ETV Bharat / bharat

Breaking News : ઓલપાડના સાંધીએર ગામે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી - breaking news 1 february

Gujarat breaking news 1 february-2023 today news live update

author img

By

Published : Feb 1, 2023, 6:15 AM IST

Updated : Feb 1, 2023, 10:03 PM IST

21:59 February 01

ઓલપાડના સાંધીએર ગામે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી

સુરત : ઓલપાડના સાંધીએર ગામે હત્યાની ઘટના બની હતી. પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી હતી. જમવાની નજીવી બાબતે પતી પત્ની વચ્ચે બબાલ થઈ હતી. પતિએ આવેશમાં આવીને પત્નીને ઢોર કાર માર્યો હતો. પત્નીને ગંભીર ઈજાઓ થતા મોત થયું હતું. હત્યારા પતિને પોલીસે ઝડપી લીધો હતો.

20:08 February 01

ગુજરાત ATS એ વધુ એક આરોપીની કરી ધરપકડ

અમદાવાદ : ગુજરાતમાં જુનિયર કલાર્કની પરીક્ષાના પેપર લિકના મામલમાં ગુજરાત ATS એ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ઓડિશાના સરોજકુમાર સીમાચંલ માલુની ધરપકડ કરાઈ છે.

20:02 February 01

પાંચ રાજ્યોના 51 જેટલા શિવ ભક્તોએ સોમનાથ મંદિરની on line પૂજામાં જોડાયા

જૂનાગઢ : દક્ષિણ ભારતના પાંચ રાજ્યોના 51 જેટલા શિવ મંદિરોના શિવ ભક્તો સોમનાથ મંદિરની on line પૂજામાં જોડાયા હતા. હજાર કરતાં વધારે શિવ ભક્તો દ્વારા સોમનાથ દાદાની વર્ચ્યુઅલ પૂજા અને આરતીમાં ભાગ લીધો હતો. સોમનાથ મંદિરમાં ચાલતા સ્વચ્છતા અને પર્યાવરણના રક્ષણ માટેના સોપાનોનું પણ ઓનલાઇન દર્શનમાં ભાગ લીધેલા શિવ ભક્તોએ જાણકારી મેળવી ઓનલાઈન દર્શન અને આરતીમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણ લહેરી પણ જોડાયા હતા.

19:42 February 01

જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને વિશેષ બેઠક યોજાઈ

બોટાદ : જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને વિશેષ બેઠક યોજાઈ હતી. બોટાદ ખાતે સૂચિત જંત્રી ક્ષતિ રહિત તૈયાર કરવા અંગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર બીજલ શાહ સહિત પ્રાંત અધિકારીઓ મામલતદારો જિલ્લા સબ રજીસ્ટ્રારરો સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બોટાદ જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઈ.

19:40 February 01

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના શામપૂરા ગામે સર્જાયો અકસ્માત

સુરત : સુરત જિલ્લાના કામરેજ તાલુકાના શામપૂરા ગામે અકસ્માતની ઘટના બની હતી. ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાઈ હતી.

17:40 February 01

ડાંગ જિલ્લા નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

ડાંગ : ડાંગ જિલ્લા નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ. "રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-2013" હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને વર્ષ 2023 દરમિયાન વિનામૂલ્યે અનાજનુ વિતરણ કરાશે. જિલ્લા કલેક્ટરશ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળની આવશ્યક ચીજવસ્તુઓનો લાભ લોકોને મળી રહે તે માટેની હિમાયત કરી હતી.

17:32 February 01

અધિકારીઓ ન આવે ત્યાં સુધી ખેડૂતોના ધરણા શરૂ રહેશે

અમરેલી : બગસરા ખેડૂતોને દિવસે વિજપાવર મળવાનો મામલો. 24 તારીખે આપેલ આવેદનપત્રમાં અલ્ટીમેન્ટ પ્રમાણે ખેડૂતો ધરણા પર બેઠા. 1 તારીખ સુધીમાં દિવસે વિજપાવર ન મળતા ખેડૂતોએ pgvcl કચેરીએ ધરણા શરૂ કર્યા હતા. Pgvcl કચેરીએ અધિકારીઓ રજા પર હોવાથી ખેડૂતોએ ધરણા કર્યા હતા. જ્યા સુધી અધિકારીઓ ન આવે ત્યાં સુધી ખેડૂતોના ધરણા શરૂ રહેશે.

