ETV Bharat / bharat

કેન્સર સામે રક્ષણ આપશે ગ્રાઇફોલા મશરૂમ - ગ્રાઇફોલા મશરૂમ

હિમાચલ પ્રદેશનાં આવેલા સોલનમાં ખુંબ સંશોધન કેન્દ્ર આવેલું છે જ્યાં વિવિધ પ્રકારના મશરૂમનું ઉત્પાદન કરવામાં આવે છે. આ કેન્દ્રએ એવું મશરૂમ ઉત્પાદિત કર્યું છે કે જે કેન્સર અને ડાયાબિટીઝ સામે આપણને રક્ષણ આપી શકે છે.

કેન્સર સામે રક્ષણ આપશે ગ્રાઇફોલા મશરૂમ
કેન્સર સામે રક્ષણ આપશે ગ્રાઇફોલા મશરૂમ
author img

By

Published : Apr 23, 2021, 6:04 AM IST

  • સોલનમાં થાય છે મશરૂમ પર સંશોધન
  • ખુંબ સંશોધન કેન્દ્રએ ઉત્પાદિત કર્યા છે મશરૂમ
  • અનેક રોગ સામે રક્ષણ આપે છે આ મશરૂમ

સોલન: મશરુમ સીટી ઑફ ઇન્ડિયા એટલે કે હિમાચલ પ્રદેશ જિલ્લાનું સોલન અને સોલનને મશરૂમ સીટી ઑફ ઇન્ડિયાનો દરજ્જો મળવાનો શ્રેય ખુંબ સંશોધન કેન્દ્રને જાય છે. ઇતિહાસ પર નજર કરીએ તો સોલન સ્થિત ભારતીય સંશોધન કેન્દ્રએ વર્ષ 1961માં મશરૂમ પર શોધ કરવાનું શરૂ કર્યું હતું. વર્ષ 1983માં સોલનમાં અલગથી સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી. 10 સપ્ટેમ્બર, 1997માં સોલનના જાણિતા સિટી ઑફ ઇન્ડિયાના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું. સંશોધન કેન્દ્ર અત્યાર સુધીમાં મશરૂમની 30થી વધારે પ્રજાતિ ઉત્પાદિત કરી ચુક્યા છે. આ વખતે ડીએમઆર સોલનના વૈજ્ઞાનિકોને 4 વર્ષની મહેનત પછી કેન્સર સામે લડનાર નવા પ્રકારના ગ્રાઇફોલા મશરૂમ ઉગાડવામાં સફળતા મળી છે. ડીએમઆરના વૈજ્ઞાનિકો માને છે કે મશરુમમાં કેન્સર સામે લડવાની સાથે ડાયાબિટીસ જેવા રોગ સામે લડવાના ગુણ ધરાવે છે.

કેન્સર સામે રક્ષણ આપશે ગ્રાઇફોલા મશરૂમ

મશરુમમાં હોય છે મેડિકલ પ્રોપર્ટીઝ

મશરૂમ અંગે વૈજ્ઞાનિક સતિશ શર્માએ ETV Bharatને જણાવ્યું છે કે," છેલ્લા 3 કે 4 વર્ષની મહેનતબાદ અમને ગ્રાઇફોલા મશરૂમ ઉગાડવમાં સફળતા મળી છે. આ મશરૂમમાં ઘણી બધી મેડિકલ પ્રોપર્ટીઝ છે જેમકે તે એન્ટિ બાયૉટિક છે, એન્ટિ કેન્સર છે સાથે જ તે ફેફસાને પણ પ્રોટેક્ટ કરે છે." વૈજ્ઞાનિકોએ જણાવ્યા અનુસાર ગ્રાઈફોલા મશરૂમમાં વિટામીન અને ખનીજ તત્વો હોય છે. આ મેગ્નેશિયમ, કેલ્શિયમ અને પોટેશિયમનો પણ સારો સ્ત્રોત છે. કેન્સરની સારવારના કિસ્સામાં ગ્રાઇફોલા મશરૂમની પ્રજાતિ વિશ્વ સ્તરે બીજા નંબર પર આવે છે. ચીન અને જાપાનમાં મશરૂમની અનેક પ્રજાતિના મશરૂમનો ભોજનમાં ઉપયોગ થાય છે. અત્યારે ડીએમઆર સોલનના વૈજ્ઞાનિકો ઔષધિય ગુણોથી ભરપૂર ગ્રાઇફોલા મશરૂમ લેબમાં ઉગાડ્યા છે. જો કે આ સંશોધન ટીમને ખેડૂતોને આ અંગેનું પ્રશિક્ષણ આપવામાં સમય લાગશે.

વધુ વાંચો: પ્રકૃતિનું અનોખું આશ્ચર્ય છે કૈકરિલુ ઝાડ

10 થી 15 પ્રકારના મશરૂમ કર્યા છે તૈયાર

ખુંબ સંશોધન કેન્દ્ર અત્યાર સુધીમાં 10 થી 15 પ્રકારના મશરૂમની પ્રજાતિ ઉત્પાદિત કરી ચુક્યા છે. જે કેન્સર સામે લડવાની સાથે, ઇમ્યુનિટી વધારે છે, નર્વ સિસ્ટમની તાકાત વધારવામાં પણ મદદ રૂપ થાય છે. વૈજ્ઞાનિકોની આ શોધનો ફાયદો મશરૂમ ઉગાડતા ખેડૂતોને વધારે થાય છે. બજારમાં ખેડૂતોને સરળતાથી વધારે ફાયદો થાય છે. આ ઉપરાંત દવાની કંપનીઓ પણ ખેડૂતો પાસેથી મોટા પ્રમાણમાં મશરૂમની ખરીદી શરૂ કરી ચુકી છે. રવી અને ખરીફ પાકમાં થતા નુકસાનની સામે મશરૂમના પાકમાં ખેડૂતોને સારો એવો ફાયદો થાય છે. આજ કારણ છે કે ખેડૂતો મશરૂમની ખેતી કરી રહ્યાં છે.

વધુ વાંચો: વીંઝીને વગાડી શકાય છે આ અનોખી વાંસળી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.