ETV Bharat / bharat

વિરમગામમાં ભાજપના કોર્પોરેટરના પતિ હર્ષદ ગામોતની હત્યા

author img

By

Published : Jan 10, 2023, 6:38 AM IST

Updated : Jan 10, 2023, 10:54 PM IST

વલસાડ જિલ્લા પંચાયતના અધિકારીઓ 15 લાખની લાંચ લેતા ઝડપાયા

22:50 January 10

ભાવનગરના અલંગમાં જહાજ પરથી નીચે પટકાતા શ્રમિકનું મોત

ભાવનગર: અલંગમાં જહાજ પરથી નીચે પટકાતા શ્રમિકનું મોત નીપજ્યું હતું. શ્રમિકના મૃત્યુ બાદ તેને ખાનગી વાહનમાં હોસ્પિટલ લઈ જવાયો હતો, અલંગ વર્કર્સ એસોસિયેશને જવાબદારો સામે રોષ ઠાલવ્યો હતો અને જીએમબીની કાર્યવાહી સામે સવાલ કર્યા હતા.

19:01 January 10

વિરમગામમાં ભાજપના કોર્પોરેટરના પતિ હર્ષદ ગામોતની હત્યા

વિરમગામમાં ભાજપના કોર્પોરેટરના પતિ હર્ષદ ગામોતની હત્યા કરવામાં આવી છે. ચૂંટણીની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાનું પ્રાથમિક ધોરણે સામે આવ્યું છે. વિરમગામ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

18:51 January 10

સાબરકાંઠાના ઈડર ખાતે રાજ્ય કક્ષાનો ત્રિદિવસીય કલા ઉત્સવનો શુભારંભ

સાબરકાંઠાના ઈડર ખાતે રાજ્ય કક્ષાનો ત્રિદિવસીય કલા ઉત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર શિક્ષણપ્રધાન કુબેર ડિંડોરના હસ્તે કાર્યકમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કલાઉત્સવમાં વિદ્યાથીઓ દ્રારા ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવે છે. મોટી સંખ્યામાં ગુજરાતની વિવિધ શાળાના શિક્ષકો સાથે વિદ્યાર્થીઓએ ભાગ લીધો.

17:47 January 10

વલસાડની પાર નદીમાં ડૂબી જવાથી 2 વિદ્યાર્થીઓના મોત

વલસાડની પાર નદીમાં 6 વિદ્યાર્થીઓ ડૂબવાની ઘટના સામે આવી છે. 6 વિદ્યાર્થિઓ નદીમાં ન્હાવા પડ્યા હતા. જેમાં 2ના ડૂબી જવાથી મોત થયા છે. જ્યારે 4 વિદ્યાર્થીઓને બચાવી લેવાયા છે. એક સાથે 2 વિદ્યાર્થીઓના મોતથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.

16:27 January 10

ખેડા જિલ્લામાં નાણા ધીરનાર સામે રાજ્યવ્યાપી ઝુંબેશમાં આજે પ્રથમ ફરિયાદ દાખલ થઈ

ખેડા: રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા નાણા ધીરનાર સામે રાજ્યવ્યાપી ઝુંબેશમાં આજે પ્રથમ ફરિયાદ ખેડા જિલ્લામાં દાખલ થઈ છે. કપડવંજના આંબલીયારાના 3 લોકો સામે ઊંચા વ્યાજની લાલચમાં નાણાં ધિરધાર કરતાં કપડવંજ ટાઉન પોલીસમા ફરિયાદ નોંધાઈ છે. અંકલાઈ ગામની મહિલાએ ગાય વેચાણ લેવા 20 હજાર રૂપિયા 15ટકાના વ્યાજે વ્યાજખોરો પાસેથી લીધા હતા. જોકે 20 હજારના સીધી 3 લાખ ઉપરાંતની રકમ ચૂકવવાની એટલે કે ઊંચા વ્યાજદર લેતા સમગ્ર મામલે ફરિયાદ નોધાઈ જવા પામી છે.

