નવી દિલ્હી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) જાહેરાત થઈ ચુકી છે. આગામી તારીખ 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ દરમિયાન ઠેર ઠેર પોસ્ટર અને બેનરોનો લગાવી દેવાશે. શહેરોની સડકોથી લઈને ગામડાઓના ગલીઓમાં ઠેર ઠેર પોસ્ટર અને બેનરો વિવિધ રાજકીય પક્ષો દ્વારા બેનરો લગાડવામાં આવશે. જો કે આ વખતે ચૂંટણીપંચે ઈકો-ફ્રેન્ડલી ચૂંટણી (Eco-friendly Election) યોજાઈ તેના માટે પણ અલગથી એડવાઈઝરી જાહેર કરી છે.
શું સૂચના આપી: એડવાઈઝરીમાં દરેક પોલિટિકલ પાર્ટી અને ઉમેદવારોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો (Single Use Plastic) ઉપયોગ ટાળવા માટેના સૂચનો આપવામાં આવ્યા છે. હાલ ચૂંટણીમાં પ્રચાર અને પ્રસારનું પ્રમાણ વધ્યું છે તેથી પર્યાવરણને નુકસાન થાય તેવી સામગ્રી ખુબ વપરાતી હોય છે પરંતુ આયોગના સૂચન અનુસાર દરેક ખાતાઓને દેખરેખ માટે આદેશ કરવામાં આવ્યો છે. ચૂંટણીપંચ તમામ રાજકીય પક્ષોને ખુબ લાંબા સમયથી ચૂંટણી પ્રચારમાં જે સામગ્રી વપરાય છે તે પર્યાવરણ માટે અનુકૂળ હોય તેવી રાખવા માટે સૂચનો કરતું આવ્યું છે.
પગલાં લેવા આદેશ: તેના ભાગ રૂપે 2019 માં આયોગે ફરી દરેક રાજકીય પાર્ટીઓને જરૂરી પગલાં ભારે અને પોસ્ટર અને બેનરમાં ઉપયોગ થતું સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા માટે સૂચનો કર્યા હતા. ઉપરાંત એનજીટીએ પણ તમામ સબંધિત ખાતાઓને અને ચૂંટણીપંચને સદર મામલે દેખરેખ માટે આદેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પહેલાથી જ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે.