્તિ રચીને આકર્ષક સિમ્બોલ બનાવ્યો હતો. બાળકોના સામૂહિક પ્રયાસોથી પતંગનું એક અનેરૂ દ્રશ્ય સર્જાયું હતું.

13:55 January 13

ઓરિસ્સાના ગાંજા માફિયા અનિલ પાંડીને પકડવા ઇનામની જાહેરાત

સુરત: પોલીસ કમિશનર દ્વારા ઇનામની જાહેરાત કરાઈ. ઓરિસ્સાના ગાંજા માફિયા અનિલ પાંડીને પકડવા ઇનામની જાહેરાત, રૂ 30 હજારનું ઇનામ જાહેરાત છે. સમાજ માટે ખતરો ગણાયેલા 16 ખૂંખાર ગુનેગારોને પકડવા ઇનામ જાહેર.બાતમીદાર નું નામ ગુપ્ત રખાશે

13:22 January 13

સ્વામિનારાયણ સંસ્કારધામ દ્વારા બનાવવામાં આવી રહેલ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલનું મુખ્યપ્રધાન દ્વારા ભુમિપુજન

સુરેન્દ્રનગર:ધ્રાંગધ્રા સ્વામિનારાયણ સંસ્કારધામ દ્વારા બનાવવામાં આવી રહેલ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલનું મુખ્યપ્રધાન દ્વારા ભુમિપુજન કરાયું. ધ્રાંગધ્રા ખાતે મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ કાર્યક્રમમાં હાલ ઉપસ્થિત થયા, અંદાજે રૂપિયા ૧૫ કરોડથી વધુના ખર્ચે તમામ રોગની સારવાર મળી રહે તે માટે અધતન સાધનો સાથે હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. કેન્દ્રીય પ્રધાન ડો મહેન્દ્ર મુંજપરા, જીલ્લાના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો સહિતના હોદેદારો અને સંતો મહંતો રહ્યા હાજર

12:03 January 13

વરાછા પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જત્થા સાથે એક ઈસમને ઝડપ્યો

સુરતઃ વરાછા પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જત્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો. પોલીસે તેની પાસેથી 1.08 લાખની કિમતના 119 દોરીના બોબીન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી .

12:00 January 13

સુરતમાં શૌચાલયમાં થયેલ હત્યા કેસમાં હત્યારાઓ પોલીસના સંકજામાં

સુરતઃ રાંદેર વિસ્તારમાં શૌચાલય માં થયેલ હત્યા કેસમાં રાઇમબ્રાંચના હાથે સફળતા લાગી છે. બે હત્યારાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. બન્ને વચ્ચે ઝઘડો ચાલતો આવતો હતો. અદાવત માં તીક્ષ્ણ હથિયાર ના ઘા ઝીકાયા હતા

11:59 January 13

કાપોદ્રા પોલીસે બોગસ GST અધિકારીને ઝડપી પાડ્યો

સુરતઃ કાપોદ્રા પોલીસે બોગસ GST અધિકારીને ઝડપી પાડ્યો છે. કાપોદ્રા વિસ્તારમાં સોપારીના વેપારીને GST અધિકારીની ઓળખ આપી હતી. વેપારી પાસેથી સોપારીના સમાનનું બિલ માંગી બળજબરી કરી હતી. લાખો રૂપિયાની સોપારીનો ટેમ્પો બળજબરી પૂર્વક લઈને નાસી ગયા હતા.

11:56 January 13

ઈડર શહેરનાં ડુંગરોમાં ફરી એકવાર દીપડાનો પરિવાર જોવા મળ્યો, લોકો ભયભીત

સાબરકાંઠા: ઈડર શહેરનાં ડુંગરોમાં ફરી એકવાર દીપડાનો પરિવાર જોવા મળ્યો, ભિલોડા ત્રણ રસ્તા પાસેના ડુંગરમાં સવારના સમયે દીપડો જોવા મળતા લોકોમાં ફફડાટ, જિલ્લા ઇન્ચાર્જ એસી.એફ સહિતનો ફોરેસ્ટ કાફલો ઘટના સ્થળે હાજર થયા હતા.