15:22 January 10

CM કાર્યાલયે જાહેર કર્યો વોટ્સએપ નંબર, સીધી જ કરી શકાશે ફરિયાદ

હવેથી CM કાર્યાલયમાં સીધી જ ફરિયાદ કરી શકાશે. +91 7030930344 વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ સહિતની બાબતો પર વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે. મુખ્યપ્રધાન કાર્યાલયના વોટ્સ એપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે.

14:55 January 10

ABVP દ્વારા સુરત કલેકટરને આવેદનપત્ર આપી જમવામાં અને પાણીમાં ઈયળ આવતી હોવાની ફરિયાદ

સુરતમાં ABVP દ્વારા સુરત કલેકટરને આપવામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સમરસ છાત્રાલયમાં વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. જમવામાં અને પાણીમાં ઈયળ આવતી હોવાની ફરિયાદને લઇ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 7 દિવસમાં નિરાકરણ નહિ આવશે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી.

14:50 January 10

જોશીમઠ મામલે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો કર્યો ઈન્કાર

ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન સંબંધિત કેસને લઈ સુપ્રીમ કોર્ટે જોશીમઠમાં ભૂસ્ખલન સંબંધિત કેસની તાત્કાલિક સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જરૂરી નથી કે દેશનો દરેક મહત્વનો મામલો અમારી સામે આવે. મહત્વનું છે કે, અરજદારે જોશીમઠમાં સંકટને રાષ્ટ્રીય આફત જાહેર કરવા માટે સર્વોચ્ચ અદાલતના હસ્તક્ષેપની માંગ કરી હતી.

14:40 January 10

રાજકોટમાં 4,668 નંગ વિદેશી દારૂની બોટલ ઝડપાઈ

રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો હતો. શાપર વેરાવળ નજીક પડવલા રોડ પરથી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો હતો, જે ટ્રકમાં ચોર ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મોટી માત્રામાં મળી આવ્યો હતો. ટ્રકના ચોર ખાનામાંથી કુલ 4,668 નંગ વિદેશી દારૂની બોટલ ઝડપી પાડવામાં આવી હતી. વિદેશી દારૂની બોટલ મળી ટ્રક સાથે કુલ 29,05,150નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

14:07 January 10

ગામડાના રહેણાંકી મકાનોમાં થતી વીજ ચોરી પકડી પાડવામાં આવી

અમરેલી: બાબરા ગ્રામીણના ગામડાઓમાં પીજીવીસીએલની ટીમોએ દરોડા પાડ્યા છે. જિલ્લા ડિવિઝનની સાત ટીમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું. સાત જેટલી ગાડીઓ પોલીસ પ્રોટકશન સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વીજચોરી સામે દરોડા પાડવામાં આવ્યા. ગામડાના રહેણાંકી મકાનોમાં થતી વીજ ચોરી પકડી પાડવામાં આવી. બાબરાના દરેડ, લિંબડીયા જામબરવાળા, નાની કુંડલ શિરવાણીયા કરીયાણા કિડી સહિત સાત જેટલા ગામોમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું. વીજ ચેકીંગ દરમિયાન વીજ ચોરી કરનારને ત્રણ લાખ જેટલો દંડ ફટકારવામાં આવ્યો.

13:19 January 10

લોકોમાં જાગૃતતા આવે તે બાબતે પોલીસે કામગીરી શરૂ કરી

સુરત: ચાઈનીઝ દોરી,નાયલોન દોરી અને ટુક્કલ નહી વાપરવા બાબતે પોલીસે લાલ આંખ કરી. લોકોમાં જાગૃતતા આવે તે બાબતે પોલીસે કામગીરી શરૂ કરી. મહિધરપુરા પોલીસ પીસીઆર મોબાઈલ દ્વારા જાહેરાત કરવામાં આવી રહી છે. દોરી અને પતંગ બજારોમાં ખાસ જાહેરાત કરવામાં આવી રહી છે.