17:31 February 01

ડાંગ દરબાર-2023ના આયોજન અંગે બેઠક યોજાઇ

ડાંગ : ડાંગ દરબાર-2023ના આયોજન અંગે બેઠક યોજાઇ હતી. ડાંગ દરબારનો મેળો પરંપરાગત રીતે દર વર્ષે યોજવામા આવે છે. જે સંભવિત તા.2 થી 6 માર્ચ સુધી હોળી પહેલા ડાંગ દરબાર યોજાશે. ડાંગ દરબારનુ ઉદ્ધાટન માન.રાજ્યપાલના હસ્તે કરવામા આવે છે. રાજ્યપાલ દ્વારા ડાંગ જિલ્લાના પાંચ રાજવીશ્રીઓનુ સન્માન કરવામા આવે છે.

17:13 February 01

ભારતમાં પ્રથમવાર સુરતના ડુમસ બીચ સોકર ટુર્નામેન્ટનું કરવામાં આવ્યું આયોજન

સુરત : ભારતમાં પ્રથમવાર સુરતના ડુમસ બીચ સોકર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન ઓલ ઈન્ડિયા ફુટબોલ ટુર્નામેન્ટ દ્વારા કરવામાં આવ્યુ હતું. આ બીચ સોકર ટુર્નામેન્ટ 26 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી રમાડવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ 19 રાજ્યની ટીમોંએ ભાગ લીધો હતો. આ તમામ ટીમોને ગ્રુપ વાઇસ રમાડવામાં આવ્યું હતું. વિશ્વમાં લોકોપ્રિય આ રમત છે. વિશ્વમાં બ્રાઝીલ પહેલા નંબરની ટીમ છે. ભારત 106 નંબર ઉપર છે. નંબર 1 ઉપર આવું હોય તો આ પ્રકારે ટુર્નામેન્ટ કરવું પડશે. બીચ સોકર એટલે બીચ ફૂટબોલ એ દેશમાં પેહલી વખત સુરતમાં થઈ છે. આ ગેમ બહારના દેશોમાં રમાડવામાં આવે છે, પરંતુ તેમાં ભારતને કોઈ વખત મોકો નથી મળિયો. આપણા ગુજરાતમાં ઘણા બધા બીચ છે હવે ત્યાં રમાડવામાં આવશે.

17:03 February 01

અમદાવાદ કોર્પોરેશનના નોકર મંડળ દ્વારા પોતાની માંગણીઓ લઈને વિરોધ કરવામાં આવ્યો

અમદાવાદ : અમદાવાદ કોર્પોરેશનના નોકર મંડળ દ્વારા પોતાની વિવિધ માંગણીઓ લઈને ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. સારંગપુરથી દાણાપીઠ સુધી વિશાળ રેલી કાઢી વિરોધ કરવામાં અવયિ રહ્યો છે. મકાન, નોકરી, પગાર અને બઢતી માંગો લઈને ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. 14 દિવસમાં નિરાકરણ નહિ આવે તો અચોક્ક્સ સુધી મુદ્દત સુધી હડતાળ પર ઉતરવાની ચીમકી.

17:02 February 01

પેપર ફૂટવા બાબતે વિધાનસભા ગૃહમાં કાયદો લાવવામાં આવશે

ગાંધીનગર : પેપર ફૂટવા બાબતે વિધાનસભા ગૃહમાં કાયદો લાવવામાં આવશે. કેવા પ્રેસમાં પેપર છાપવામાં આવે છે. જ્યાં ગુજરાતીઓ નોકરી ના કરતા હોય ત્યાં પેપર છાપવામાં આવે. એવી જ એજન્સીને પેપર છાપવા આપવામાં આવે છે જે પ્રેસ ફકત આવા કોનફિડિસિયલ મટીરીયલ પર કામ કરતું હોય.