10:59 January 13

વિશ્વના સૌથી લાંબા ક્રૂઝ Ganga Vilasનું PM મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ

UP: ભારતમાં બનેલા વિશ્વના સૌથી લાંબા ક્રૂઝ 'Ganga Vilas' અને 'Tent City'નું PM મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ,

10:35 January 13

સુરત MBBSના 227 વિદ્યાર્થીને બીજા વર્ષની પરીક્ષામાં બેસવા નહીં દેવાતા વિવાદ સર્જાયો

સુરત: સરકારી મેડિકલ કોલેજના નિર્ણય સામે વિદ્યાર્થીઓમાં રોષ. MBBSના 227વિદ્યાર્થીને બીજા વર્ષની પરીક્ષામાં બેસવા નહીં દેવાતા વિવાદ સર્જાયો. વિદ્યાર્થીઓની હાજરી અને માર્ક્સ ઓછા રહેતા પરીક્ષા માં બેસવા નહીં દેવાયા.

10:29 January 13

નાસિકમાં બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં 10ના મોત

મહારાષ્ટ્ર: નાસિકમાં બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં 10ના મોત થયા છે, બસમાં સવાર તમામ મુસાફરો શિરડી દર્શન કરવા શિરડી જઈ રહ્યાં હતા

10:14 January 13

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એક દિવસના નવજાત શિશુને છોડી માતા જતી રહી

સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં એક દિવસના નવજાત શિશુને છોડી માતા જતી રહી. મામલાની જાણ તથા જ સિવિલ હોસ્પિટલનું તંત્ર દોડતું થઇ ગયું હતું. તબીબ દ્વારા પોલીસને પણ જાણ કરતા પોલીસ માતાની શોધખોળ હાથ ધરી હતી. આ મામલે પોલીસે માતાને ઉચ્છલથી શોધી લાવી હતી. હાલ બાળકની સિવિલ હોસ્પિટલના NICU વોર્ડમાં સારવાર ચાલી રહી છે.

09:34 January 13

વડોદરાની સિંઘરોટમાં ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરી મામલે વધુ 3 આરોપીની ધરપકડ

અમદાવાદ: વડોદરાની સિંઘરોટમાં ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરી મામલે વધુ 3 આરોપીની ધરપકડ કરાઈ, ગુજરાત એટીએસ 3 આરોપી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા, પકડાયેલ આરોપી પાસેથી કરોડો રૂપિયાનું લેતીદેતીના પુરાવા મળી આવ્યા હતા. કોર્ટે 9 દિવસના રિમાન્ડ મજૂર કર્યા

08:48 January 13

ઉત્તરકાશીમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ

ઉત્તરાખંડ: ઉત્તરકાશીમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, ભૂકંપનું કેન્દ્રબિંદુ જોશીમઠથી 250 કિમી દૂર નોંધાયુ

08:34 January 13

ઉત્તરાખંડમાં આજે કેબિનેટની મહત્વની બેઠક

ઉત્તરાખંડ: ઉત્તરાખંડમાં આજે કેબિનેટની મહત્વની બેઠક યોજાશે, જોશીમઠ પર લેવામાં આવી શકે છે મોટો નિર્ણય

06:43 January 13

લોધાવાડ ચોકમાં માનસિક રીતે અસ્થિર યુવાને મચાવ્યો આતંક

રાજકોટઃ લોધાવાડ ચોકમાં માનસિક રીતે અસ્થિર યુવાને મચાવ્યો આતંક, યુવાનના ભયના કારણે વાહન ચાલકો રસ્તા પર વાહન ચલાવતા ડર્યા, અસ્થિર યુવાને હાથમાં લાકડી વડે જાહેર રસ્તામાં જ તોડફોડ મચાવી

06:40 January 13

હિન્દુ યુવતીએ મુસ્લિમ પ્રેમીને પામવા પતિની કરી હત્યા

અમદાવાદ: ખોખરામાં હિન્દુ યુવતીએ મુસ્લિમ પ્રેમીને પામવા પતિની કરી હત્યા, આરોપી પત્નીએ રાત્રે દોઢ વાગે પતિને દવા ઘઉંમાં મુકવાની ઝેરી દવા પીવડાવી, બાદમાં પતિનું ગળું દબાવી કરી હત્યા

06:10 January 13

પૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ યાદવનું નિધન થયું

ન્યુ દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય પ્રધાનશરદ યાદવનું નિધન થયું છે. તેની પુત્રીએ ફેસબુક પર પોસ્ટ કરીને આ અંગેની માહિતી આપી છે.

Last Updated : Jan 13, 2023, 9:16 PM IST

For All Latest Updates

TAGGED:

braking
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.