12:40 January 10

5 થી 15 ટકા સુધીનું ઊંચું વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે કરવામાં આવી કાર્યવાહી

સુરત: પોલીસ દ્વારા વ્યાજખોરો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગૃહપ્રધાનના આદેશ બાદ સુરત પોલીસ એક્શનમાં છે. ઝોન 5 વિસ્તારમાં ડ્રાઇવ ચલાવીને કુલ 30 જેટલા ગુના દાખલ કર્યા. મોટી સંખ્યામાં વ્યાજખોરોની અટકાયત કરાઈ છે. સૌથી ઊંચું વ્યાજ વસૂલતા વ્યાજખોરો હતા. 5 થી 15 ટકા સુધીનું ઊંચું વ્યાજ વસૂલતા હતા. વ્યાજખોરોની ત્રાસની અનેક ફરિયાદો બાદ પોલીસ એક્શનમાં આવી. અગાઉ સુરત ક્રાઇમ બ્રાન્ચે 16 જેટલા ગુના દાખલ કરીને વ્યાજખોરોની અટકાયત કરી હતી.

11:07 January 10

ઈજાગ્રસ્ત યુવાન સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

ભાવનગર: ભાવનગર શહેરના સરિતા સોસાયટીમાં યુવાન પર હુમલો કરાયો. હીરાના કારખાનામાં મેનેજર તરીકે કામ કરતા યુવાનને છરીના ઘા મારી ઈસમ નાસી છૂટ્યો. કારખાનામાં બેસવા નહી દેવાની દાઝ રાખી હુમલો કર્યો. ઈજાગ્રસ્ત યુવાન સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ઘટનાની જાણ થતા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી તપાસ હાથ ધરી છે. ગત રાત્રે ઘટના બાદ મોડી રાત્રે ફરિયાદ નોંધાઇ હતી.

10:55 January 10

17 રજૂઆતો માંથી પોલીસે તાત્કાલિક અસરથી 4 રજુઆતમાં પોલીસ ફરિયાદ નોંધી

પંચમહાલ: ગોધરા ખાતે વ્યાજખોરીને ડામવા અને તેઓ સામે કાર્યવાહી માટે યોજાયેલા લોક દરબારમાં 17 અરજીઓ મળી હતી. રેન્જ આઈજી અને પોલીસવડાની અધ્યક્ષતામાં ગઈકાલે પોલીસ હેડક્વાર્ટર ખાતે લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો. 17 રજૂઆતો માંથી પોલીસે તાત્કાલિક અસરથી 4 રજુઆતમાં પોલીસ ફરિયાદ નોંધી. સરકારના વ્યાજ ખોરોને ડામવાની મુહિમને લઈ પીડિત સામે આવી રહ્યા છે. ગોધરાના પોલીસ લોક દરબારમાં વ્યાજ ખોરોથી પીડિતોના હૃદય દ્રાવક અને ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા.

10:50 January 10

નાગેશ્વર મંદિરના પૂજારી તેમજ તેમના પરિવાર પર હુમલો કરાયો

દ્વારકા: નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ મંદિરના પૂજારી હરી મારાજ પર હુમલાનો મામલો સામે આવ્યો છે. પોલીસ દ્વારા 14 જેટલા આરોપીઓ પર IPCની કલમ 307 સહિત અન્ય કલમો મુજબ ગુન્હો નોંધ્યો. ગઇ કાલે સાંજે મંદિરમાં વચ્ચેથી દર્શન કરવા બાબતે નાગેશ્વર ગામના જ લોકો દ્વારા નાગેશ્વર મંદિરના પૂજારી તેમજ તેમના પરિવાર પર હુમલો કર્યો હત્તો. હુમલાખોરએ નાગેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં આવેલ મકાનમાં પણ તોડફોડ કરી હતી. પૂજારીના પરિવારના 6 જેટલા લોકોને ગંભીર ઇજા પહોંચી. હુમલાની ઘટના બાદ નાગેશ્વર મંદિર ગેઇટ તેમજ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.

