સુરત: સુરતના પૂર્ણા વિસ્તારમાં આવેલ હેવન પાર્ટી પ્લોટમાં આગ લાગી છે. ત્રણ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. હાલ આ આગમાં કોઈ જાનહાની ના સમાચાર મળ્યા નથી. ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સુરતના પૂર્ણા વિસ્તારમાં પાર્ટી પ્લોટમાં લાગી આગ
19:50 December 10

18:26 December 10
સુરતમાં પોલીસ સ્ટેશનની હદમાં એક પુરુષનો મૃતદેહ મળ્યો
સુરત: સુરત મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં એક પુરુષની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આ મૃતદેહ બ્રિજેશકુમાર પ્યારેલાલ કણબીનો હતો. જેઓ મૂળ ઉત્તર પ્રદેશના વારાણસીટીના હતા. આ મામલે તેમના મોટાભાઈએ પોલીસ સ્ટેશનમાં 302ની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે તપાસ કરતા વિનુ વિક્કી ગોહિલની ધરપકડ કરી છે.
18:18 December 10
અમદાવાદમાં ઘરમાંથી ઝડપાયો દારૂનો જથ્થો
અમદાવાદ: સરદારનગરમાં SMCના દરોડા પડ્યા છે. નીલકંઠ સોસાયટીમાં ઘરમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે. દારૂની 526 બોટલો, રોકડ અને 3 મોબાઈલ અને એક વાહન સહિત 1.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. મહાદેવ ઉર્ફે સંજય ફૌજી સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે. કાંતિ નામનો આરોપી વોન્ટેડ જાહેર કરાયો છે. સ્ટેટ મોનીટરીંગ સેલે આરોપી અને મુદ્દામાલને સરદારનગર પોલીસને સોંપ્યા છે.
18:13 December 10
અમદાવાદમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી ઝડપાયો દારૂનો જથ્થો
અમદાવાદ: સરસપુરમાંથી ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે. 46 પેટી દારૂ-બિયર ભરેલી પેટી ઝડપાય છે. ક્રાઈમ બ્રાન્ચે બે શખ્સો મુજીબ શેખ અને ફરહાન શેખની ધરપકડ કરવામાં આવી છે. 2.47 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. ટ્રાન્સપોર્ટમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી.
15:33 December 10
રાજકોટના વેલનાથ પરામાં દેશી દારૂના દુષણના વિડીયો થયો વાયરલ
રાજકોટ: રાજકોટમાં દારૂબંધીના ધજીયા ઉડ્યા છે. વેલનાથ પરામાં દેશી દારૂના દુષણના વિડીયો વાયરલ થયો છે. ચૂંટણી પૂર્વે દારૂના દુષણમાં એક વ્યક્તિ પર હુમલો થયો હતો. આ વિસ્તારના લોકો દેશી દારૂ લઈ આવનારને દારૂ ક્યાંથી લાવ્યો એમ પૂછી રહ્યા છે. રૂપિયા 30ની કોથળી લઈ આવ્યાનું વિડીયોમાં બોલે છે. વેલનાથપરાના રહીશોએ માંગ કરી છે કે બુટલેગર સામે કાર્યવાહી કરો પણ પોલીસ મૂકપ્રેક્ષક છે.
15:21 December 10
અમરેલીમાં વનવિભાગ દ્વારા ગીધની વિવિધ પ્રજાતિની ગણતરી શરુ
અમરેલી: આજથી આવતી કાલ સુધી ગીધની વિવિધ પ્રજાતિની સમગ્ર રાજય વ્યાપી ગણતરીનો પ્રારંભ થયો છે. લુપ્ત થવાના આરે તેવા ગીધની વિવિધ પ્રજાતિની વનવિભાગ દ્વારા ગણતરી હાથ ધરી છે. આજે સાંસણ,જાફરાબાદ, ખાંભા સહિત કેટલાક વિસ્તારમાં ગિધ વસવાટ કરી રહ્યા છે. આજે ખાંભાના હનુમાનગાળા સહિત ગીર જંગલ આસપાસના ગામડામાં ગીધ જોવા મળ્યા. વનવિભાગ દ્વારા ફોટોગ્રાફી વીડિયો ગ્રાફી કરી ગણતરી શરૂ કરવામાં આવી છે. ગીધની ગણતરી બાદ વનરક્ષકને રિપોટ કરાશે.
14:14 December 10
ભાજપનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું રાજભવન
ગાંધીનગર: ગાંધીનગર ભાજપ પક્ષ રાજભવન પહોંચ્યું. રાજ્યપાલને મળીને નવી સરકાર રચવાનો દાવો કર્યો. ભુપેન્દ્ર પટેલ, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી અને શંકર ચૌધરી તથા જગદીશ પંચાલ પણ રાજભવન પહોંચ્યા.