17:00 February 01

છેલ્લા એક મહિનામાં ફકત 78 કેસ નોંધાયા

ગાંધીનગર : છેલ્લા એક મહિનામાં ફકત 78 કેસ નોંધાયા અને હાલમાં 8 કેસ એક્ટિવ છે, 18 જેટલા કેસ નવા વેરિયન્ટ ના હતા. તમામ દર્દીઓ ઘરે જ સારવાર લઈને સાજા થયા હતા.

16:54 February 01

ગુજરાતમાં ગેરકાયદેસરની મટન દુકાનો બંધ કરવાની ઝુંબેશ શરૂ કરશેૉ

ગાંધીનગર : રાજ્ય સરકાર આગામી દિવસોમાં ગેરકાયદેસરની મટનની શોપ બંધ કરવાની ઝુંબેશ શરૂ કરશે.

15:34 February 01

બોટાદના રાણપુરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ આંખના નંબરનો ફ્રી ચેક અપ કેમ્પ યોજાશે

બોટાદ : રાણપુર શહેરમાં માનવ સેવા સમિતિ દ્રારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ આંખના નંબરનો ફ્રી ચેક અપ કેમ્પ યોજાશે. જરૂરિયાત વર્ગના લોકો માટે ફ્રી ચશ્માં કેમ્પનું પણ આયોજન કરાશે. રાણપુર ઘાંચી સમાજ કોમ્યુનિટી હોલ રાણપુર ખાતે આયોજન કરવામાં આવેલ છે. રાણપુર માનવ સેવા સમિતિ દ્રારા આગામી 5 ફેબ્રુઆરી રવિવારના દિવસે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

15:31 February 01

બોટાદ ખાતે ગૌરક્ષક દ્રારા કસાઈવાડામાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયું

બોટાદ : બોટાદ ખાતે ગૌરક્ષક દ્રારા કસાઈવાડામાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયું હતું. બોટાદ પોલીસ તેમજ નગરપાલિકાના અધિકારીને સાથે રાખી સરપ્રાઈઝ ચેકીંગ કરાયું હતું. ગેરકાયદેસર માસ મટન ન વેચવા જણાવ્યું હતું. ગુજરાત હાઇકોર્ટેના હુકમ મુજબ ગુજરાતમાં ગેરકાયદેસર માસ મટન ના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ હોવાના કારણે ખરેખર તેનો અમલ થાય છે કે કેમ તેની ચકાસણીના ભાગ રૂપે આયોજન કરાયું હતું.

15:28 February 01

પાટણના શંખેશ્વરના પાડલા ગામે અંગત અદાવતને લઈ ફાયરિંગની ઘટના બની

પાટણ : શંખેશ્વરના પાડલા ગામે અંગત અદાવતને લઈ ફાયરિંગની ઘટના બની હતી. ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા પ્રથમ સીતાપુર બાદ અમદાવાદ ખાતે વધુ સારવાર માટે ખસેડાયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત પરિવાર કે ગામમાંથી કોઈ પણ વ્યક્તિ આ બાબતે કાઈ પણ કહેવા તૈયાર નથી.

15:26 February 01

રાધનપુર સમી હાઈવે રોડ પર સર્જાયો અકસ્માત

પાટણ : રાધનપુર સમી હાઈવે રોડ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત વિપજ્યું હતું. ભાભરથી અમદાવાદ જવા નીકળેલ પરિવારને અકસ્માત નડ્યો હતો.

10:43 February 01

સુરતમાં 23 વર્ષીય પરિણીતાએ કર્યો આપઘાત

સુરતમાં 23 વર્ષીય પરિણીતાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગઈકાલે રાતે ભાત કાચો રહી જતા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ પરિણીતાએ આ પગલું ભર્યું હતું. હાલ આ મામલે સચિન જીઆઇડીસી પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

10:27 February 01

સૌરાષ્ટ્રના પીઢ ક્ષત્રિય અગ્રણી અને માજી MLAનું મહિપતસિંહ જાડેજાનું આજે સવારમાં નિધન

સૌરાષ્ટ્રના પીઢ ક્ષત્રિય અગ્રણી અને માજી MLA તથા ગોંડલના રીબડા ગામના વતની મહિપતસિંહ જાડેજાનું આજે સવારમાં નિધન થયું છે. ક્ષત્રિય સમાજ સહિત સૌરાષ્ટ્રના દરેક સમાજમાં દુઃખની લાગણી સર્જાઈ હતી.