10:40 January 10

જમીન જપ્ત કરવા જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો

સુરત: શહેરના રાજહંસ થિયેટર-અમેઝિયા વોટરપાર્કની મિલકત જપ્તીનો આદેશ અપાયો. 100 કરોડના લેણાંની વસૂલાત કરવા કલેક્ટરે કાયદાનો કોરડો ઝીક્યો. સુરતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે જાણીતા રાજહંસ ગ્રુપની મિલ્કત જપ્ત કરવા કલેકટર દ્વારા આદેશ આપવામાં આવ્યો. મગોબ ડુંભાલ સ્થિત અમેઝિયા વોટર પાર્કવાળી મિલકત, જમીન જપ્ત કરવા જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો છે. મોલવિયાબંધુઓએ અલગ અલગ બેંકમાંથી લીધેલી 136 કરોડની લોન પૈકી 2019ની બાકીએ 100.79 કરોડની લોન ભરપાઈ કરવામાં નિષ્ફળ રહ્યા.

10:34 January 10

કોઈનું ગળું કપાય નહિ એ માટે સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું

સુરત: ઉત્તરાયણ પર્વ અને નેશનલ રોડ સેફટી સપ્તાહ ૨૦૨૩ અંતર્ગતનો કાર્યક્રમ કરવામાં આવ્યો. ઉત્તરાયણમાં દોરીથી કોઈનું ગળું કપાય નહિ અને રક્ષણ મળે એ માટે સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યો. બ્રહ્માંડની ખગોળીય ઘટના સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ. ઉતરાધમાં પૃથ્વીનું નમવું જેને કારણે રાત લાંબી હતી, એ રાત હવે નાની થશે અને દિવસ મોટો થશે. આ પ્રકારની ઘટનાને સમગ્ર દેશમાં ઉત્તરાયણ મકરસંક્રાંતિ સ્વરૂપે ઉજવવામાં આવે છે.

10:27 January 10

ડુપ્લીકેટ પહોંચ બનાવીને વાહનોને છોડાવવામાં આવતા હતા

રાજકોટ: રાજકોટમાં ડુપ્લીકેટ RTOની પહોંચ બનાવવાનું કૌભાંડ ઝડપાયું. ડિટેઇન થયેલા વાહનોના મેમાના આધારે બનાવમાં આવતી હતી. ડુપ્લીકેટ પહોંચ બનાવીને વાહનોને છોડાવવામાં આવતા હતા. રાજકોટ SOGએ બે આરોપીઓને પકડી પાડ્યા, અશોક ડાયાભાઇ ટાંક અને રાજદીપસિંહ મહિપાલસિંહ રાણાની ધરપકડ કરાઈ.

10:21 January 10

બાળકીને તે મુંબઈ વેચવાની હતી એ પહેલા જ મહિલાની થઈ ધરપકડ

સુરત: પિતા સાથે પ્લેટફોર્મ પર સુતેલી બાળકીનું કડોદરા લઈ જઈ અપહરણ કરનાર મહિલા પોલીસ મથક માંથી હથકડી કાઢી ફરાર થઈ ગઈ હતી. પોલીસે ઉદવાડાથી તેની ધરપકડ કરી છે. પોલીસ મથકમાં લઘુ શંકાનું કહી એસી ટ્રેનમાં મહિલા ભાગી ગઈ હતી. દોઢ કલાકમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, બાળકીને તે મુંબઈ વેચવાની હતી.

09:52 January 10

11 જુગારીઓની 4.29 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઇ

અમદાવાદ: દાણીલીમડામાં જુગારધામ પર સ્ટેટ મોનિટરીંગ સેલની રેડ પડી છે. 11 જુગારીઓની 4.29 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઇ છે. જુગારધામ સંભાળનાર અને ખેલીઓના વાહનો સંભાળવા માટે માણસો રખાયા હતા. જુગારનો અડ્ડો ચલાવનાર સહિતના 23 જુગારીઓ વોન્ટેડ છે.

08:59 January 10

મોસ્કો-ગોવા ચાર્ટર્ડ ફ્લાઇટમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી

જામનગર: મોસ્કો-ગોવા ચાર્ટર્ડ ફ્લાઇટમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. જામનગર એરપોર્ટના ડિરેક્ટરે કહ્યું કે, આ ફ્લાઈટ આજે સવારે 10:30 થી 11 વચ્ચે જામનગરથી ગોવા માટે રવાના થવાની શક્યતા છે.

08:10 January 10

બીમારીથી કંટાળી આ પગલું ભર્યું

સુરત: સુરતમાં માતા પુત્રી મોતને વ્હાલું કરવા જવાનો મામલો સામે આવ્યો છે. તાપી નદીમાં રેસ્ક્યુના વીડિયો સામે આવ્યા. પુત્રીએ મોત ની છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું. જ્યારે નદીમાં કુદવા જતા માતાને લોકોએ બચાવી. જ્યાં ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગે પુત્રીને બચાવાની કોશિશ કરી. નાવડી ઓવરા પાસે પુત્રીની મૃતદેહ મળી આવ્યો. પોલીસે અકસ્માતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. બીમારીથી કંટાળી આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

08:02 January 10

લાલુ જાલિમની બેરેક માંથી મળી આવ્યો મોબાઈલ ફોન

સુરત: લાજપોર જેલમાં બંધ લાલુ જાલિમની બેરેક માંથી મોબાઈલ ફોન મળી આવ્યો. અમદાવાદ ઝડતી સ્કોડની તપાસમાં લાલુ જાલિમના ગાદલાં નીચેથી એક મોબાઈલ અને અન્ય એક કેડીના ગાદલા નીચે થી મોબાઈલ મળી આવ્યો. લાલુ જાલિમ ગુજસીટોકના ગુનામાં બંધ છે. સચિન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

07:50 January 10

SOG પોલીસે વેસુ વિસ્તારમાં પાનના ગલ્લામાં દરોડો પાડયા

સુરત: ઈલેક્ટ્રિક સિગારેટનું વેચાણ કરનાર પર પોલીસ કાર્યવાહી કરાઇ. SOG પોલીસે ગેરકાયદે નશાના જથ્થા સાથે એક દુકાનદારને ઝડપી પાડયો. SOG પોલીસે વેસુ વિસ્તારમાં પાનના ગલ્લામાં દરોડો પાડયા હતા.ઈ સિગારેટ તથા નશો કરવા માટે ઉપયોગમાં લેવાતા પેપર તથા સ્ટીક મળી 19175નો મુદામાલ કબજે કર્યો અને દુકાનદારની ધરપકડ કરવામાં આવી.

07:34 January 10

સાઉદી અરેબિયાનો મોટો નિર્ણય

સાઉદી અરેબિયા: સાઉદી અરેબિયાએ હજ યાત્રાળુઓની સંખ્યા, વય મર્યાદા પરના નિયંત્રણો હટાવ્યા છે.

06:25 January 10

વલસાડ: વલસાડ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગના કાર્યપાલક ઈજનેર નિલય નાયક અને અસીટન્ટ ઈજનેર અનિરુદ્ધ ચૌધરી અને વચેટીયો વિક્રમ કાંતિ પટેલ 15 લાખની લાંચ લેતા ઝડપાયા ,રસ્તાના બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ ફાઇનલ બીલની મજૂરી માટે લાંચ માંગી હતી. જે જિલ્લા પંચાયત કચેરી પાસે લાંચ લેતા એ.સી.બી.એ બે ને ઝડપી લીધા છે અને એક ફરાર થયો છે.

Last Updated : Jan 10, 2023, 10:54 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.