13:47 December 10
UCC કમિટિની ભલામણ મુજબ કરશે કામ: ભૂપેન્દ્ર પટેલ
ગાંઘીનગર: ભૂપેન્દ્ર પટેલ આજે ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા છે. સમિતિની રચના કરવામાં આવી છે. તેમની ભલામણના આધારે કામ કરવામાં આવશે. ગુજરાત ભાજપના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને જ્યારે પૂછવામાં આવ્યું કે શું નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં UCC અંગે નિણય લેશે
13:12 December 10
સુરતની સ્મીમેર હોસ્પિટલમાં લાગી આગ
સુરત: સુરતની સ્મીમેર હોસ્પિટલમાં આગ લાગી હતી. આગ લાગતા દર્દીઓમાં નાસભાગ મચી હતી. જોકે સામાન્ય આગના કારણે હોસ્પિટલ દ્વારા આગ પર કાબુ મેળવ્યો છે. આગ વધુ ન વિકરાળ બને તે માટે સ્મીમેરના કર્મચારીઓ દ્વારા આગ બુજવવામાં આવી.
11:58 December 10
ગુજરાતનાં નવા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની સત્તાવાર જાહેરાત
ગાંધીનગર: ગુજરાતનાં નવા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મુખ્યપ્રધાનના નામનો પ્રસ્તાવ કનુ દેસાઇએ મુકયો છે. શંકર ચૌધરી,પૂર્ણેશ મોદી, રમણ પાટકર,મનીષા વકીલે ટેકો જાહેર કર્યો.
11:52 December 10
આજે ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલને દિલ્હી હાઇકમાન્ડનું આવ્યું તેડું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત બાદ હવે નવી સરકાર બનાવવાની કવાયત તેજ થઇ ગઇ છે. આજે કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક પૂરી થયા બાદ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ દિલ્હી જવા રવાના થશે. આ દરમિયાન નવા મંત્રીમંડળની યાદી અંગે નિર્ણય લેવાઈ શકે છે. દિલ્હીમાં ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રઘાન અમિત શાહ સાથે પણ મુલાકાત કરી શકે છે.
11:35 December 10
અમદાવાદમાના ગોતામાંથી દારૂનો જથ્થો ઝડપાયો
અમદાવાદ : અમદાવાદમાં પીસીબીએ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગોતા ખાતેની એક ખુલ્લી જગ્યામાંથી દારૂનો જથ્થો પકડ્યો છે. 151 પેટી દારૂ અને ટ્રક સાથે 24 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. દુર્ગાસિંગ રાવત નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
10:31 December 10
ગઢ ગુમાવ્યા બાદ આદિવાસી નેતા છોટુભાઇ વસાવાએ EVM મશીન પર હારનું ઠીકરૂં ફોડ્યું
ભરૂચ જિલ્લાની આદિવાસી ઝઘડિયા બેઠક ઉપર પહેલીવાર ભગવો લહેરાયો છે. ત્રણ દશક ઉપરાંતથી વિજય મેળવનાર પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ પહેલીવાર પરાજય બાદ પ્રતિક્રિયા આપી છે. મજબૂત ગઢ ગુમાવ્યા બાદ આદિવાસી નેતા છોટુભાઈ વસાવાએ EVM મશીન પર હારનું ઠીકરું ફોડયું છે. ગુજરાતમાં આવેલા ચૂંટણીના પરિણામ પહેલેથી જ નક્કી હોવાના તેમણે આક્ષેપ કર્યા છે. વસાવા એ ઉમેર્યું છે કે, હું તો અગાઉથીજ કહ્યા જ કરતો આવ્યો છું કે EVM માં સેટિંગ કરીને હરાવશે. લોકોએ હવે સમજી લેવા જેવું ઇવીએમનો વિરોધ કરવો જોઈએ. તો જ આ દેશ બચવાનો છે.
10:11 December 10
80 કલાક પછી 400 ફૂટ ઊંડા બોરવેલમાંથી બહાર કાઢ્યો, માસૂમે છોડી દૂનિયા
મધ્યપ્રદેશ : મધ્યપ્રદેશના બેતુલમાં આઠ વર્ષના તન્મયને આખરે 80 કલાકની મહેનત બાદ બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પાંચ દિવસ પહેલા તે લગભગ 400 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હતો. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. તન્યમના મૃત્યુના સમાચાર સાંભળીને માતા-પિતા રડવા લાગ્યા. જમીનમાંથી સતત પાણી નીકળવાને કારણે અને વિશાળ ખડકોને કારણે તેના બચાવ કાર્યમાં લાગેલા કામદારોને ભારે મુશ્કેલી પડી હતી. તેને અંતે સફળતા મળી, પરંતુ તન્યમનો જીવ બચી શક્યો નહીં.