10:16 February 01

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સંસદ ભવન પહોંચ્યા

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે. બજેટની પહેલી કોપી રાષ્ટ્રપતિને બતાવી હતી. રાષ્ટ્રપતિએ બજેટને મંજુરી આપી હતી. થોડી વારમાં સંસદમાં કેબિનેટની બેઠક મળશે. જેમાં બજેટને મંજૂરી આપવામાં આવશે.

10:15 February 01

બજેટ શરૂ થતા પહેલા સેંસેક્સમાં 400 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 17700 પોઈન્ટ પર ઓપન થયો

બજેટ શરૂ થતા પહેલા સેંસેક્સમાં 400 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટી 17700 પોઈન્ટ પર ઓપન થયો છે. દિવસની શરૂઆતમાં રીયલ એસ્ટેટ સેક્ટરમાં નવા જૂની થાય એવા એંધાણ જોવા મળ્યા હતા. બેકિંગ અને ટેલિકોમ સેક્ટર પણ ગ્રીન સિગ્નલ સાથે ઓપન થયા છે.

09:25 February 01

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ પહોંચ્યા રાષ્ટ્રપતિ ભવન, બજેટની પહેલી કોપી રાષ્ટ્રપતિને રજૂ કરી

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે બજેટ 2023 રજૂ કરશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે. બજેટની પહેલી કોપી રાષ્ટ્રપતિને બતાવી હતી.

06:34 February 01

આજે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ રજૂ કરશે બજેટ 2023

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે બજેટ 2023 રજૂ કરશે. મંગળવારે બજેટ સત્ર દરમિયાન આર્થિક સર્વે રજૂ કર્યો હતો. 2023-24માં વિકાસદર 6-6.8% સુધી રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આ છેલ્લાં 3 વર્ષમાં સૌથી ધીમો ગ્રોથ હશે. જ્યારે નોમિનલ જીડીપીનો અંદાજ 11% લગાવવામાં આવ્યો છે. FY 23 માટે રિયલ GDPનો અંદાજ 7% છે.

06:25 February 01

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રાત્રે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે છેલ્લી ત્રીજી મેચ

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રાત્રે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે છેલ્લી ત્રીજી મેચ રમાવાની છે. જેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજની મેચ જીતવા માટે બંને ટીમો એડીચોટીનુ જોર લગાવશે. ભારત-ન્યૂઝીલેન્ડ ખાતે T-20 સીરીઝની 3 મેચોની શ્રેણીમાંની છેલ્લી મેચ આજે રમાનાર છે. ત્યારે બીજી T-20 સીરીઝમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને શ્રેણી 1-1 થી સરભર કરી હતી.

06:04 February 01

Gujarat Breaking News: અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઈટમાં બોંબની અફવાથી એરપોર્ટ પર દોડધામ

અમદાવાદઃ અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઈટમાં બોંબની અફવાથી એરપોર્ટ પર દોડધામ મચી ગઈ હતી. પેસેન્જર ન આવ્યો હોવાથી ફ્લાઈટના કર્મચારીએ આપેલા નંબર પર ફોન કરતા સામેથી એવો જવાબ મળ્યો હતો કે, આપ કી ફ્લાઈટ મેં બોંબ હૈ. પોલીસે આ પ્રવાસીની અટકાયત કરીને કાયદેસરની પૂછપરછ શરૂ કરી દીધી છે. જોકે, ફ્લાઈટમાં કોઈ પ્રકારનો બોંબ ન હોવાથી અનેક પ્રવાસીઓ તથા એરપોર્ટ સ્ટાફે રાહતના શ્વાસ લીધા હતા.

Last Updated : Feb 1, 2023, 10:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.