09:58 December 10
સુરતના માંડણના માજી સરપંચનું માર્ગ અકસ્માતમાં થયું મોત
સુરત : સુરતના માંડણના માજી સરપંચનું માર્ગ અકસ્માતમાં મોત થયું. વાડી ઝંખવાવ રોડ પર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. પુર્વ સરપંચનું મોત થતાં ગામમાં શોકનો માહોલ છવાયો છે.
09:54 December 10
માંગરોળના તરસાડીમાં ભાજપની વિશાળ નીકળી રેલી
સુરત : માંગરોળના તરસાડીમાં ભાજપની વિશાળ રેલી નીકળી. ભાજપના ઉમેદવાર ગણપતસિંહનો વિજય થતાં ભવ્ય વિજય રેલી નીકળી. રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. ગણપતસિંહનો વિજય થતાં તરસદીમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. ગણપતસિંહ વસાવાનું તરસાડી નગરના લોકોએ ઠેર ઠેર સ્વાગત કર્યું. ગણપતસિંહ વસાવાએ તમામ કાર્યકરોનો આભાર માન્યો હતો.
09:35 December 10
મોરબી કોર્ટે TMC પ્રવક્તા સાકેત ગોખલેના જામીન કર્યા મંજૂર, આચારસંહિતા ભંગ અને નકલી ટ્વિટ સહિતના છે આરોપ
આચારસંહિતા ભંગના આરોપમાં TMC પ્રવક્તા સાકેત ગોખલેને જામીન મળ્યાં છે. 15 હજારના બોન્ડ પર મોરબી કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા છે. 15 હજારના બોન્ડ પર મોરબી કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા છે. પ્રાંત અધિકારી ડી.એ ઝાલાએ સાકેત ગોખલે વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને સાકેત ગોખલેની બીજી વખત ધરપકડ થઈ હતી.
09:31 December 10
દીવમાં INS ખુકરીના મેમોરીયલ ખાતે વીર જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ
1971ના યુદ્ધ દરમિયાન દીવ પાસે 9 મી ડિસેમ્બરે INS ખુકરીએ 192 અન્ય સાથીઓ સાથે જ જળસમાધિ લીધી. ભારતીય નેવીની આ અત્યાર સુધીની સૌથી મોટી ખુવારી છે. ખુવારીની વાત કરીએ તો INS ખુકરી દિવથી લગભગ 40 નોટિકલ માઈલ દૂર હતી, ત્યારે અચાનક જ INS ખુકરી પર ભયંકર હુમલો થયો. જહાજની સ્થિતી જોઈને કેપ્ટન મુલ્લાને અંદાજ આવી ગયો હતો કે, તેને બચાવવું અશક્ય છે, ત્યારે તેમણે જહાજ પરથી સૈનિકોને સુરક્ષિત બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો. પરંતુ કેપ્ટન મુલ્લાએ જહાજ ન છોડ્યું. “કેપ્ટન કોઈ દિવસ જહાજ ન છોડે” આ પરંપરાને તેઓ અનુસર્યા હતા અને જહાજની સાથે જ તેમણે જળસમાધિ લીધી હતી.
09:05 December 10
અમદાવાદમાં SOG એ એમડી ડ્રગ્સ સાથે બે આરોપીની કરી ધરપકડ
અમદાવાદ : SOG એ એમડી ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી. આરોપીઓ પાસેથી 12.44 લાખનું 124 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. આરોપીઓની રામોલમાંથી ધરપકડ કરી. મુંબઈથી અમરીન ખાન પાસેથી ડ્રગ્સનો જથ્થો લવાયો હતો. આરોપીઓ છૂટકમાં ડ્રગ્સનું વેચાણ કરતા હતો.
08:30 December 10
નીતિન ગડકરીની સીધી વાત : ટેસ્લાને ભારતમાં ભાવભર્યો આવકાર પણ કારનું નિર્માણ અહીં કરવું પડશે
કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ એલોન મસ્કની કંપની ટેસ્લાને ભારતમાં આવકાર માટે શરત મૂકી છે. નીતિન ગડકરીએ એક ટીવી કાર્યક્રમમાં ટેસ્લાના ભારતમાં પ્રવેશ પર કહ્યું હતું કે એલન મસ્ક ત્યારે જ ભારત આવી શકે છે જ્યારે તે ભારતમાં જ ટેસ્લા કારનું નિર્માણ કરશે. ભારતમાં ટેસ્લાનું એકમ સ્થાપવાની વાતનું પુનરાવતર્ન કરતાં એલોન મસ્કનું સ્વાગત છે પણ જ્યાં સુધી તમે ચીનમાં કારનું ઉત્પાદન કરો છો અને ભારતમાં માર્કેટિંગમાં મુક્તિ ઇચ્છો તો સમસ્યા છે. તમારો ત્યાં સુધી ભારતમાં પ્રવેશ શક્ય નથી જ્યાંસુધી ટેસ્લા કારનું નિર્માણ ભારતમાં થશે.
08:15 December 10
કેન્દ્રિય નિરીક્ષકોની હાજરીમાં ભાજપની ધારાસભ્ય દળની બેઠક, ભૂપેન્દ્ર પટેલ પર ફરી CM તરીકેનો કળશ ઢોળાશે
ભાજપના ભવ્ય વિજય બાદ નવી સરકાર બનાવવાની કવાયત તેજ થઈ ગઈ છે. CM સહિતના કેબિનેટ પ્રધાને રાજીનામું ગઈકાલે આપી દીધું હતું, ત્યારે આજે કમલમ પર કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં ધારાસભ્યદળની બેઠક મળશે. ભાજપના ચૂંટાયેલા તમામ 156 પ્રતિનિધિઓ બેઠકમાં હાજર રહેશે . આ બેઠકમાં વિધાનસભા દળના નવા નેતાની પસંદગી થશે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત પ્રદેશ આગેવાનો રહેશે હાજર.
07:44 December 10
કોંગ્રેસની કારમી હાર પર ભાજપના દિગ્ગજ નેતા વજુભાઇ વાળાનું નિવેદન, ‘હવે કોંગ્રેસનું વિસર્જન કરવાનો સમય આવી ગયો છે’
ગુજરાતમાં કોંગ્રેસની કારમી હારને લઇ રાજકારણ ગરમાયું છે, ત્યારે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ પણ કોંગ્રેસ પાર્ટીના અસ્તિત્વ સામે સવાલ ઉઠાવ્યાં. વજુભાઇ વાળાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે હવે કોંગ્રેસ મહાત્મા ગાંધીજીના સમયની રહી નથી. ગાંધીજીએ પણ કોંગ્રેસ પાર્ટીને બંધ કરવાની વાત કરી હતી. એટલે હવે કોંગ્રેસનું વિસર્જન કરવાનો સમય આવી ગયો છે. ગાંધીજીના વિચાર પ્રમાણે કોંગ્રેસનું વિસર્જન કરી દેવું જોઇએ.
07:30 December 10
ભારતીયોની વિદેશ ઘેલછા, 10 વર્ષમાં 16 લાખ અને આ વર્ષે 1,83,741 લોકોએ છોડ્યો દેશ
ભારતીયો તેમની ભારતની નાગરિકતા છોડી રહ્યા છે અને અન્ય દેશોમાં સ્થાયી થઈ રહ્યા છે. આ અંગે સરકારે સંસદમાં ચોંકાવનારો આંકડો રજૂ કર્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, 2011થી અત્યાર સુધીમાં 1.6 મિલિયન એટલે કે 16 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી છે. આ વર્ષે 31 ઓક્ટોબર સુધીમાં 1,83,741 ભારતીયોએ તેમની નાગરિકતાનો ત્યાગ કર્યો છે. શુક્રવારે લોકસભામાં વિદેશ રાજ્યપ્રધાન વી. મુરલીધરને આ માહિતી આપી હતી. કોંગ્રેસના સાંસદ દ્વારા 2015થી કેટલા ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે તે અંગે પૂછવામાં આવતા – મંત્રીએ છેલ્લા આઠ વર્ષના આંકડા રજૂ કર્યા.
07:13 December 10
G-20 સમિટની 15 જેટલી બેઠકોની યજમાની કરશે ગુજરાત
PM નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ભારતની અધ્યક્ષતામાં યોજાનારી G-20 સમિટ યોજાનાર છે, ત્યારે આ સમિટની તૈયારીઓનો તાગ મેળવવા વડાપ્રધાન મોદીએ વિડિયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી જયશંકર તથા G-20 સમિટના શેરપા, અમિતાભ કાન્ત તેમજ રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલ તથા કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપ રાજ્યપાલો પણ આ બેઠકમાં વર્ચુઅલ માધ્યમથી જોડાયા હતા.
06:29 December 10
બારડોલીમાં આદિવાસી સમાજના આગેવાનોની બેઠક
સુરત : ચૂંટણી પરિણામો બાદ ગુજરાતમાં આદિવાસી મુખ્યપ્રધાન બનાવવાની માગ થઇ રહી છે. બારડોલીમાં સર્કિટ હાઉસ ખાતે મળેલી આદિવાસી સમાજના આગેવાનોની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યપ્રધાનની સાથે સાથે નવા મંત્રીમંડળમાં પણ આદિવાસી સમાજને યોગ્ય સ્થાન મળે તે અંગે આદિવાસી સમાજના આગેવાનોએ રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે. મહત્વપૂર્ણ છે કે 27 આદિવાસી અનામત બેઠકમાંથી 23 બેઠક પર ભાજપનો વિજય થયો છે.